Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BSNL લાવ્યું મોટું અપડેટ: Wi-Fi પરથી થશે કોલિંગ, નેટવર્ક વગર પણ વાતચીત શક્ય

BSNL ટેલીકોમ સર્વિસ કંપનીએ લોકોને નવા વર્ષની ભેટ આપી છે. કંપનીએ ભારતભરમાં એક ખાસ સેવા શરૂ કરી છે. આ સેવાથી કોલ ડ્રોપની સમસ્યામાંથી મુક્તિ મળશે. શું છે આ સેવાનું નામ અને કેવી રીતે કામ કરશે. તે જાણવા માટે વાંચો આ અહેવાલ..
bsnl લાવ્યું મોટું અપડેટ  wi fi પરથી થશે કોલિંગ  નેટવર્ક વગર પણ વાતચીત શક્ય
Advertisement
  • BSNL ની નવા વર્ષની ભેટ
  • VoWiFi સેવા શરૂ, કોલ ડ્રોપની સમસ્યા ખતમ
  • ભારતભરમાં VoWiFi સેવા શરૂ
  • BSNL યુઝર્સને નવા વર્ષની મોટી ખુશખબર
  • સરકારી ટેલિકોમની મોટી પહેલ
  • BSNL VoWiFiથી હવે નિરાંતભર્યા કોલ્સ

BSNL એ નવા વર્ષ નિમિત્તે લોકો માટે એક ખાસ સેવા શરૂ કરી છે. આ સેવાથી લોકોને વારંવાર થતી કોલ ડ્રોપ (Call drop) ની સમસ્યામાંથી મુક્તિ મળશે. કંપનીના ધારકોને તેનેલાભ મળશે. સાથે જ તેઓ નેટવર્ક કનેક્ટિવિટી વિના પણ વોઇસ કોલિંગનો આનંદ માણી શકશે. BSNL એ સમગ્ર ભારતમાં કોલ ડ્રોપની સમસ્યા દૂર કરી છે. સરકારી ટેલિકોમ કંપની (Government telecom company) એ સત્તાવાર રીતે ‘VoWiFi’ એટલે કે, વોઈસ ઓવર વાઈ-ફાઈ સેવા શરૂ કરી છે. આ સેવા શરૂ થવાથી, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) નેટવર્ક સિવાયના વિસ્તારોમાં પણ કોલ કરવાની મંજૂરી અપાશે. વપરાશકર્તાઓ તેમના ફોનને Wi-Fi સાથે કનેક્ટ કરી શકશે. અને કોલિંગ સુવિધાનો ઉપયોગ કરી શકશે.

BSNL VoWiFi 01_GUJARAT_FIRST

Advertisement

કોલ ડ્રોપની સમસ્યાનો આવશે અંત

BSNL એ તેના સત્તાવાર X હેન્ડલ પર આ અંગે જાહેરાત કરી છે. કે સમગ્ર ભારતમાં વોઇસ ઓવર વાઇ-ફાઇ સેવા શરૂ કરવામાં આવી છે. જો ક્યાંય પણ સિગ્નલની સમસ્યા હોય, તો તમે VoWiFi દ્વારા તમારા પ્રિયજનો સાથે કનેક્ટ (Connect) થઈ શકો છો.

Advertisement

આ પણ વાંચો----Karnataka: કર્ણાટકમાં ગેરકાયદે રોક બ્લાસ્ટિંગ કરનાર તત્વોને છૂટો દૌર?, ગર્ભવતી માદા સહિત 4 દીપડાનો લેવાયો ભોગ

BSNL VoWiFi ના ફાયદા

BSNL ની VoWiFi સેવા કંપનીના એવા વપરાશકર્તાઓને (User) લાભ આપશે. જેઓ દૂરના વિસ્તારોમાં રહે છે. જ્યાં પણ BSNL ના મોબાઇલ નેટવર્ક (Network) ની ક્ષમતા ઓછી છે. અથવા નેટવર્ક નથી, ત્યાં વપરાશકર્તાઓ હોમ બ્રોડબેન્ડની મદદથી કોલિંગ સુવિધાનો લાભ લઈ શકશે. જ્યારે, શહેરી વિસ્તારોમાં, વપરાશકર્તાઓ ઓફિસ, બેઝમેન્ટ વગેરે જેવા નેટવર્ક વિનાના ઝોનમાં પણ કનેક્ટિવિટી મેળવે છે. જો કે, BSNL ની આ સેવા ફક્ત સપોર્ટેડ મોબાઇલ ઉપકરણો પર જ કામ કરશે. મોટાભાગની સ્માર્ટફોન (Smartphone) કંપનીઓ તેમના મિડ અને પ્રીમિયમ ફોનમાં VoWiFi સેવા પૂરી પાડે છે. પરંતુ કેટલાક બજેટ ફોનમાં VoWiFi કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી.

BSNL VoWiFi 02_GUJARAT_FIRST

કેવી રીતે લાભ મળશે?

કંપનીએ વપરાશકર્તાઓને જાણ કરી છે કે મોટાભાગના આધુનિક સ્માર્ટફોન પર VoWiFi સપોર્ટેડ છે. આ સેવાનો લાભ લેવા માટે, BSNL વપરાશકર્તાઓ તેમના ફોનની સેટિંગ્સમાં VoWiFi સક્રિય કરી શકે છે. જો વપરાશકર્તાઓને કોઈ સમસ્યા આવે છે, તો તેઓ કંપનીના હેલ્પલાઇન નંબર 18001503 પર કૉલ કરી શકે છે.

નોંધનીય છે કે, ભારત સંચાર નિગમ લિમિટેડે થોડા મહિના પહેલા જ સમગ્ર ભારતમાં તેની 4G સેવા શરૂ કરી છે. કંપનીએ આ માટે 92 હજારથી વધુ નવા 4G/5G મોબાઇલ ટાવર (Mobile tower) ઇન્સ્ટોલ કર્યા છે. આગામી દિવસોમાં 1 લાખ વધુ નવા 4G/5G ટાવર ઇન્સ્ટોલ કરવાનો કંપનીએ લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડનું 4G/5G નેટવર્ક સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે.

આ પણ વાંચો-----નવા વર્ષની ધમાકેદાર ઓફર: iPhone 16e પર રુ. 18,000 થી વધુનું ડિસ્કાઉન્ટ!, વાંચ વધુ

આ પણ વાંચો-----Bollywood New Year: નવા વર્ષની શરૂઆત સાથે સિનેમામાં દેશભક્તિની ગુંજ, અગસ્ત્ય નંદાની ડેબ્યૂ ફિલ્મ ‘ઈક્કીસ’ને શાનદાર પ્રતિસાદ

Tags :
Advertisement

.

×