Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

mParivahan એપની નકલી APK લિંક વાયરલ, સાયબર એક્સપર્ટે ચેતવ્યા

અત્યાર સુધી "આરટીઓ ચલણ ડોટ એપીકે" ફાઈલ નો ઉપયોગ સાયબર ગઠીયાઓ દ્વારા કરવામાં આવતો હતો, પરંતુ હવે નવા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં લિંકના માધ્યમથી એપીકે ફાઈલ મોકલવામાં આવી રહી છે, આવી જ એક વાયરલ લિંકનું ફેક્ટ ચેક સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા કરવામાં આવ્યું છે.
mparivahan એપની નકલી apk લિંક વાયરલ  સાયબર એક્સપર્ટે ચેતવ્યા
Advertisement
  • સાયબર ગઠિયાઓ હવે નવા નવા કિમિયાઓ અજમાવીને લોકોને ઠગી રહ્યા છે
  • આરટીઓ ની જાણીતી એપની APK ફાઇલ મોકલીને લોકોને ઠગવામાં આવી રહ્યા છે
  • વડોદરાના સાયબર એક્સપર્ટ દ્વારા વાયરલ લિંકની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી
  • ગઠિયાઓ દ્વારા વાયરલ કરવામાં આવેલી લિંક બનાવટી અને જોખમી હોવાનું સામે આવ્યું

Cyber Expert Alerted Against mParivahan APKk File : આજના ડિજિટલ યુગમાં, સરકારી સેવાઓને સરળ બનાવવા માટે મોબાઇલ એપ્લિકેશન્સનો વ્યાપક ઉપયોગ થાય છે. ભારત સરકારની આરટીઓ (રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) સંબંધિત સેવાઓ માટે mParivahan એપ્લિકેશન ખૂબ જ લોકપ્રિય છે, જે વાહનની વિગતો, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ચલાન જેવી માહિતી પ્રદાન કરે છે. પરંતુ તાજેતરમાં, એક લિંક – https://mparivahandownloads.live/Apk – સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સમાં વાયરલ થઈ રહી છે, લિંક સાથે આવતા મેસેજમાં માહિતી આપવામાં આવી રહી છે કે," રેડલાઇટ જમ્પ કરવા બદલ તમારે એક હજાર રૂપિયાનો દંડ ભરવાનો છે, અને તે માટે mParivahan એપ્લિકેશન ની APK ફાઇલ લિંક ના માધ્યમથી ડાઉનલોડ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

Advertisement

ડેટા અને રૂપિયા પર નિયંત્રણનો પ્રયાસ

અત્યાર સુધી "આરટીઓ ચલણ ડોટ એપીકે" ફાઈલ નો ઉપયોગ સાયબર ગઠીયાઓ દ્વારા કરવામાં આવતો હતો, પરંતુ હવે નવા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં લિંકના માધ્યમથી એપીકે ફાઈલ મોકલવામાં આવી રહી છે, આવી જ એક વાયરલ લિંકનું ફેક્ટ ચેક સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા કરતાં જાણવા મળ્યું કે આ લિંક સંપૂર્ણપણે નકલી અને જોખમી છે, જે સાઇબર અપરાધીઓ દ્વારા મોબાઇલના ડેટા અને રૂપિયા પર નિયંત્રણ મેળવવા માટે વાયરલ કરવામાં આવી છે.

Advertisement

ફેક્ટ ચેક રિપોર્ટ : આ લિંક વાસ્તવિક છે કે નહીં ?

તે એક વેબસાઇટ છે, જે mParivahan એપ્લિકેશનનું APK વર્ઝન ડાઉનલોડ કરવાની ઓફર કરે છે. પરંતુ આ વેબસાઇટનું ડોમેઇન ".live" છે, જે સરકારી વેબસાઇટ્સમાં ક્યારેય વપરાતું નથી. ભારત સરકારની અધિકૃત mParivahan એપ્લિકેશનનું ડાઉનલોડ ફક્ત Google Play Store અથવા Apple App Store પરથી થાય છે, જેનું પેકેજ નામ "com.nic.mparivahan" છે. અધિકૃત વેબસાઇટ parivahan.gov.in અથવા mparivahan.parivahan.gov.in છે, જ્યાંથી કોઈ પણ APK ડાઇરેક્ટ ડાઉનલોડ કરવાની સુવિધા હોતી નથી. આ લિંકમાં સૂચવેલ વેબસાઇટ હાલમાં ડાઉન છે ( તેનો સ્ટેટસ કોડ 503 છે), પણ સાઇબર ગઠિયાઓ અલગ અલગ જાગૃત રહેવું એ અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો ---------  Mobile Health Alert: મોબાઈલ ફોનથી કેન્સરનું જોખમ, માથા પાસે રાખીને સૂતા લોકો થઈ જાઓ સતર્ક

કેમ આ લિંક જોખમી છે ?

આ લિંક એક મલ્ટી-સ્ટેજ માલવેર કેમ્પેઇનનો ભાગ છે, જે અસલી એપ્લિકેશનની નકલ કરીને વપરાશકર્તાઓને છેતરે છે. તેમાં કોઈ સરકારી પ્રમાણપત્ર અથવા વેરિફિકેશન નથી, અને તેને ડાઉનલોડ કરવાથી વપરાશકર્તાના ફોનમાં માલવેર (વાયરસ) ઇન્સ્ટોલ થાય છે, અને જે માલવેર નો ઉદ્દેશ્ય,

1) ડેટા ચોરી : આ માલવેર વપરાશકર્તાના ફોનમાંથી બેંકિંગ વિગતો, પાસવર્ડ્સ, ફોટા અને સંપર્કોને ચોરી કરે છે. તે ફોનના SMS, કોલ્સ અને કેમેરાને પણ એક્સેસ કરી શકે છે, જેનાથી બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

2) મોબાઈલ ફોન હાઇજેક : ઇન્સ્ટોલ થયા પછી, આ એપ્લિકેશન વપરાશકર્તાના ફોનને હાઇજેક કરી લે છે, જેમાં વધુ માલવેર ડાઉનલોડ કરી શકે છે અથવા રિમોટ કંટ્રોલ એક્સેસ મેળવી શકે છે.,આનાથી ફોનની સુરક્ષા તોડીને અન્ય અપરાધીય પ્રવૃત્તિઓમાં વપરાશ થઈ શકે છે.

સુરક્ષિત રહેવા માટેની સલાહ

1) અધિકૃત સ્ત્રોતથી ડાઉનલોડ કરો : mParivahan એપ્લિકેશનને ફક્ત Google Play Store અથવા Apple App Store પરથી ડાઉનલોડ કરો. ક્યારેય અજાણી વેબસાઇટ્સ અથવા લિંક્સથી APK ફાઇલ્સ ડાઉનલોડ ન કરો.

2) લિંક્સને વેરિફાય કરો : કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલા તેનું ડોમેઇન એટલે કે વેબસાઈટનું નામ ચેક કરો. સરકારી સાઇટ્સમાં તે હંમેશા માટે ".gov.in" હોય છે.

3) એન્ટીવાયરસ વાપરો : તમારા ફોનમાં વિશ્વસનીય એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો , સોફ્ટવેર ને સતત અપડેટ રાખો અને રેગ્યુલર સ્કેન કરો.

4) સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવો : જો તમે આવા લિંકથી પ્રભાવિત થયા હો, તો તરત જ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર જાણ કરો અને તમારા ફોનને ફેક્ટરી રિસેટ કરો તેમજ તમામ એકાઉન્ટ માટેના પાસવર્ડ બદલો.

આ પણ વાંચો ---------  House on the Moon: ચંદ્રની સપાટી પર શરૂં થશે હોટલ, એક રાતનું ભાડું જાણીને ઉડી જશે ઊંઘ!

Tags :
Advertisement

.

×