જોરદાર! JIO કરતા પણ સસ્તો પ્લાન અને બમણો ડેટા ઉપરાંત અનેક ફાયદા
- ખાનગી ટેલિકોમ કંપનીઓના રિચાર્જના ત્રાસમાંથી મુક્તિ
- BSNL અકલ્પનીય સસ્તા પ્લાન આપી રહ્યું છે
- બીએસએનએલ તરફ વધી રહ્યો છે લોકોનો ઝુકાવ
નવી દિલ્હી : ખાનગી ટેલિકોમ કંપનીઓના મોંઘા રિચાર્જથી પરેશાન થઇને લોકો BSNL તરફ જઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, BSNL અનેક સસ્તા પ્લાન ઓફર કરી રહી છે, જેમાં બાકી કંપનીઓ કરતા વધારે બેનિફિટ્સ પ્રાપ્ત થઇ રહ્યા છે. મોટા પ્રમાણમાં લોકો બીએસએનએલ તરફ જવા લાગ્યા છે. જેનું સૌથી મોટું કારણ છે કે, સસ્તો રિચાર્જ પ્લાન. BSNL સસ્તા દરોમાં ડેટા અને કોલિંગ જેવી સુવિધાઓ આપી રહ્યા છે. આજે આપણે કંપનીના એક એવા જ પ્લાન અંગે જાણીશું, જે JIO ની તુલનાએ સસ્તો છે, પરંતુ તેટલી જ કિંમતમાં બમણો ડેટા મળે છે.
BSNL 229 રૂપિયાનો પ્લાન
સરકારી ટેલિકોમ કંપનીનો આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. ખાનગી કંપનીઓની તુલનાએ ખુબ સસ્તો છે અને તેમાં અન્ય પણ કેટલાક લાભ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને એક મહિનાની વેલિડિટી મળે છે. આ ઉપરાંત રોજ 2 GB ડેટા એટલે કે મહિનાનો 60 જીબી ડેટા મળે છે. આ સાથે જ યુઝર્સ પ્લાનમાં ફ્રી અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 મેસેજનો પણ ફાયદો ઉઠાવી શકે છે.
આ પણ વાંચો : Khyati Hospital Scam : મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની પૂછપરછમાં થયા આ ચોંકાવનારા ખુલાસા!
JIO નો 249 નો પ્લાન
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની પોતાના આ પ્લાનમાં BSNL ની તુલનાએ ઓછા બેનિફિટ્સ આપે છે. વેલિડિટીની વાત કરીએ તો તે માત્ર 28 દિવસની જ આવે છે. આ ઉપરાંત પ્લાનમાં રોજિંદી રીતે 1 GB જ મળે છે. જેથી યુઝર્સને સમગ્ર પ્લાનમાં 28 જીબી ડેટા જ મળે છે. આ ઉપરાંટ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ છે. આ પ્લાન સાથે કંપની જિયો સિનેમા બેઝીક, જીયો ટીવી અને જિયો ક્લાઉડનું પણ એક્સેસ આપે છે.
BSNL સસ્તામાં આપી રહ્યું છે વધારે ફાયદા
બંન્ને પ્લાનને કંપેર કરવામાં આવે તો BSNL ઓછા પૈસામાં વધારે વેલિડિટી અને ડેટા આપી રહી છે. બીએસએનએલ 249 રૂપિયાનો અને એક પ્લાન ઓફર કરી રહી છે. જેમાં 229 વાળા પ્લાનની જેમ સેમ બેનિફિટ મળી રહ્યા છે, જો કે વેલિડિટી 30 દિવસોના બદલે વધીને 45 દિવસ થઇ જાય છે. એટલે કે 20 રૂપિયા વધારે આપીને 15 દિવસની વધારાની વેલિડિટી આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો : સૈફ પર હુમલો થયો ત્યારે કરીના કપૂર ઘરે હતી કે નહીં? પોલીસ પૂછપરછ દરમિયાન ઘણા ખુલાસા થયા