Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Car Heater Safety Tips: ઠંડીમાં કારનું હીટર બની શકે છે 'સાયલન્ટ કિલર', જાણો કેવી રીતે?

કકડતી ઠંડીમાં કારની અંદર મળતી હૂંફ ક્યારેક કાયમી ઊંઘમાં ફેરવાઈ શકે છે. નૈનીતાલના પાર્કિંગમાં બનેલી એક કમનસીબ ઘટનાએ હીટર અને બંધ કેબિનના ખતરા સામે લાલબત્તી ધરી છે. માત્ર એક નાનકડી સ્વિચ અને વેટિલેશનનો અભાવ કેવી રીતે જીવલેણ સાબિત થાય છે? શું તમારી ગાડીમાં પણ આ 'મોડ' ચાલુ છે? સલામત રહેવા માટે આ મહત્વપૂર્ણ સાવચેતીઓ વિશે જાણવું અત્યંત અનિવાર્ય છે.
car heater safety tips  ઠંડીમાં કારનું હીટર બની શકે છે  સાયલન્ટ કિલર   જાણો કેવી રીતે
Advertisement
  • સાવધાન! કારમાં હીટર ચલાવીને સૂવું જીવલેણ સાબિત થયું
  • નૈનીતાલમાં કારમાં ગરમી માટે હીટર ચાલુ રાખ્યુ અને મોત
  • બંધ કેબિનમાં ઓક્સિજન ઘટતા ગૂંગળામણના કારણે સર્જાયો અકસ્માત
  • હીટર સાથે 'એર રીસર્ક્યુલેશન' મોડ રાખવો હોઈ શકે છે અત્યંત જોખમી
  • કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી ગેસથી બચવા બારી ખોલવી અનિવાર્ય

Car Heater Safety Tips : શિયાળાની કકડતી ઠંડીમાં કારનું હીટર રાહત આપે છે, પરંતુ શું તમે જાણો છો કે આ જ હીટર તમારી જીવ લેવા માટે પૂરતું છે? તાજેતરમાં ઉત્તરાખંડના નૈનીતાલમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. નોઈડાથી આવેલા એક ડ્રાઈવરે ઠંડીથી બચવા કારમાં હીટર ચાલુ રાખીને સૂવાનું નક્કી કર્યું, પરંતુ બંધ કેબિનમાં ઓક્સિજન ઘટતા અને ઝેરી ગેસ વધતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ હવે કારમાં હીટર વાપરવાની રીત અને તેની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Car Heater Safety

Advertisement

ઝેરી ગેસ અને ઓક્સિજનની અછત

જ્યારે કારનું એન્જિન ચાલુ હોય અને હીટર લાંબા સમય સુધી ચાલે, ત્યારે કારના કેબિનમાં ઓક્સિજનનું સ્તર ઘટવા લાગે છે. જો કારમાં કોઈ લીકેજ હોય તો કાર્બન મોનોક્સાઇડ જેવા જીવલેણ ગેસ અંદર જમા થાય છે. આ ગેસ રંગહીન અને ગંધહીન હોવાથી વ્યક્તિને ખબર પણ નથી પડતી અને તે બેભાન થઈ જાય છે, જે મૃત્યુનું કારણ બની શકે છે.

Advertisement

Car Heater Safety Tips : એર રીસર્ક્યુલેશન મોડનો ભય

મોટાભાગના લોકો હીટર ચલાવતી વખતે 'એર રીસર્ક્યુલેશન' મોડ ચાલુ રાખે છે. આ મોડ બહારની તાજી હવાને અંદર આવતી અટકાવે છે અને અંદરની હવાને જ વારંવાર ફેરવે છે. ઠંડીમાં આ મોડ લાંબો સમય ચાલુ રાખવાથી કેબિનમાં હવા પ્રદૂષિત અને હાનિકારક બની જાય છે, જે શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરે છે.

Air Recirculation Mode

Car Heater Safety Tips : હીટર વાપરતી વખતે આ સાવધાની જરૂરી

નિષ્ણાતોના મતે, ગાડી સ્ટાર્ટ કર્યા પછી એન્જિનને 1 મિનિટ ગરમ થવા દો અને ત્યારબાદ જ હીટર ચાલુ કરો. તાપમાન 20 થી 22 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રાખવું જોઈએ. ક્યારેય પણ લાંબા સમય સુધી કેબિનને સંપૂર્ણ પેક ન રાખો. દર 10-15 મિનિટે એકાદ મિનિટ માટે કારની બારી થોડી ખોલો જેથી તાજી હવા અંદર આવી શકે.

આરોગ્ય પર થતી અસરો

વધારે પડતી ગરમીથી માત્ર ગૂંગળામણ જ નહીં, પણ ત્વચા અને આંખોમાં ડ્રાયનેસ (સૂકાપણું) પણ આવી શકે છે. હીટરના સતત ઉપયોગથી માથાનો દુખાવો કે ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે. તેથી, હંમેશા વેટિલેશનનું ધ્યાન રાખવું અને સમયાંતરે પાણી પીતા રહેવું સલાહભર્યું છે.

આ પણ વાંચો : જુદા-જુદા નથી હોતા ફિંગરપ્રિન્ટ્સ, AI એ જુની માન્યતા તોડી હવે બદલાશે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની રીત?

Tags :
Advertisement

.

×