ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

FASTag ધરાવતા લોકો ધ્યાન આપો, અનલિમિટેડ ટોલ એક્સેસનો વિકલ્પ આવ્યો !

ટોલપ્લાજા પર મુસાફરોના એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે આ નિર્ણય લેવાશે
06:05 PM Feb 11, 2025 IST | SANJAY
ટોલપ્લાજા પર મુસાફરોના એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે આ નિર્ણય લેવાશે

FASTag વિશે તો બધાને ખબર છે. નેશનલ હાઇવે અથવા કોઇ અન્ય હાઇવે પર તમારે ટોલ આપવો પડે છે. પરંતુ હવે સરકાર એક મોટો નિર્ણય લઈ શકે છે. દરેક વ્યક્તિ માટે એક વાર ફાસ્ટેગનુ રિચાર્જ કરવાનું થશે અને તેમને નેશનલ હાઇવેનો લાઇફ ટાઇમ એક્સેસ પણ મળશે. ઉલ્લેખનીય છે કે માર્ગ અને પરિવહન મંત્રાલયની તરફથી ટોલપ્લાજા પર મુસાફરોના એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે આ નિર્ણય લેવાશે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે હજુ સુધી આ નિર્ણય અંતિમ તબક્કામાં છે.

કેટલી હોઇ શકે તેની કિંમત

30 હજાર રૂપિયા ફીસ આપતા તમારા માટે હંમેશા માટે ટોલપ્લાજા માફ થઈ શકે છે અને તમે અનલિમિટેડ એક્સેસ પણ કરી શકો છો. જો આ નિયમ લાગૂ થશે તો જે લોકો હંમેશા ફાસ્ટેગનો વધુ ઉપયોગ કરે છે તેમને મોટો ફાયદો થઇ શકે છે. તેમજ 3 હજાર રુપિયા ચૂકવ્યા પછી તમને એક્સેસ મળી શકે છે. તેના અંતર્ગત તમે એક વર્ષ માટે નેશનલ હાઈવે પર ટ્રાવેલ કરી શકો અને કોઈ ફીસ આપવી પડશે નહિ. હજુ સુધી વપરાશકર્તાઓને પાસ આપવામાં આવે છે, તે દરેક વ્યક્તિ કોઈ પસંદ કરેલ ટોલપ્લાજા પર જ સફર કરી શકે છે. પરંતુ હવે વિસ્તરણ પર વિચારણા કરી રહી છે. આમાં વધુ ટ્રાવેલ કરનારા વપરાશકર્તાઓ માટે આ સારુ ન હતુ. વપરાશકર્તાઓ માટે આ નવો ઓપ્શન ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.

FASTag રિચાર્જ કેવી રીતે કરી શકો છો

- બેંક વેબસાઇટ અથવા મોબાઇલ એપથી રિચાર્જ કરો
- તમારી બેંક કે નેટવર્ક બેંકિંગ અથવા મોબાઇલ બેંકિંગ એપમાં લોગીન કરો.
- ફાસ્ટેગ સેક્શનમાં જાઓ.
- તમારું વાહન નંબર અથવા FASTag ID દાખલ કરો.
- રિચાર્જ કરવા માટે અમાઉન્ટ દાખલ કરો અને ચૂકવણી કરો.
- સફળ રિચાર્જ પછી તમને SMS અથવા ઇમેઇલ કન્ફર્મેશન ચાલુ કરો.

આ પણ વાંચો: ભારત તેનું વિશાળ ભાષા મોડેલ અને AI ટેલેન્ટ પૂલ તૈયાર કરી રહ્યું છે : PM Modi

Tags :
FASTagGujaratFirstIndiaTechnologytoll
Next Article