Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

BMW ચાહકો માટે મોટા સમાચાર! નવી F 450 GS ના લોન્ચિંગની તારીખ જાહેર, જાણો શું હશે ખાસિયત

BMW Motorrad તેની શક્તિશાળી એડવેન્ચર બાઇક F 450 GS ને 23 એપ્રિલ 2026 ના રોજ ભારતમાં લોન્ચ કરી શકે છે. 420cc પેરેલલ-ટ્વિન એન્જિન ધરાવતી આ બાઇક 48bhp પાવર જનરેટ કરશે. તેનું ઉત્પાદન ભારતમાં TVS દ્વારા કરવામાં આવશે, જે હિમાલયન 450 અને KTM 390 એડવેન્ચરને સીધી ટક્કર આપશે. પ્રીમિયમ ડિઝાઇન સાથે આ એક શ્રેષ્ઠ વિકલ્પ બનશે.
bmw ચાહકો માટે મોટા સમાચાર  નવી f 450 gs ના લોન્ચિંગની તારીખ જાહેર  જાણો શું હશે ખાસિયત
Advertisement
  • BMW F 450 GS : ભારતમાં લોન્ચ થશે નવી એડવેન્ચર બાઇક!
  • 23 એપ્રિલ 2026ના રોજ લોન્ચિંગ થવાની શક્યતા
  • BMW G 310 GS ની જગ્યા લેશે આ નવી શક્તિશાળી બાઇક
  • TVS ના હોસુર પ્લાન્ટમાં થશે 'મેડ ઇન ઇન્ડિયા' ઉત્પાદન
  • 420cc પેરેલલ-ટ્વિન એન્જિન સાથે આવશે દમદાર પાવર
  • હિમાલયન 450 અને KTM 390 સાથે થશે સીધો મુકાબલો

BMW F 450 GS : એડવેન્ચર બાઇક્સ (Adventure Bike) ના શોખીનો માટે વર્ષ 2026 એક મોટો ધડાકો લઈને આવી રહ્યું છે. લક્ઝરી બાઇક નિર્માતા કંપની BMW Motorrad એ તેની અત્યંત પ્રતિષ્ઠિત GS સિરીઝમાં નવી બાઇક F 450 GS (BMW F 450 GS) ના લોન્ચિંગના સંકેતો આપ્યા છે. સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ થતા જ બાઇક પ્રેમીઓમાં ઉત્તેજના જોવા મળી રહી છે. આ દમદાર બાઇક 23 એપ્રિલ 2026 ના રોજ ભારતીય રસ્તાઓ પર દસ્તક આપી શકે છે.

BMW F 450 GS  : ડિઝાઇન અને આધુનિક લુક

નવી BMW F 450 GS ની ડિઝાઇન તેની મોટી અને ફ્લેગશિપ બાઇક R 1300 GS થી પ્રેરિત છે. આ બાઇક મસ્ક્યુલર ટેન્ક અને એગ્રેસિવ ફ્રન્ટ લુક ધરાવે છે, જે તેને પ્રીમિયમ ADV ફિલ આપે છે. તે વર્તમાન G 310 GS (BMW G 310 GS) નું સ્થાન લેશે અને એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં કંપનીની નવી ઓળખ બનશે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by F450gs (@bmwf450gs)

Advertisement

એન્જિન અને પર્ફોર્મન્સ

પરફોર્મન્સની વાત કરીએ તો, તેમાં 420cc નું લિક્વિડ-કૂલ્ડ, પેરેલલ-ટ્વિન એન્જિન (Parallel-Twin Engine) આપવામાં આવ્યું છે. આ એન્જિન 8,750rpm પર 48bhp ની શક્તિશાળી પાવર અને 6,750rpm પર 43Nm નો ટોર્ક જનરેટ કરે છે. રાઇડિંગને વધુ સરળ બનાવવા માટે તેમાં 6-સ્પીડ ગિયરબોક્સ સાથે સ્લિપર ક્લચ અને બાય-ડાયરેક્શનલ ક્વિકશિફ્ટર (Quickshifter) જેવા આધુનિક ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે મળશે.

મેડ ઇન ઇન્ડિયા અને સ્પર્ધા

આ બાઇકની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનું ઉત્પાદન ભારતમાં TVS મોટર કંપની (TVS Motor Company) ના હોસુર પ્લાન્ટમાં કરવામાં આવશે. 'મેડ ઇન ઇન્ડિયા' હોવાના કારણે તેની કિંમત 5 લાખ રૂપિયાની આસપાસ રહેવાની ધારણા છે. ભારતીય બજારમાં લોન્ચ થયા પછી, તેનો સીધો મુકાબલો રોયલ એનફિલ્ડ હિમાલયન 450 (Royal Enfield Himalayan 450) અને KTM 390 એડવેન્ચર (KTM 390 Adventure) જેવી દિગ્ગજ બાઇક્સ સાથે થશે.

આ પણ વાંચો : હવે Google ની મદદથી ફ્રીમાં બનાવો પ્રોફેશનલ AI વીડિયો, જાણો કેવી રીતે કરશો ઉપયોગ?

Tags :
Advertisement

.

×