20થી 23 મે દરમિયાન ખરીદો Realme P3 સિરીઝના સ્માર્ટ ફોન, થશે જબરદસ્ત ફાયદો
- 'સ્વાઈપ ઈનટુ સમર' કેમ્પેન અંતર્ગત P3 સિરીઝના સ્માર્ટફોન પર હેવી ડિસ્કાઉન્ટ
- Realme P3 Pro 5G હવે ફક્ત ₹19,999 માં આપશે
- Realme ની આ ડિસ્કાઉન્ટ ઓફર 20થી 23મી મે દરમિયાન રહેશે
Realme P3 : તા.20થી 23મી મે સુધી Realme 'સ્વાઈપ ઈનટુ સમર' કેમ્પેન અંતર્ગત P3 સિરીઝના સ્માર્ટફોન પર હેવી ડિસ્કાઉન્ટ આપશે. આ ડિસ્કાઉન્ટ P3 સિરીઝના P3 Ultra 5G, P3 5G અને P3x 5G સહિત દરેક સ્માર્ટફોન પર ઉપલબ્ધ રહેશે. કંપની હવે Realme P3 Pro 5G હવે ફક્ત ₹19,999 માં આપશે.
પહેલો ફોન જેમાં છે Snapdragon 6 Gen 4 પ્રોસેસર
Realme P3 Ultra 5G માં MediaTek Dimensity 8350 Ultra ચિપસેટ અને સેગમેન્ટનો સૌથી પાતળો ક્વાડ-કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે. તે હવે 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે માત્ર 23,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. Realme P3 5G એ ભારતનો પહેલો ફોન છે જેમાં Snapdragon 6 Gen 4 પ્રોસેસર છે. ડિસ્કાઉન્ટ ઓફરમાં, આ ફોનની કિંમત હવે 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 14,999 રૂપિયા થશે. તેવી જ રીતે, Realme P3x 5G આ શ્રેણીનું સૌથી સસ્તું મોડેલ છે, જેની કિંમત હવે ફક્ત 11,999 રૂપિયા હશે. આમાં પણ કુલ ₹ 2,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોનની અદભુત ડિઝાઈન, IP69 કવાલિટી અને સરળ યુઝર ઈન્ટરફેઝ સાથે આવે છે.
આ પણ વાંચોઃ Elon Musk ના કેકિયસ મેક્સિમસ અવતારની શું અસર થઈ ?
ઓનલાઈન અને ઓફલાઈન ઓફર
Realme એ 'સ્વાઈપ ઈનટુ સમર' કેમ્પેન અંતર્ગત P3 સિરીઝના સ્માર્ટફોન પર હેવી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ ઓફરનો લાભ 20 મે થી 23 મે સુધી Flipkart, realme.com અને દેશભરના ઓફલાઈન સ્ટોર્સ પર મળશે. આ ઓફરને કારણે Realme P3 Pro 5G હવે ફક્ત ₹19,999 માં ખરીદી શકાશે. તેમાં સ્નેપડ્રેગન 7s Gen 3 પ્રોસેસર અને ભારતની પહેલી ગ્લો-ઈન-ધ-ડાર્ક ડિઝાઈન છે. આ ફોન હવે 4,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે અને તમે તેને 6 મહિનાના નો-કોસ્ટ EMI પર પણ ખરીદી શકો છો.
આ પણ વાંચોઃ Summer Vacation માં બાળકોની સ્માર્ટનેસ વધારતી કેટલીક Smart Apps