iPhone 18 Pro Max માં મળશે અત્યાર સુધીની સૌથી પાવરફુલ બેટરી, જાણો લીક થયેલા તમામ ફીચર્સ
- iPhone 18 સીરીઝના દમદાર ફીચર્સ લોન્ચ પહેલા થયા લીક (iPhone 18 Pro Max)
- નવી 2nm ટેકનોલોજી વાળી A20 પ્રો ચિપસેટ જોવા મળશે
- ફેસ આઈડી ડિસ્પ્લેની અંદર જશે, લુક થશે વધુ ક્લીન
- Pro Max મોડલમાં 5,100mAh ની શક્તિશાળી બેટરીની શક્યતા
- કેમેરામાં પ્રો-લેવલ બદલાવ માટે 'મિકેનિકલ આઈરિસ' ફીચર
ટેક જગતમાં અત્યારથી જ આગામી iPhone 18 સીરીઝને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વર્ષ 2026ના સપ્ટેમ્બરમાં લોન્ચ થનારા iPhone 18 Pro અને Pro Max મોડલ્સમાં એપલ એવા ક્રાંતિકારી ફેરફારો કરવા જઈ રહ્યું છે, જે અત્યાર સુધીના તમામ આઈફોન કરતા અલગ હશે. આ વખતે માત્ર પરફોર્મન્સ જ નહીં, પણ ડિઝાઇન અને કેમેરા ટેકનોલોજીમાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે.
iPhone 18 Pro is shaping up exactly how we expected pic.twitter.com/GnzBjLikzS
— Apple Club (@applesclubs) November 27, 2025
iPhone 18 Pro Max : પાવરફુલ A20 પ્રો ચિપસેટ
લીક્સ મુજબ, iPhone 18 Pro સીરીઝમાં વિશ્વની સૌથી એડવાન્સ TSMC 2nm ટેકનોલોજી પર આધારિત A20 Pro ચિપસેટ આપવામાં આવશે. આ નવી ચિપ જૂના મોડલ કરતા 15% વધુ ઝડપી અને 30% વધુ પાવર એફિશિયન્ટ હશે. આનો સૌથી મોટો ફાયદો 'એપલ ઈન્ટેલિજન્સ' (AI) ના ફીચર્સને સ્મૂધ ચલાવવામાં થશે.
iPhone 18 Pro Max : ડિસ્પ્લે અને ડિઝાઇનમાં મોટો ફેરફાર
સૌથી મોટો ચોંકાવનારો ફેરફાર ફોનના ફ્રન્ટ લુકમાં જોવા મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો એપલ હવે 'ડાયનેમિક આઈલેન્ડ' ને નાનું કરવા માટે ફેસ આઈડી (Face ID) સેન્સરને ડિસ્પ્લેની અંદર શિફ્ટ કરી શકે છે. જેના કારણે સ્ક્રીન પર માત્ર એક નાનો પિનહોલ કટઆઉટ જ દેખાશે, જે યુઝર્સને બેજોડ ડિસ્પ્લે એક્સપિરિયન્સ આપશે.
પ્રો-લેવલ કેમેરા અને બેટરી
ફોટોગ્રાફીના શોખીનો માટે iPhone 18 Pro માં 'મિકેનિકલ આઈરિસ' ફીચર મળી શકે છે, જેનાથી યુઝર્સ જરૂરિયાત મુજબ કેમેરાનું અપર્ચર સેટ કરી શકશે. સાથે જ Pro Max મોડલમાં 5,100mAh ની વિશાળ બેટરી મળવાની શક્યતા છે. જોકે, મોટી બેટરીને કારણે ફોનનું વજન વધીને 240 ગ્રામ સુધી પહોંચી શકે છે.
નવા કલર અને કનેક્ટિવિટી
એપલ આ વખતે ડીપ પર્પલ, બ્રાઉન અને બરગંડી જેવા નવા પ્રીમિયમ કલર ઓપ્શન રજૂ કરી શકે છે. કનેક્ટિવિટી માટે તેમાં નેક્સ્ટ જનરેશન C2 મોડેમ હશે જે mmWave 5G ને સપોર્ટ કરશે, જેનાથી ઈન્ટરનેટ સ્પીડમાં નોંધપાત્ર વધારો થશે.
આ પણ વાંચો : Air conditioner price: ઉનાળામાં પરસેવામાં રેબઝેબ કરશે AC!, શિયાળામાં જ ભાવમાં ધરખમ વધારો


