Siri AI Subscription Fee : એપલ પ્રેમીઓ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. WWDC 2026માં લોકપ્રિય સિરીના નવા AI વર્ઝનની ઝલક આપ્યા બાદ હવે રિપોર્ટ્સ મુજબ, એપલ તેના એડવાન્સ AI ફીચર્સ માટે સબ્સ્ક્રિપ્શન ફી વસૂલી શકે છે. આ નિર્ણય પાછળ સર્વર અને જનરેટિવ AI ના મોંઘા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કારણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે, જે યુઝર્સ માટે મોટો આંચકો છે.
Siri AI: હવે એડવાન્સ ફીચર્સ માટે ચૂકવવા પડશે પૈસા?
એપલ હંમેશા તેની પ્રાઈવસી અને ફ્રી ફીચર્સ માટે જાણીતું રહ્યું છે, પરંતુ AI ટેકનોલોજીની સ્પર્ધામાં ટકી રહેવા માટે કંપની હવે નવી રણનીતિ અપનાવી રહી છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિરીના તમામ એડવાન્સ AI ફીચર્સ હવે ફ્રીમાં ઉપલબ્ધ નહીં રહે. જે યુઝર્સ સામાન્ય કમાન્ડ્સનો ઉપયોગ કરશે, તેમને કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે, પરંતુ જનરેટિવ AI આધારિત ખાસ ફીચર્સ માટે કંપની સબ્સ્ક્રિપ્શન પ્લાન લાવી શકે છે.
કેમ સબ્સ્ક્રિપ્શન મોડેલ લાવવા જઈ રહ્યું છે એપલ?
AI મોડલ્સને ચલાવવા માટે અત્યંત પાવરફુલ સર્વર્સ અને કમ્પ્યુટિંગ પાવરની જરૂર પડે છે. આ પ્રોસેસ ખૂબ જ ખર્ચાળ હોવાથી, કંપની તેના પર થતા બોજને ઘટાડવા માટે સબ્સ્ક્રિપ્શન મોડેલ પર વિચાર કરી રહી છે. ChatGPT અને Gemini ની જેમ જ, એપલ પણ તેના સ્માર્ટ સિરી મોડલને આવકનું સાધન બનાવી શકે છે. હાલમાં સિરીનું ઓન-ડિવાઈસ પ્રોસેસિંગ ફ્રી રહેશે, પરંતુ ક્લાઉડ-આધારિત જનરેટિવ AI ફીચર્સ માટે યુઝર્સે ખિસ્સું ખાલી કરવું પડશે.
નવા Siri AI માં યુઝર્સને શું ખાસ મળશે?
નવા સિરીને વધુ સ્માર્ટ અને પર્સનલાઈઝ્ડ બનાવવામાં આવ્યું છે. તે યુઝરના ડિવાઈસની સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે તે સમજી શકશે અને તે મુજબ રિસ્પોન્સ આપશે. આ ઉપરાંત, વિઝ્યુઅલ ઈન્ટેલિજન્સને કારણે સિરી હવે ફોટા અને સ્ક્રીન પરની માહિતીને વધુ સારી રીતે સમજીને મદદ કરી શકશે. કંપની પહેલા યુઝર્સને આ ફીચર્સની ટેવ પાડવા માંગે છે, જેથી ભવિષ્યમાં સબ્સ્ક્રિપ્શન પ્લાન લાગુ કરવામાં સરળતા રહે.
આ પણ વાંચો : WhatsApp Web ને મળશે Zoom જેવી શક્તિશાળી સુવિધાઓ! હવે 32 લોકો સાથે થશે ગ્રુપ કોલ