હવામાં ઉડતી કાર ના માર્કેટમાં મોટો બદલાવ લાવશે Xpeng, જાણો શું કરી જાહેરાત
- Flying Car Xpeng કંપનીની મોટી અને મહત્વકાંક્ષી જાહેરાત સામે આવી
- વર્ષ 2027 સુધીમાં કંપની હવામાં ઉડતી કારના ક્ષેત્રમાં દબદબો વધારશે
- ભવિષ્યના વિસ્તરણ માટે કંપનીઓ ભાગીદારીના વિકલ્પો પણ ખુલ્લા રાખ્યા
Flying Car Xpeng : ચાઇનીઝ ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની Xpeng એ (Chinese Electric Car Menufactor Company) ભવિષ્ય માટે મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી છે. કંપનીએ આવતા વર્ષે તેની ઉડતી કારનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરવાની આશા વ્યક્ત કરી છે. કંપની 2026 ના ચોથા ક્વાર્ટરમાં હ્યુમનોઇડ રોબોટ્સનું ઉત્પાદન પણ શરૂ કરવાની યોજના ધરાવે છે. કંપનીનું કહેવું છે કે, તેનો હેતુ નવી ટેકનોલોજી દ્વારા પરિવહન અને રોજિંદા સેવાઓમાં પરિવર્તન લાવવાનો છે.
Flying Car Xpeng, ભાગીદારીના વિકલ્પો ખુલ્લા
કંપનીએ જર્મન ઓટોમેકર ફોક્સવેગન સાથે તેની ભાગીદારીનો (Vox wagon Partnership) વિસ્તાર કરવાનો સંકેત આપ્યો છે. બંને કંપનીઓએ તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનનું ઉત્પાદન શરૂ કર્યું છે. Xpeng માને છે કે, તેઓ ભવિષ્યમાં ઘણા ક્ષેત્રોમાં સહયોગ કરી શકે છે. કંપનીએ નવી ટેકનોલોજીના વિકાસને વેગ આપવા અને બજારમાં મજબૂત પગપેસારો કરવા માટે અન્ય ઓટોમેકર્સ સાથે ભાગીદારી કરવા માટેના વિકલ્પો પણ ખુલ્લા રાખ્યા છે.
JUST IN:
🇨🇳 Chinese electric vehicle maker Xpeng says it expects to begin large-scale production of flying cars next year in 2027. pic.twitter.com/8D3QicgPQp
— Current Report (@Currentreport1) April 23, 2026
આ પણ વાંચો -------------- અંતરિક્ષમાં કામ કરવું વધુ ઝડપી બનશે, ISS એ લીધો સૌથી મોટો નિર્ણય
Flying Car Xpeng, શરૂઆતમાં ઓછી જવાબદારી સોંપાશે
Xpeng આ વર્ષે ચીનના ગુઆંગઝુમાં રોબોટેક્સી પરીક્ષણ શરૂ કરવાની યોજના ધરાવે છે. કંપનીનું કહેવું છે કે, તે આગામી 12 થી 18 મહિનામાં સેંકડોથી હજારો રોબોટેક્સી કારનું ઉત્પાદન કરી શકે છે. હ્યુમનોઇડ રોબોટ્સનો ઉપયોગ શરૂઆતમાં આવકાર અને ગ્રાહક સેવા જેવા કાર્યો માટે કરવામાં આવશે. ભવિષ્યમાં, તેમનો ઉપયોગ વધુ ક્ષેત્રોમાં વિસ્તરી શકે છે.
વૈશ્વિક સ્તરે કંપનીની હાજરી
Xpeng આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેની હાજરી ઝડપથી વધારી રહ્યું છે. કંપની હાલમાં ચીનની બહાર આશરે 60 દેશોમાં કાર્યરત છે. ગયા વર્ષે, તેના કુલ વેચાણના આશરે 10 ટકા અને તેની આવકનો 15 ટકા વિદેશમાંથી આવ્યો હતો. કંપની આગામી વર્ષોમાં ચીનની બહારથી તેની આવકના અડધાથી વધુ ભાગને એકત્ર કરવાનો લક્ષ્ય રાખે છે, જેનાથી તેના વૈશ્વિક વિસ્તરણને વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો -------------- Tesla Model Y L ભારતમાં લોન્ચ, એક વખતનું ચાર્જિંગ લાંબી રાહત આપશે


