ભારે વરસાદમાં સ્કૂટર ચલાવતાં સમયે ટાળો આ 5 ભૂલો
- વરસાદમાં સ્કૂટર સુરક્ષિત કેવી રીતે ચલાવવું?
- ભીના રસ્તાઓ પર સ્કૂટર ચલાવવાની 5 મહત્વની ટિપ્સ
- ભીના રસ્તાઓ પર સુરક્ષિત સ્કૂટર ડ્રાઈવિંગ કેવી રીતે કરશો?
- સ્કૂટર ચાલકો માટે વરસાદની ઋતુમાં જરૂર પડતી સલાહ
How to ride scooter in rain : વરસાદની ઋતુ (rainy season) આવે એટલે ગરમીથી રાહત તો મળે છે, પરંતુ સાથે અનેક પડકારો પણ આવે છે, ખાસ કરીને Delhi-NCR જેવા શહેરોમાં, જ્યાં રસ્તાઓની ખરાબ સ્થિતિ અને પાણી ભરાવાને કારણે સ્કૂટર ચલાવવું જોખમી બની જાય છે. ભીના રસ્તાઓ અને તેમા પણ તેલ ધોળાવેલું હોય અને નાના પૈડાંને કારણે સ્કૂટર લપસવાની શક્યતા વધી જાય છે, જે અકસ્માતો (Accident) નું કારણ બની શકે છે. આવા સમયે સલામતી માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. નીચે આપેલી નિષ્ણાત ટિપ્સ તમને વરસાદમાં સ્કૂટર ચલાવવાની સલામત રીતો શીખવશે.
ફુલ ફેસ હેલ્મેટનો ઉપયોગ કરો
સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટનું મહત્વ હોય છે, પરંતુ વરસાદની ઋતુમાં ફુલ ફેસ હેલ્મેટ પહેરવું અત્યંત જરૂરી છે. ઘણા લોકો હાફ ફેસ હેલ્મેટનો ઉપયોગ કરે છે, જે આંશિક સુરક્ષા આપે છે, પરંતુ ફુલ ફેસ હેલ્મેટ માથા અને ચહેરાને સંપૂર્ણ રક્ષણ આપે છે. અકસ્માતની સ્થિતિમાં આ હેલ્મેટ ગંભીર ઈજાઓથી બચાવી શકે છે. તેથી, હેલ્મેટ વિના ક્યારેય સ્કૂટર ન ચલાવો અને ખાસ કરીને વરસાદમાં ફુલ ફેસ હેલ્મેટને પ્રાથમિકતા આપો.
ઘસાયેલા ટાયર તાત્કાલિક બદલો
સ્કૂટરના ટાયરની સ્થિતિ વરસાદમાં સલામતીનો મુખ્ય આધાર છે. જો તમારા સ્કૂટરના ટાયર જૂના કે ઘસાઈ ગયા હોય, તો તેને તાત્કાલિક બદલવા જરૂરી છે. ઘસાયેલા ટાયરમાં ગ્રિપનો અભાવ હોય છે, જે ભીના રસ્તાઓ પર બ્રેક લગાવવાની ક્ષમતાને નબળી પાડે છે. આવા ટાયર અકસ્માતોનું સૌથી મોટું કારણ બની શકે છે. તેથી, નવા અને સારી ગ્રિપવાળા ટાયરનો ઉપયોગ કરો, જેથી વરસાદમાં સ્કૂટર લપસવાનું જોખમ ઘટે.
ઓછી સ્પીડ જાળવો
વરસાદની ઋતુમાં સ્કૂટર ચલાવતી વખતે સ્પીડ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે. ભીના રસ્તાઓ પર વધુ સ્પીડ ખતરનાક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોની સલાહ છે કે, વરસાદમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની અંદર સ્પીડ રાખવી જોઈએ. ઝડપી ડ્રાઇવિંગથી બચો અને વરસાદનો આનંદ માણતા માણતા સલામતીને પ્રાથમિકતા આપો. ઓછી સ્પીડ રાખવાથી તમે રસ્તા પરની અણધારી પરિસ્થિતિઓને સરળતાથી નિયંત્રિત કરી શકો છો.
અચાનક બ્રેક લગાવવાનું ટાળો
વરસાદમાં અચાનક બ્રેક લગાવવી એ સ્કૂટર લપસવાનું મુખ્ય કારણ બની શકે છે. તેથી, સૌ પ્રથમ સ્પીડ નિયંત્રણમાં રાખો, જેથી બ્રેક લગાવવાની જરૂર ઓછી પડે. જો બ્રેક લગાવવી જરૂરી હોય, તો સ્કૂટરની ગતિ ધીમે ધીમે ઘટાડો અને તેને રસ્તાની બાજુમાં રોકો. આગળ અને પાછળના બ્રેક લિવરને એકસાથે હળવા હાથે દબાવો, જેથી સ્કૂટર લપસવાની શક્યતા ઘટે. આ રીતે બ્રેક લગાવવાથી સ્કૂટરનું સંતુલન જળવાઈ રહે છે.
પાણી ભરાયેલા રસ્તાઓ ટાળો
વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, જેના કારણે રસ્તાની સ્થિતિ સમજવી મુશ્કેલ બને છે. ખાડા કે અન્ય અવરોધો પાણીમાં દેખાતા નથી, જે અકસ્માતનું જોખમ વધારે છે. તેથી, પાણી ભરાયેલા રસ્તાઓ પર સ્કૂટર ચલાવવાનું ટાળો. આ ઉપરાંત, કાચા રસ્તાઓ પર જવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે ભીના કાદવવાળા રસ્તાઓ સ્કૂટરની ગ્રિપ ઘટાડે છે. હંમેશા પાકા અને સ્વચ્છ રસ્તાઓ પર જ સવારી કરો, જેથી સલામતી જળવાઈ રહે.
આ પણ વાંચો : AI ટેક્નોલોજીથી હવે મિનિટોમાં થશે સ્વાસ્થ્ય તપાસ!