ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TECHNOLOGY : TikTok ની પેરેન્ટ કંપનીનું AI મોડલ માર્કેટમાં ધૂમ મચાવવા તૈયાર

TECHNOLOGY : Omihuman-1 ની ઝલક ઇન્ટરનેટ પર સામે આવી છે. જે માત્ર ફોટા પરથી ગણતરીના સમયમાં DeepFake વીડિયોને તૈયાર કરી આપશે
12:55 PM Feb 09, 2025 IST | PARTH PANDYA
TECHNOLOGY : Omihuman-1 ની ઝલક ઇન્ટરનેટ પર સામે આવી છે. જે માત્ર ફોટા પરથી ગણતરીના સમયમાં DeepFake વીડિયોને તૈયાર કરી આપશે

TECHNOLOGY : હાલ દેશમાં ચાઇનીઝ એપ્લીકેશન DeepSeek ભારે ડિમાન્ડમાં છે. અમેરિકાની ChatGPT ને તે ભારે ટક્કર આપી રહી છે. તેવામા જાણીતી TikTok ની પેરેન્ટ કંપની ByteDance દુનિયામાં ધૂમ મચાવવા ફરી તૈયાર છે. કંપનીએ તાજેતરમાં AI મોડલ Omihuman-1 તૈયાર કર્યું છે. જે ફોટોમાંથી વીડિયો બનાવી આપશે. આ એપ્લીકેશન એટલી ચોક્સાઇપૂર્વક વીડિયો તૈયાર કરી આપે છે, કે તે ફોટો પરથી બનાવવામાં આવ્યો હોવાની ઓળખ કરવું મુશ્કેલ બની જાય છે. આ મોડલ DeepFake ઇન્ડસ્ટ્રીમાં કમાલ કરી આપશે, તેવું તજજ્ઞોનું માનવું છે.

જેની ઝલક ઇન્ટરનેટ પર સામે આવી

ચાઇનીઝ કંપની ByteDance નું TikTok દુનિયાભરમાં છવાયું છે. હાલમાં ભારત સહિતના કેટલાક દેશોમાં વિવિધકારણોસર તેને બ્લોક કરી દેવામાં આવ્યું છે. તો અન્ય દેશોમાં તેને બ્લોક કરવાનો વિષય વિચારણા હેઠળ છે. દરમિયાન TikTok ની પેરેન્ટ કંપની ByteDance દુનિયામાં ધૂમ મચાવવા ફરી તૈયાર છે. કંપનીએ તાજેતરમાં AI મોડલ Omihuman-1 તૈયાર કર્યું છે, જેની ઝલક ઇન્ટરનેટ પર સામે આવી છે. આ મોડલ માત્ર ફોટા પરથી ગણતરીના સમયમાં DeepFake વીડિયોને તૈયાર કરી આપશે.

એપ્લીકેશનના કારણે ફેક ન્યુઝ જલ્દી બનાવીને ગુમરાહ કરવું સરળ બનીશ

માત્ર તસ્વીર પરથી જ તમે ઇચ્છો તેવો વીડિયો બનાવી શકાશે. આ શોધને યુઝર્સ ક્રાંતિકારી તરીકે ખપાવી રહ્યા છે. જ્યારે તજજ્ઞો તે અંગેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ એપ્લીકેશનના કારણે ફેક ન્યુઝ જલ્દી બનાવીને ગુમરાહ કરવું સરળ બની શકે છે. સાયબર માફિયાઓ આ ટુલનો ઉપયોગ કરીને કોઇને પણ ઝાંસામાં લઇ શકે છે, ત્યારે આવા ટુલ્સના ઉપયોગ અંગે યોગ્ય સરકારી ગાઇડલાઇન બનવી જોઇએ. અને આ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ, તેવો તજજ્ઞોનો મત છે.

આ પણ વાંચો --- Technology : સિમ વગર પણ મોબાઈલથી કોલિંગ શક્ય બનશે, સેટેલાઇટ નેટવર્ક પ્લાન છે શાનદાર

Tags :
AIByteDanceChineseCompanyDEEPFAKEdisruptGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsMarketNEWOmihuman-1Productto
Next Article