ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Covid-19 : કોરોના વકરી રહ્યો છે ત્યારે જ આરોગ્ય સેતુ અને કોવિન જેવી સરકારી એપ ઠપ થઈ ગઈ

માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોના વકરી રહ્યો છે. આ સંજોગોમાં આરોગ્ય સેતુ (Arogya Setu) અને કોવિન (Covin) જેવી સરકારી એપ ઠપ થઈ ગઈ છે. આ સ્થિતિમાં કોરોના વિષયક લેટેસ્ટ ઈન્ફો કેવી રીતે મળવશો, જાણો વિગતવાર.
06:34 PM May 27, 2025 IST | Hardik Prajapati
માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોના વકરી રહ્યો છે. આ સંજોગોમાં આરોગ્ય સેતુ (Arogya Setu) અને કોવિન (Covin) જેવી સરકારી એપ ઠપ થઈ ગઈ છે. આ સ્થિતિમાં કોરોના વિષયક લેટેસ્ટ ઈન્ફો કેવી રીતે મળવશો, જાણો વિગતવાર.
Arogya Setu gujarat first

Covid-19 : કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સંજોગોમાં સરકારની મહત્વની એપ આરોગ્ય સેતુ અને કોવિન ઠપ થઈ ગઈ છે. આ સરકારી એપ યોગ્ય રીતે કામ કરી રહી નથી. આ એપના લોગિનમાં ગરબડ અને OTP ન મળવા જેવી સમસ્યાઓ યુઝર્સને થઈ રહી છે. આ સંજોગોમાં કોરોના સંદર્ભે લેટેસ્ટ ઈન્ફોર્મેશન કઈ રીતે મેળવી શકશો તે અમે આપને જણાવીશું.

2 મહત્વની સરકારી એપ ઠપ

3 વર્ષ પહેલાં કોવિડ- 19 (Covid-19) એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભય ફેલાવ્યો હતો. તે સમયે દેશના નાગરિકોની સુવિધા માટે Arogya Setu અને Covin જેવી મહત્વપૂર્ણ એપ્સ ભારત સરકારે રજૂ કરી હતી. આ એપ્સ દ્વારા લોકો કોવિડના ફેલાવા વિશે લેટેસ્ટ ઈન્ફો મેળવતા હતા. તેમાં રસીકરણ સંબંધિત વિગતો પણ જાણવા મળતી હતી. આ એપ્સ પરથી કોવિડ રસીકરણ પ્રમાણપત્રો પણ ડાઉનલોડ કરી શકાય છે. હવે જ્યારે કોવિડ ફરી એકવાર દેશમાં ફેલાઈ રહ્યો છે ત્યારે નાગરિકો આરોગ્ય સેતુ અને કોવિનનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે યુઝર્સને આ એપમાં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ  AI ટેક્નોલોજીથી હવે મિનિટોમાં થશે સ્વાસ્થ્ય તપાસ!

એપમાં કેવી આવી રહી છે સમસ્યા ?

આરોગ્ય સેતુ એપ રિલીઝ થઈ ત્યારે માત્ર 40 દિવસમાં 10 કરોડ લોકોએ તેને ઈન્સ્ટોલ કરી હતી. આજે આ એપમાં લોગઈન સમસ્યા જોવા મળી રહી છે. CoWIN એપ ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી હતી. આ એપની મદદથી, લોકોને કોવિડ-19 રસીકરણ સ્લોટ વિશે માહિતી મળે છે. રસીકરણ પ્રમાણપત્ર પણ અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. આજે મંગળવારે આ એપ પરથી OTP મેળવવામાં સમસ્યા આવી રહી છે. જેથી એપ પર આગળ સર્ફિંગ કરી શકાતું નથી. કોવિનની વેબસાઈટ પર પણ OTP ન મળવાની સમસ્યા જોવા મળી રહી છે.

કઈ રીતે મેળવવી લેટેસ્ટ ઈન્ફો ?

અત્યારે કોરોના વકરી રહ્યો છે આ સંજોગોમાં સરકાર તરફથી મળતી માહિતી, કોઈ નવી સૂચનાઓ કે તકેદારીઓ વિશે નાગરિકો સરકારી એપ પર આધાર રાખી રહ્યા છે. જો કે કોરોના સંદર્ભની 2 મહત્વની એપ આરોગ્ય સેતુ અને કોવિન અત્યારે ઠપ થઈ ગઈ છે. આ સંજોગોમાં લેટેસ્ટ ઈન્ફો કઈ રીતે મેળવવી ? આ પ્રશ્નનો જવાબ છે આ લિંક https://covid19dashboard.mohfw.gov.in/indexhindi.html. આ લિંક આપને જે વેબસાઈટ પર લઈ જાય છે તે યોગ્ય રીતે અપડેટ થયેલ છે અને યોગ્ય રીતે કાર્ય પણ કરી રહી છે. જેમાં રાજ્યવાર ડેટા પણ દર્શાવવામાં આવી રહ્યો છે. COVID19 ડેશબોર્ડ આરોગ્ય મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ  PM Modi એ લોકાર્પિત કરેલા 9000 HP લોકોમોટિવ એન્જિન D-9ની ખાસિયતો વિશે જાણો વિગતવાર

Tags :
Arogya SetuCoronaCovid-19covid19dashboard.comCovinGujarat FirstGUJARAT FIRST NEWSimportant government appsIndiaWHOworld
Next Article