Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bajaj Pulsar 220F: શું નવી પલ્સર 220F છે તમારા માટે બેસ્ટ? જાણો તમામ નવા બદલાવ

ભારતીય યુવાનોની માનીતી Bajaj Pulsar 220F નવા સુરક્ષા ફીચર્સ સાથે ફરી લોન્ચ થઈ છે. આ લેજન્ડરી બાઇકમાં હવે Dual-Channel ABS આપવામાં આવ્યું છે, જે રાઇડરની સુરક્ષામાં વધારો કરે છે. આ ઉપરાંત, બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને USB ચાર્જિંગ જેવા આધુનિક ફીચર્સ ઉમેરાયા છે. 220cc ના શક્તિશાળી એન્જિન અને ચાર નવા આકર્ષક કલર ઓપ્શન સાથે આ બાઇક ફરીથી માર્કેટમાં ધૂમ મચાવવા તૈયાર છે.
bajaj pulsar 220f  શું નવી પલ્સર 220f છે તમારા માટે બેસ્ટ  જાણો તમામ નવા બદલાવ
Advertisement
  • Bajaj Pulsar 220F હાઈટેક ફીચર્સ સાથે ફરી ધૂમ મચાવશે
  • હવે સુરક્ષા માટે ડ્યુઅલ-ચેનલ ABS સિસ્ટમથી સજ્જ
  • બ્લૂટૂથ, નેવિગેશન અને કોલ એલર્ટ્સ જેવા આધુનિક ફીચર્સ ઉમેરાયા
  • ચાર આકર્ષક કલર ઓપ્શન અને સ્પોર્ટી ગ્રાફિક્સ સાથે ફ્રેશ ડિઝાઇન
  • ભરોસાપાત્ર 220cc ઓઇલ-કૂલ્ડ એન્જિન સાથે દમદાર પરફોર્મન્સ

Bajaj Pulsar 220F : ભારતીય યુવાનોની ઓલ-ટાઇમ ફેવરિટ બાઇક Bajaj Pulsar 220F ફરી એકવાર નવા અવતારમાં રસ્તાઓ પર ઉતરી છે. વર્ષ 2007થી સતત લોકપ્રિય રહેલી આ આઇકોનિક મોટરસાઇકલને બજાજ કંપનીએ અનેક મહત્વના અપડેટ્સ સાથે ફરીથી લોન્ચ કરી છે. આ વખતે કંપનીએ સૌથી વધુ ભાર સુરક્ષા (Safety) પર આપ્યો છે, જે આ બાઇકને પહેલા કરતા વધુ સ્પોર્ટી અને સુરક્ષિત બનાવે છે.

ડ્યુઅલ ચેનલ ABS થી સુરક્ષામાં વધારો

નવી Bajaj Pulsar 220Fનું સૌથી મોટું અને મહત્વનું અપડેટ તેનું Dual-Channel ABS સિસ્ટમ છે. ઇમરજન્સી બ્રેકિંગ સમયે આ ફીચર બાઇકને લપસતી અટકાવે છે અને રાઇડરને વધુ સારો કંટ્રોલ આપે છે. હવે આ બાઇક હાઇવે અને સિટી રાઇડિંગ બંને માટે અત્યંત સુરક્ષિત બની ગઈ છે.

Advertisement

Bajaj Pulsar 220F : નવા ગ્રાફિક્સ અને ફ્રેશ લૂક

ડિઝાઇનની વાત કરીએ તો, 2026 Pulsar 220F માં નવા અને રિફ્રેશ્ડ ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે. હવે આ બાઇક કુલ 4 આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે: Black Cherry Red, Black Ink Blue, Black Copper Beige અને Green Light Copper. બ્લેક બેઝ સાથે ગોલ્ડ અને ઓરેન્જ શેડ્સ બાઇકને વધુ યુથફુલ લૂક આપે છે.

Advertisement

Bajaj Pulsar 220F : કનેક્ટિવિટી અને મોર્ડન ફીચર્સ

ટેકનોલોજીના જમાનામાં બજાજે હવે Pulsar 220F માં બ્લૂટૂથ અને ફુલ્લી ડિજિટલ LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપ્યું છે. જેનાથી રાઇડરને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અને મેસેજ એલર્ટ્સ તેમજ DTE (કેટલા અંતર સુધી પેટ્રોલ ચાલશે) જેવી માહિતી મળશે. આ ઉપરાંત મોબાઈલ ચાર્જિંગ માટે USB પોર્ટની સુવિધા પણ આપવામાં આવી છે.

એન્જિન અને પાવરફુલ પરફોર્મન્સ

એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, કારણ કે તેનું પરફોર્મન્સ પહેલેથી જ સાબિત થયેલું છે. આ બાઇકમાં 220cc ઓઇલ-કૂલ્ડ, ટ્વિન સ્પાર્ક FI DTS-i એન્જિન છે, જે 20.9 PS પાવર અને 18.55 Nm ટોર્ક જનરેટ કરે છે. 5-સ્પીડ ગિયરબોક્સ સાથે આ એન્જિન સ્મૂધ રાઇડિંગ અનુભવ આપે છે.

બ્રેકિંગ અને સસ્પેન્શન સેટઅપ

બાઇકમાં આગળ 280 mm અને પાછળ 230 mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સસ્પેન્શન માટે ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્કસ અને રિયરમાં 5-વે એડજસ્ટેબલ નાઇટ્રોક્સ શોક એબ્સોર્બર છે, જે ખરાબ રસ્તાઓ પર પણ આરામદાયક સફરની ખાતરી આપે છે. 15 લિટરની ફ્યુઅલ ટેન્ક અને 160 કિલોગ્રામ વજન તેને રોડ પર સ્થિર રાખે છે

આ પણ વાંચો 5 લાખમાં તમારી પોતાની કાર? જુઓ માઈલેજ અને સેફ્ટીમાં નં.1 આ 5 બેસ્ટ ગાડીઓ

Tags :
Advertisement

.

×