સ્માર્ટ ટીવી ખરીદતા પહેલા QNED TV વિશે જાણી લો,નવી ટેકનોલોજી સાથે આપશે થિયેટરની મજા!
- નવું ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો QNED TV એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે
- આ નવી ટેકનોલોજીથી સજ્જ ટીવીઓ ભારતના બજારમાં લોન્ચ થઈ ચૂક્યા છે
- QNED TV LED અને ક્વોન્ટમ ડોટ ટેકનોલોજીનું સંયોજન છે
આ તહેવારોની સિઝનમાં જો તમે નવું ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો QNED TV એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ નવી ટેકનોલોજીથી સજ્જ ટીવીઓ ભારતના બજારમાં લોન્ચ થઈ ચૂક્યા છે. જે ઉત્તમ ચિત્ર ગુણવત્તા અને વાસ્તવિક રંગોનો અનુભવ આપે છે. QNED TV LED અને ક્વોન્ટમ ડોટ ટેકનોલોજીનું સંયોજન છે, જે સામાન્ય LED ટીવીથી ઘણું આગળ છે. ચાલો, QNED ટીવી વિશે વિગતવાર જાણીએ અને સમજીએ કે તે LED ટીવીથી કેવી રીતે અલગ છે.
QNED TV શું છે?
QNED એટલે "ક્વોન્ટમ નેનો ડાયનેમિક એમિશન. જે એક અદ્યતન ટીવી ટેકનોલોજી છે. આ ટીવીઓમાં LED બેકલાઇટ સાથે ક્વોન્ટમ ડોટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વોન્ટમ ડોટ્સ એ નાના સેમિકન્ડક્ટર કણો છે, જે વિવિધ રંગોનો પ્રકાશ ઉત્સર્જિત કરી શકે છે. જ્યાં સામાન્ય LED ટીવી ફક્ત લાલ, વાદળી અને લીલા રંગનો પ્રકાશ ઉત્પન્ન કરે છે, ત્યાં QNED ટીવી આનાથી ઘણા વધુ કુદરતી, તેજસ્વી અને જીવંત રંગો રજૂ કરે છે. આ ટેકનોલોજી વધુ સારી રીતે જોઇ શકશો.
QNED ટીવીમાં ક્વોન્ટમ ડોટ્સનો ઉપયોગ થાય છે. ક્વોન્ટમ ડોટ્સ ખૂબ જ નાના સેમિકન્ડક્ટર કણો છે જે વિવિધ રંગોનો પ્રકાશ ઉત્સર્જિત કરી શકે છે. LED ટીવી ફક્ત લાલ, વાદળી અને લીલો પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે. ચાલો QNED ટીવી વિશે વધુ વિગતવાર જાણીએ... જો તમે પણ આ તહેવારમાં નવું ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. દરેક વ્યક્તિ ઘરમાં સારા ડિસ્પ્લેવાળું ટીવી ઇચ્છે છે, જેથી મજા અને મનોરંજન બમણું થાય. છેલ્લા કેટલાક વર્ષોમાં બજારમાં સ્માર્ટ ટીવીની માંગ ઘણી વધી છે. આવી સ્થિતિમાં, લોકો મૂંઝવણમાં મુકાય છે કે કયું ખરીદવું. ઘણા લોકો LED કે QLED વચ્ચે મૂંઝવણમાં મુકાય છે. પરંતુ હવે QNED ટીવી પણ બજારમાં આવવા લાગ્યા છે. ચાલો તમને જણાવીએ કે તે શું છે અને તે LED થી કેવી રીતે અલગ છે.
QNED TV ની વિશેષતાઓ
QNED ટીવીમાં ક્વોન્ટમ ડોટ્સનો ઉપયોગ થાય છે, જેના કારણે તેમના રંગો વધુ સારી રીતે જોવાય છે,નેચરલ સ્કીન જોવા મળશે. આ બિંદુઓ લાલ, વાદળી અને લીલો પ્રકાશ ખૂબ સારી રીતે બહાર કાઢે છે, તેથી ચિત્ર વધુ આકર્ષિત અને નેચરલ જોવાય છે.
QNED ટીવીમાં કાળા રંગનું સ્તર ઘણું સારું હોય છે. સામાન્ય LED ટીવીમાં, કાળો રંગ બતાવવા માટે લાઈટ બંધ કરવામાં આવે છે, પરંતુ ક્યારેક બેકલાઇટ લીકેજને કારણે સ્ક્રીન પર થોડી ગ્લો દેખાય છે. બીજી બાજુ, QNED ટીવીમાં, ક્વોન્ટમ ડોટ્સની મદદથી ઘેરો કાળો રંગ બનાવવામાં આવે છે, જેના કારણે કાળા રંગનું સ્તર LED ટીવી કરતાં ઘણું સારું દેખાય છે.
QNED સામે LED: કયું શ્રેષ્ઠ છે?
એકંદરે, QNED TV સામાન્ય LED ટીવી કરતાં વધુ શક્તિશાળી ચિત્ર ગુણવત્તા આપે છે.તેની પિકચર ક્વોલિટી અદભૂત છે, રંગો વધુ તેજસ્વી દેખાય છે અને કાળા શેડ્સ પણ ઊંડા દેખાય છે. જો તમે એવું ટીવી ખરીદવા માંગતા હો જે તમને શ્રેષ્ઠ ચિત્ર ગુણવત્તા આપે છે, તો QNED ટીવી યોગ્ય પસંદગી છે. ફક્ત ધ્યાનમાં રાખો, આ LED ટીવી કરતાં થોડા વધુ મોંઘા છે.
આ પણ વાંચો: AI News: ChatGPT મેકર OpenAI અપાવશે પસંદગીની નોકરી, દરેકને AI થી થશે ફાયદો