Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Apple New CEO : ટિમ કુકના 15 વર્ષના શાસનનો અંત! જાણો કોણ છે એપલના નવા 'કિંગ' જ્હોન ટર્નસ?

દુનિયાની દિગ્ગજ ટેક કંપની એપલમાં Apple New CEO John Ternus ના નામની જાહેરાત સાથે મોટું પરિવર્તન આવ્યું છે. ૧૫ વર્ષ સુધી સીઈઓ પદ સંભાળનાર ટિમ કુકે રાજીનામું આપી એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નવી ભૂમિકા સ્વીકારી છે. ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા જ્હોન ટર્નસ ૧ સપ્ટેમ્બરથી એપલની કમાન સંભાળશે.
apple new ceo   ટિમ કુકના 15 વર્ષના શાસનનો અંત  જાણો કોણ છે એપલના નવા  કિંગ  જ્હોન ટર્નસ
Advertisement
  • 15 વર્ષ બાદ Tim Cook સીઈઓ પદ પરથી આપ્યું રાજીનામું
  • John Ternus બન્યા એપલના નવા પાવરફુલ CEO
  • 1 સપ્ટેમ્બર 2026થી કંપનીમાં નવું નેતૃત્વ થશે પ્રભાવી
  • ટિમ કુક હવે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વૈશ્વિક સંબંધો સંભાળશે
  • iPhone ના કિંગ એવા ટર્નસ પાસે 25 વર્ષનો બહોળો અનુભવ

ટેક જગતની દિગ્ગજ કંપની એપલ (Apple) માં મોટા પાયે ફેરફારના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમય સુધી નેતૃત્વ કરનાર ટિમ કુકે (Tim Cook) સીઈઓ પદ છોડવાની જાહેરાત કરી છે. તેમના સ્થાને કંપનીના હાર્ડવેર એન્જિનિયરિંગ પ્રમુખ જ્હોન ટર્નસ (John Ternus) નવા સીઈઓ (CEO) તરીકે નિયુક્ત થયા છે. આ ફેરફાર 1 સપ્ટેમ્બર, 2026 થી અમલમાં આવશે.

Apple New CEO : ટિમ કુકની નવી ભૂમિકા

65 વર્ષીય ટિમ કુક એપલમાંથી સંપૂર્ણ નિવૃત્ત થઈ રહ્યા નથી. તેઓ હવે એક્ઝિક્યુટિવ ચેરમેન (Executive Chairman) તરીકે સેવા આપશે. કુક હવે વૈશ્વિક સ્તરે નીતિ નિર્ધારકો (Policymakers) સાથેના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ખાસ કરીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એપલના વ્યાપારી સંબંધો જાળવવા તે તેમની પ્રાથમિકતા રહેશે.

Advertisement

Advertisement

કોણ છે Apple New CEO જ્હોન ટર્નસ?

50 વર્ષીય જ્હોન ટર્નસ (John Ternus) એપલના સૌથી વિશ્વસનીય ચહેરાઓમાંથી એક છે. તેઓ છેલ્લા 25 વર્ષથી કંપની સાથે જોડાયેલા છે અને 2011 થી હાર્ડવેર એન્જિનિયરિંગ વિભાગનું નેતૃત્વ કરી રહ્યા હતા. ટિમ કુકે ટર્નસની પ્રશંસા કરતા જણાવ્યું કે જ્હોન પાસે એન્જિનિયરનું મગજ અને ઇનોવેટર (Innovator) નો આત્મા છે, જે એપલને ભવિષ્યમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સક્ષમ છે.

ટીમમાં અન્ય મોટા ફેરફાર

જ્હોન ટર્નસ સીઈઓ બન્યા બાદ, જોઈ જોનીને ચીફ હાર્ડવેર ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાર્ડવેર એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના સંયુક્ત વિભાગની જવાબદારી હવે તેમના શિરે રહેશે. ટર્નસની જૂની જગ્યાએ ટોમ મેરીબ હાર્ડવેર એન્જિનિયરિંગ વિભાગના વડા બનશે. ટિમ કુકે આઈફોન (iPhone), એપલ વોચ અને એરપોડ્સ જેવી ક્રાંતિકારી પ્રોડક્ટ્સ દ્વારા એપલને દુનિયાની સૌથી મોટી કોર્પોરેશન બનાવી દીધી છે.

આ પણ વાંચો : તમારી કાર ભઠ્ઠી જેવી તપે છે? આ 5 ટિપ્સ અપનાવો અને ગરમીને કાયમ માટે Bye-Bye કહો!

Tags :
Advertisement

.

×