Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Government Notice to Meta: ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ કન્ટેન્ટ મામલે કેન્દ્ર સરકાર એક્શનમાં, મેટાને ફટકારી નોટિસ

Government Notice to Meta: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીરસવામાં આવતા આપત્તિજનક કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર બાળકો સંબંધિત અશ્લીલ સામગ્રી અને ન્યૂડિટી ફેલાવતી જાહેરાતો સામે આવતા સરકારે મોટી કાર્યવાહી કરી છે. આ ગંભીર બેદરકારી બદલ આઈટી મંત્રાલયે ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાને કારણ દર્શક નોટિસ મોકલીને ખુલાસો માંગ્યો છે. આ નોટિસથી સોશિયલ મીડિયા કંપનીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
government notice to meta  ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ કન્ટેન્ટ મામલે કેન્દ્ર સરકાર એક્શનમાં  મેટાને ફટકારી નોટિસ
Advertisement

Government Notice to Meta: સોશિયલ મીડિયા પર અશ્લીલ જાહેરાતોનો મોટો વિવાદ
છેલ્લા કેટલાક સમયથી ઇન્સ્ટાગ્રામ પર બાળકો સાથે જોડાયેલું અશ્લીલ કન્ટેન્ટ અને આપત્તિજનક જાહેરાતો ખૂબ જ વાયરલ થઈ રહી હતી. આ પ્રકારની સામગ્રી યુઝર્સની સુરક્ષા માટે મોટો ખતરો ઉભો કરે છે. આ ગંભીર બાબત કેન્દ્ર સરકારના ધ્યાને આવતા જ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. સરકારે આ મામલે મેટા કંપની પાસે જવાબ માંગ્યો છે કે આવા કન્ટેન્ટને રોકવામાં પ્લેટફોર્મ કેમ નિષ્ફળ રહ્યું.

Tags :
Advertisement

.

×