Chinese robot: ચીની રોબોટિક્સ (Robotics) કંપની નોટિક્સે હોબ્સ ડબલ્યુ1 (Hobbs W1) નામનો નવો હ્યુમનોઇડ રોબોટ (Humanoid robot) બનાવ્યો છે. આ રોબોટ ખાસ કરીને સેવા હેતુ માટે બનાવવામાં આવ્યો છે. રોબોટની ખાસિયત એ છે તેને મહિલાના રૂપમાં રજૂ કરવામાં આવ્યો છે. આ રોબોટને જોઈને કોઈ પણ ઓળખી ના શકે તેવી સુંદરતા આપવામાં આવી છે. તેથી જ તેને મહિલા રોબોટ કહેવામાં આવે છે. (Notice) કંપનીનું કહેવું છે કે, આ રોબોટ વાસ્તવિક દુનિયામાં કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે લોકો સાથે વાત કરી શકે છે. લાગણીઓ સમજી શકે છે. અને સરળતાથી હરીફરી શકે છે. હોબ્સ ડબલ્યુ1 નો ઉપયોગ રિસેપ્શનિસ્ટ (Receptionist) તરીકે થઈ શકે છે. તે મહેમાનોનું સ્વાગત કરશે અને તેમને રસ્તો બતાવશે.
Chinese robot: રોબોટની બાહરી બનાવટ બિલકુલ મનુષ્ય જેવી
હોબ્સ W1 ના હાથમાં 6 ડિગ્રી સ્વતંત્રતા છે. જેનો અર્થ એ છે કે આ હાથ ખૂબ જ ફ્લેક્સિબલ (Flexible) છે. અને બધી દિશામાં ફરી શકે શકે છે. તેના હાથમાં પાંચ ડિગ્રી સુધી મુવ (Move) કરી શકે છે. આનાથી આ રોબોટ હાવભાવ દર્શાવી કરી શકે છે. વસ્તુઓ પકડી શકે છે. અને નાના કાર્યો કરી શકે છે. સામાન્ય રીતે મોટાભાગના રોબોટ્સ માત્ર વાતો કરતા હોય છે. પરંતુ આ રોબોટ કામ પણ કરી શકે છે. તેનો ચહેરો બાયોનિકલી ડિઝાઇન (Bionicly designed) કરવામાં આવ્યો છે. વાસ્તવિક ત્વચા સાથે એક મોટી સ્ક્રીન (Screen) પણ છે. જે તેની લાગણીઓ દર્શાવે છે. આ રોબોટ હોટલ, દુકાનો, શાળાઓ અથવા ઓફિસોમાં સારી રીતે કામ કરી શકે છે.
![Chinese robot 01_GUJARAT_FIRST]()
હ્યુમનોઇડ રોબોટ (Humanoid robot) કેવા કામો કરી શકશે?
આ રોબોટ સંપૂર્ણપણે સ્વચલિત (Automatic) છે. તે રૂમનો નકશો બનાવી શકે છે. મુશ્કેલ જગ્યાઓ સરળતાથી શોધી શકે છે. કોઈ પણ મદદ વગર તે જાતે કામ કરી શકે છે. રિસેપ્શનિસ્ટ તરીકે મહેમાનોનું સ્વાગત કાર્યક્રમ સંભાળી શકે છે. લોકોને માર્ગદર્શન આપી શકે છે. અને દૈનિક કાર્યોમાં મદદ કરી શકે છે. તે ચાલતી વખતે પણ લોકો સાથે વાતચીત કરી શકે છે. કંપનીનો દાવો છે કે આ રોબોટ માણસોનું સ્થાન લેશે નહીં. પરંતુ તેમને મદદ કરશે. તે સતત પુનરાવર્તિત કાર્યો કરી શકે છે. જેનાથી માણસો વધુ મુશ્કેલ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
![Chinese robot 02_GUJARAT_FIRST]()
કંપનીના બીજા રોબોટનું નામ છે બૂમી
ઓક્ટોબરમાં નોએટિક્સે બૂમી નામના એક અન્ય રોબોટનું લોન્ચ કર્યું હતું. તેનો દેખાવ થોડો બાળકો જેવો છે. તેની કિંમત ઘણી ઓછી હોવાનું કહેવાય છે. અગાઉ, હ્યુમનૉઇડ રોબોટ્સની કિંમત લાખો રૂપિયા હતી. પરંતુ બૂમીની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. કંપનીને તાજેતરમાં આશરે $41 મિલિયનનું ભંડોળ મળ્યું હતું. જેનાથી તેમણે આ રોબોટનું નિર્માણ કર્યું છે. કંપનીએ બૂમીના ઘણા પાર્ટ્સ (Parts) ઉત્પાદન ઘરમાં જ કર્યું છે. જેમ કે કંટ્રોલ બોર્ડ (Control board) અને મોટર ડ્રાઇવર્સ. આનાથી બહારથી મોંઘા પાર્ટ્સ ખરીદવાની જરૂરિયાત નથી પડી. બીજું, રોબોટ વજનમાં પણ હલકો હતો. તેનું વજન માત્ર 12 કિલો હતું. જેમાં ફક્ત આવશ્યક ક્ષેત્રોમાં સંયુક્ત સામગ્રી અને ધાતુનો ઉપયોગ થતો હતો. ત્રીજું, બધા ભાગો ચીનમાંથી મેળવવામાં આવ્યા હતા. જેનાથી ખર્ચ ઓછો થયો. નોએટિક્સ હવે દરેક ઘરમાં હ્યુમનૉઇડ રોબોટ્સ લાવવાનું લક્ષ્ય ધરાવે છે.
આ પણ વાંચો- Mobile Tower નું રેડિયેશન આ રીતે સરળતાથી તપાસો, જાણો કામની વાત..!
આ પણ વાંચો- PM Modi Global Summit: પીએમ મોદી બીજા WHO ગ્લોબલ સમિટને કરશે સંબોધિત, ટ્રેડિશનલ મેડિસિન ડિસ્કવરી સ્પેસની લેશે મુલાકાત