Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Claude AI US Military: શું AI હવે યુદ્ધ જીતાડશે? ઈરાન સ્ટ્રાઈકમાં ક્લોડ AI ના વપરાશથી ખળભળાટ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં હવે એક એવા ખેલાડીની એન્ટ્રી થઈ છે જે દેખાતો નથી પણ સૌથી શક્તિશાળી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક મોટા નિર્ણય વચ્ચે પેન્ટાગોને ગુપ્ત રીતે એક ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુશ્મનોના ટાર્ગેટ નક્કી કર્યા. આ ઘટનાએ ટેક જગત અને સૈન્ય શક્તિ વચ્ચેના સંબંધોને એક એવા વળાંક પર લાવી દીધા છે જ્યાં જીત અને ભૂલ વચ્ચેનો તફાવત માત્ર એક કોડિંગ છે.
claude ai us military  શું ai હવે યુદ્ધ જીતાડશે  ઈરાન સ્ટ્રાઈકમાં ક્લોડ ai ના વપરાશથી ખળભળાટ
Advertisement
  • ઈરાન હુમલામાં અમેરિકાએ AI નો ખેલ પાડ્યો! (Claude AI US Military)
  • ઈરાન પરની એરસ્ટ્રાઈકમાં Claude AI નો થયો ગુપ્ત ઉપયોગ
  • ટ્રમ્પના પ્રતિબંધ વચ્ચે પેન્ટાગોને એન્થ્રોપિકની મદદ લીધી
  • મિસાઈલ છોડવા નહીં પણ ડેટા એનાલિસિસ માટે વપરાયું AI
  • સેટેલાઇટ ઈમેજ અને ફૂટેજ મિનિટોમાં સ્કેન કરી ટાર્ગેટ નક્કી કરાયા

Claude AI US Military : અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા તાજેતરના હુમલાઓ બાદ અત્યારે વોશિંગ્ટનમાં યુદ્ધ કરતાં વધુ ચર્ચા એક ટેકનોલોજીની થઈ રહી છે, અને તે છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI). આ વિવાદના કેન્દ્રમાં છે એન્થ્રોપિક (Anthropic) કંપનીનું શક્તિશાળી AI ટૂલ 'ક્લોડ' (Claude AI).

US Military

Advertisement

એક તરફ પ્રતિબંધ, બીજી તરફ ઉપયોગ

રિપોર્ટ્સ અનુસાર, જે દિવસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) તમામ ફેડરલ એજન્સીઓને એન્થ્રોપિકની ટેકનોલોજીનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો, તે જ દિવસે અમેરિકી સેનાએ ઈરાન પરના હુમલામાં આ જ AI મોડલની મદદ લીધી હતી. પેન્ટાગોન (Pentagon) અને એન્થ્રોપિક વચ્ચે લાંબા સમયથી વ્યૂહાત્મક ભાગીદારી ચાલી રહી હતી, પરંતુ હવે આ સોદો તૂટી ગયો છે અને અમેરિકાએ સેમ ઓલ્ટમેનની કંપની OpenAI સાથે નવો કરાર કર્યો છે.

Advertisement

યુદ્ધમાં Claude AI ની શું ભૂમિકા હતી?

Claude AI કોઈ સામાન્ય ચેટબોટ નથી; તે ડેટાના વિશાળ જથ્થાનું વિશ્લેષણ કરવામાં સક્ષમ એક અત્યાધુનિક લેંગ્વેજ મોડલ છે. ઈરાન પરની એરસ્ટ્રાઈક દરમિયાન તેનો ઉપયોગ સીધા હુમલા માટે નહીં, પણ હુમલા પૂર્વેની તૈયારીઓ માટે કરવામાં આવ્યો હતો. સેના પાસે ઉપલબ્ધ સેટેલાઇટ ઈમેજ (Satellite Images), ડ્રોન ફૂટેજ અને ગુપ્ત રિપોર્ટ્સનું વિશ્લેષણ કરીને ક્લોડે મિનિટોમાં જણાવ્યું કે કયા લક્ષ્યો સૌથી વધુ મહત્વના છે. તે સૈન્ય અધિકારીઓને જોખમનું મૂલ્યાંકન કરવામાં અને ઓપરેશનની અસરની આગાહી કરવામાં મદદ કરે છે. જોકે અંતિમ નિર્ણય માનવીય અધિકારીઓ જ લે છે, પરંતુ AI તેની ઝડપ અને ચોકસાઈ અનેકગણી વધારી દે છે.

Iran vs US-Israel Conflict

નૈતિકતા વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા 

પેન્ટાગોન અને એન્થ્રોપિક વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ નૈતિક સીમાઓ હતી. એન્થ્રોપિકે સ્પષ્ટ કર્યું હતું કે તેની ટેકનોલોજીનો ઉપયોગ સ્વાયત્ત હથિયારો (Autonomous Weapons) બનાવવામાં કે સામૂહિક દેખરેખમાં ન થવો જોઈએ. આ મર્યાદાઓને કારણે ટ્રમ્પ પ્રશાસને તેને રિપ્લેસ કરવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે.

AIએ જગાવી ચર્ચા

આ ઘટનાએ અમેરિકામાં એક મોટી ચર્ચા જગાવી છે: શું રાષ્ટ્રીય સુરક્ષા માટે ટેકનોલોજીની નૈતિક મર્યાદાઓને બાજુ પર મૂકી શકાય? AI હવે માત્ર મનોરંજન કે કામ માટે નહીં, પણ યુદ્ધના મેદાનનો અનિવાર્ય ભાગ બની ગયું છે. પરંતુ સવાલ એ છે કે, જો AI ના વિશ્લેષણમાં ભૂલ થાય અને કોઈ નિર્દોષનો જીવ જાય, તો તેની જવાબદારી કોની ગણાશે?

આ પણ વાંચો : ઇઝરાયેલમાં ભારતનો દબદબો: રોયલ એનફિલ્ડની બાઇકે PM Modi અને Netanyahu નું ધ્યાન ખેંચ્યું

Tags :
Advertisement

.

×