Bharat NCAP Rating : આ કોમ્પેક્ટ SUV ને Crash Test માં ટોચનું રેટિંગ મળ્યું !
- Bharat NCAP Rating, ના પરિણામો સામે આવ્યા છે.
- હ્યુન્ડાઇ કંપનીની બે કારને ટોચનું રેટિંગ પ્રાપ્ત થયું છે
- કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ કંપનીને અભિનંદન પાઠવ્યા
Bharat NCAP Rating : Hyundai VENUE અને VENUE N Line બંને કંપનીની નવી, ખૂબ જ લોકપ્રિય અને સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ SUV (Comact SUV) છે. પરંતુ હવે કંપનીએ હ્યુન્ડાઇના આ વાહનમાં મોટી સફળતા મેળવી છે. Hyundai VENUE અને VENUE N Line ને 'ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ' (Bharat NCAP Rating) હેઠળ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ રેટિંગ પ્રાપ્ત કરવા માટે, Bharat NCAP Rating એ ઘણા ક્રેશ ટેસ્ટના માપદંડો પર શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના પછી હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાને આ મોટી સિદ્ધિ મળી છે.
Bharat NCAP Rating, કેન્દ્રિય મંત્રીએ અભિનંદન પાઠવ્યા
આ પ્રસંગે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ (Road Transport And High Way Minister - Nitin Gadkari) હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાને અભિનંદન આપ્યા છે. નીતિન ગડકરીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું કે, "પુખ્ત અને બાળવયના મુસાફરો બંને માટે 5-સ્ટાર ભારત NCAP સલામતી રેટિંગ પ્રાપ્ત કરવા બદલ તાજેતરમાં લોન્ચ થયેલી Hyundai VENUE અને VENUE N Line ને અભિનંદન. આ સિદ્ધિ ભારતીય માર્ગ પરિસ્થિતિઓ અને બદલાતી ગ્રાહક અપેક્ષાઓને અનુરૂપ વાહન સલામતી વધારવા માટે હ્યુન્ડાઇની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો ------------- Digital War: ડિજિટલ દુનિયામાં બ્લેકઆઉટનો ખતરો, ઈરાનના હુમલાથી ગૂગલ અને એપલના ડેટા સેન્ટર્સ પર સંકટ!
Bharat NCAP Rating, આટલા માનાંકો પર ખરી ઉતરી
Hyundai VENUE અને VENUE N Line 65 થી વધુ અદ્યતન સલામતી સુવિધાઓ સાથે આવે છે, જેમાં તમામ પ્રકારોમાં 33 માનક સલામતી સુવિધાઓનો સમાવેશ થાય છે.
સલામત ડ્રાઇવિંગનો અનુભવ
Hyundai VENUE અને VENUE N Line ને ખાસ કરીને સલામતી સાથે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં સુધારેલ માળખાકીય શક્તિ, અદ્યતન ડ્રાઇવર ટેકનોલોજી અને તમામ આવશ્યક સલામતી સુવિધાઓ છે, જે સલામત ડ્રાઇવિંગ અનુભવ સુનિશ્ચિત કરે છે. કોમ્પેક્ટ SUV ની બોડી 71 ટકા હોટ સ્ટેમ્પિંગ, અલ્ટ્રા-હાઇ સ્ટ્રેન્થ સ્ટીલ, અદ્યતન ઉચ્ચ શક્તિ સ્ટીલ અને ઉચ્ચ શક્તિ સ્ટીલથી મજબૂત બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે વાહને અસંખ્ય ક્રેશ પરીક્ષણો પાસ કર્યા છે.
આ સુવિધાઓ પણ ઉમેરાઇ
Hyundai VENUE અને VENUE N Line ની અન્ય સુવિધાઓમાં 4-ડિસ્ક બ્રેક્સ, 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ-સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ, ઓટો હોલ્ડ સાથે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, સરાઉન્ડ વ્યૂ મોનિટર, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોક્રોમિક મિરર, બધી સીટો માટે રિમાઇન્ડર સાથે 3-પોઇન્ટ સીટબેલ્ટ, રોલ ઓવર સેન્સર વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો ------------- Fake WhatsApp ના સેંકડો યુઝર્સના ડેટા લીક થતા ચકચાર, જાણો કોની ભૂલ !


