Fact Check : છઠ પૂજા પર લકી ડ્રોના નામે ભરમાવતી લિંક વાયરલ, સત્ય જાણી લો
ભારતીય ટપાલ વિભાગ લકી ડ્રો દ્વારા રૂ. 20,000 ની સબસિડી આપી રહ્યું છે. આ લિંક વોટ્સએપ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. અને લોકો એકબીજાને ફાયદો કરાવવાના આશયથી તેનો વ્યાપક પ્રમાણમાં ફેલાવો કરી રહ્યા છે. જો કે, આ લિંક પાછળનું સત્ય લોકોની માન્યતાથી તદ્દન વિપરીત છે.
Advertisement
- છઠ પૂજાના બહાને ગઠિયાઓ મેદાને આવ્યા
- લકી ડ્રોના નામે ફેક લિંક વોટ્સએપ પર વાયરલ કરી
- PIBFACTCHECK દ્વારા હકીકત તપાસવામાં આવી
Fact Check : દરરોજ, કોઈને કોઈ વિડીયો કે ફોટો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Content) થાય છે. આમાં મોટા ભાગના સાહિત્યને સત્ય સાથે કોઈ સંબંધ હોતો નથી, અથવા તો, ખોટા અથવા ભ્રામક દાવાઓ (Fake Claim) સાથે પોસ્ટ્સ અને વીડિયો વાયરલ કરવામાં આવે છે. એ જ રીતે, તાજેતરમાં વાયરલ થયેલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (Fake WhatsApp Link) પર એક નકલી લિંક દાવો કરી રહી છે કે, ભારતીય ટપાલ વિભાગ (Indian Postal Department Luck Draw - Fake News) લકી ડ્રો દ્વારા રૂ 20,000 ની સબસિડી આપી રહ્યું છે. જ્યારે PIBFACTCHECK દ્વારા હકીકત તપાસવામાં આવી ત્યારે તે લિંક સંપૂર્ણપણે નકલી બહાર આવ્યું છે.

