35,000થી સસ્તા 5 બેસ્ટ Realme ફોન: 7000mAh બેટરી અને દમદાર કેમેરા
- Realme ના 5 દમદાર ફોન માર્કેટમાં છવાયા (Best Smartphones Under 35000)
- નવા મોડલ્સમાં 7,000mAh ની વિશાળ બેટરી
- 120W ચાર્જિંગથી મિનિટોમાં ફોન થશે ફૂલ ચાર્જ
- 50MP સેન્સર સાથે મળશે પ્રોફેશનલ ફોટોગ્રાફી
- ₹35,000 થી ઓછી કિંમતમાં ફ્લેગશિપ ફીચર્સ
Best Smartphones Under 35000 : જો તમે વર્ષ 2025માં બજેટની અંદર એક પાવરફુલ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Realme કંપની પાસે તમારા માટે શાનદાર વિકલ્પો ઉપલબ્ધ છે. આકર્ષક ડિસ્પ્લે, હાઈ-સ્પીડ પ્રોસેસર અને સુપરફાસ્ટ ચાર્જિંગ સાથે આવતા આ ફોન કિંમત અને પરફોર્મન્સનું શ્રેષ્ઠ મિશ્રણ છે. અહીં અમે રૂ.35,000 થી ઓછી કિંમતના 5 શ્રેષ્ઠ Realme સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ.
1. Realme GT 7T (કિંમત: રૂ.34,999)
આ ફોનમાં 6.8-ઇંચની AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ મળે છે. તેમાં MediaTek Dimensity 8400 Max ચિપસેટ આપવામાં આવી છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની 7,000mAhની વિશાળ બેટરી અને 120W ફાસ્ટ ચાર્જિંગ છે. ફોટોગ્રાફી માટે 50MP + 8MP રિયર અને 32MP ફ્રન્ટ કેમેરા છે.
2. Realme 15 Pro (કિંમત: રૂ.31,999) (Best Smartphones Under 35000)
આ હેન્ડસેટ 6.8-ઇંચની OLED ડિસ્પ્લે અને 144Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં Snapdragon 7 Gen 4 પ્રોસેસર અને 7,000mAh બેટરી છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સેલ્ફી માટે આમાં 50MPનો શાનદાર ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
3. Realme 14 Pro Plus (કિંમત: રૂ.31,999) (Best Smartphones Under 35000)
Realme 14 Pro Plus માં 6.83-ઇંચની OLED ડિસ્પ્લે અને Snapdragon 7s Gen 3 પ્રોસેસર મળે છે. તેમાં 6,000mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ છે. કેમેરા સેટઅપમાં 50MP + 50MP + 8MP ટ્રિપલ રિયર કેમેરા સિસ્ટમ છે.
4. Realme 13 Pro Plus (કિંમત: રૂ.25,650)
ઓછા બજેટમાં પ્રીમિયમ ફીચર્સ માટે આ બેસ્ટ છે. તેમાં 6.7-ઇંચની AMOLED ડિસ્પ્લે, Snapdragon 7s Gen 2 ચિપસેટ અને 5,200mAh બેટરી છે. કેમેરામાં 50MP + 50MP + 8MP સેટઅપ મળે છે જે આ કિંમતે ખૂબ સારું છે.
5. Realme GT 6 (કિંમત: રૂ.32,999)
આ એક ફ્લેગશિપ લેવલનો ફોન છે જેમાં Snapdragon 8s Gen 3 પ્રોસેસર છે. તેમાં 6.78-ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે અને 5,500mAh બેટરી સાથે 120W ફાસ્ટ ચાર્જિંગ મળે છે. ગેમિંગ માટે આ ફોન સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : 2026 માં સ્માર્ટ ફોનને 'ટનાટન' બનાવવા આટલું ખાસ કરો, જાણી લો સ્ટેપ્સ


