ChatGpt down : વિશ્વભરમાં ChatGPT ડાઉન, લોગિન અને Ghibli બનાવવામાં મુશ્કેલી
- વિશ્વભરમાં ChatGPT ડાઉન
- લોગિન અને Ghibli બનાવવામાં મુશ્કેલી
- એક ટકા લોકોને લોગ ઇન કરવામાં મુશ્કેલી પડી
ChatGpt down : OpenAI નું લોકપ્રિય એઆઈ ચેટબોટ, ChatGPTમાં મંગળવારે વિશેષરૂપે કરીને આઉટેજ જોવા મળ્યો. જેના લીધે વિશ્વભરના અનેક યુઝર્સને અસર થઈ હતી. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર ભારતમાં બપોરે 2:45 વાગ્યા પછી ચેટજીપીટીમાં વધુ મુશ્કેલી આવવા લાગી હતી. 500 થી વધુ યુઝર્સે પ્લેટફોર્મ ઍક્સેસ કરવામાં સમસ્યાઓની જાણ કરી.ભારતમાં 82 ટકા ફરિયાદો સીધી રીતે ChatGPTની મુખ્ય કાર્યક્ષમતા સાથે સંબંધિત હતી, જ્યારે 14 ટકા યુઝર્સે મોબાઇલ એપ્લિકેશન સાથે સમસ્યાઓની જાણ કરી હતી, અને ચાર ટકા યુઝર્સે API એકીકરણમાં સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો.
એક ટકા લોકોને લોગ ઇન કરવામાં મુશ્કેલી પડી
આ આઉટેજ ફક્ત ભારત પૂરતું મર્યાદિત નથી. યુનાઇટેડ સ્ટેટ્સમાં, 900 થી વધુ વપરાશકર્તાઓએ બપોરે 2:49 વાગ્યા પછી સમાન સમસ્યાઓની જાણ કરી હતી. મોટાભાગના અસરગ્રસ્ત વપરાશકર્તાઓ 93 ટકાને ChatGPT નો ઉપયોગ કરવામાં સમસ્યા હતી, જ્યારે છ ટકા લોકોને એપ્લિકેશન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, અને એક ટકા લોકોને લોગ ઇન કરવામાં મુશ્કેલી પડી રહી હતી.OpenAI ના સ્ટેટસ પેજે ચાલુ આઉટેજને સ્વિકારતા પુષ્ટી કરી કે કંપની હાલમાં ChatGPT, તેના API અને Sora સહિત અનેક સર્વિસમાં મુશ્કેલી અનુભવી રહી છે.
STORY | ChatGPT faces global outage; India, US most affected
READ: https://t.co/k5lzc6d7tL pic.twitter.com/SPb7yT9Vh8
— Press Trust of India (@PTI_News) June 10, 2025
વપરાશકર્તાઓને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે
કેટલાક યુઝર્સને અમારી સર્વિસમાં (API, ChatGPT અને Sora) માં ત્રુટિ આવી રહી છે. અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીએ. OpenAI એ હજુ સુધી સમસ્યાના ઉકેલ માટે ટાઈમ લીમિટ જાહેર કરી નથી. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ટેક જાયન્ટે હજુ સુધી આઉટેજના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.આ ઉપરાંત, ઘણા વપરાશકર્તાઓને ઇમેજ જનરેશનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચેટજીપીટી વારંવાર એક જ સંદેશ મોકલી રહ્યું છે કે તમારું નેટવર્ક ધીમું છે અથવા તમે નેટવર્ક વિસ્તારમાં નથી. ડાઉનડિટેક્ટર પર વપરાશકર્તાઓ દ્વારા આવી ઘણી ફરિયાદો નોંધાઈ છે.
આ પણ વાંચો -YouTube : એડ બ્લોકરનો ઉપયોગ કરો છો તો ચેતી જજો!
કયા દેશોમાં ChatGPT આઉટેજ થયું?
- ભારતની સાથે, યુઝર્સે અમેરિકા, યુરોપ અને જાપાન જેવા દેશોમાં સૌથી વધુ સમસ્યાઓની જાણ કરી.
- ChatGPT ની વેબસાઇટ એક્સેસ કરતી વખતે ગેટવે એરર ઘણી વખત આવી રહી છે.
- કેટલાક યુઝર્સ બ્લેન્ક સ્ક્રીન અથવા ટાઈમઆઉટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ChatGPT નો જવાબ?
હાલમાં, ChatGPT તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. પરંતુ પ્લેટફોર્મ આ સમસ્યાને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તમે બધા ફરીથી ChatGPT નો ઉપયોગ કરી શકશો. તમે ChatGPT પર તમારા અડધાથી વધુ કામ સરળતાથી કરી શકો છો. આના પર, તમે અભ્યાસથી લઈને ઓફિસના કામ સુધી બધું મિનિટોમાં કરી શકો છો.