Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

દિલ્હીમાં Electric Vehicles ખરીદનારાઓની લોટરી! રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફીમાં 100% મુક્તિની જાહેરાત

દિલ્હીના રસ્તાઓ પર ટૂંક સમયમાં મોટો બદલાવ જોવા મળવાનો છે. સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે એવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે જે પેટ્રોલ પ્રેમીઓની ઊંઘ હરામ કરી શકે છે. પરંતુ શું નવી સબસિડી અને કરોડોની રાહત લોકોને ઇલેક્ટ્રિક વાહનો તરફ આકર્ષવામાં સફળ રહેશે? 2028ની ડેડલાઇન પહેલા આ પોલિસીમાં કયા છુપા ફાયદા છે, તે જાણ્યા વગર નવી ગાડી ખરીદવી ભારે પડી શકે છે.
દિલ્હીમાં electric vehicles ખરીદનારાઓની લોટરી  રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફીમાં 100  મુક્તિની જાહેરાત
Advertisement
  • દિલ્હીમાં પેટ્રોલ ગાડીઓ પર વાગશે પ્રતિબંધના મૃદંગ!  (Delhi EV Policy 2026 )
  • સરકારે 'EV પોલિસી 2026-2030' નો નવો ડ્રાફ્ટ કર્યો જાહેર
  • 1 એપ્રિલ 2028 થી નવા પેટ્રોલ ટુ-વ્હીલરના રજીસ્ટ્રેશન પર બ્રેક
  • નવી ઇલેક્ટ્રિક કાર ખરીદનારાને રોડ ટેક્સ અને ફીમાં 100% છૂટ
  • જૂની ગાડી સ્ક્રેપમાં આપી નવી EV લેવા પર મળશે વધારાનું બોનસ
  • ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર ₹30,000 સુધીની સબસિડીનો મળશે લાભ

Delhi EV Policy 2026  : દિલ્હી સરકારે પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવા માટે 'દિલ્હી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2026-2030' (Delhi EV Policy 2026-30) નો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે, જેને EV પોલિસી 2.0 તરીકે પણ ઓળખવામાં આવે છે. પરિવહન વિભાગના EV સેલે 11 એપ્રિલના રોજ આ નવો ડ્રાફ્ટ જાહેર કર્યો છે અને આગામી 30 દિવસમાં જનતા પાસેથી સૂચનો માંગ્યા છે.

Delhi EV Policy 2026  :પેટ્રોલ ગાડીઓ માટે કડક ડેડલાઇન

આ પોલિસીમાં પેટ્રોલ વાહનોને તબક્કાવાર બંધ કરવા માટે સખત સમયસીમા (Timeline) નક્કી કરવામાં આવી છે. નિયમ મુજબ, 1 એપ્રિલ 2028 થી દિલ્હીમાં નવા પેટ્રોલ ટુ-વ્હીલર (Petrol Two-Wheeler) નું રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, 1 જાન્યુઆરી 2027 થી ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર (Electric Three-Wheeler) ખરીદવું ફરજિયાત બનશે. કોમર્શિયલ ઓપરેટર્સ માટે પણ 1 જાન્યુઆરી 2026 થી નવા પેટ્રોલ-ડીઝલ ટુ-વ્હીલર અને હળવા માલવાહક વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

ગ્રાહકોને મળશે મોટી રાહત

સરકાર ઈચ્છે છે કે લોકો ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) તરફ વળે, તેથી સબસિડીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે ₹2.25 લાખ સુધીનું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદો છો, તો બેટરીની ક્ષમતા મુજબ પ્રતિ kWh ₹10,000 ની છૂટ મળશે, જે મહત્તમ ₹30,000 સુધી હોઈ શકે છે. જોકે, આ સબસિડી (Subsidy) દર વર્ષે ઘટતી જશે. ઈલેક્ટ્રિક કાર ખરીદનારાઓને ₹30 લાખ સુધીની કાર પર રોડ ટેક્સ (Road Tax) અને રજીસ્ટ્રેશન ફીમાં 100% છૂટ મળશે.

સ્ક્રેપેજ બોનસ અને અન્ય ફાયદા

જો કોઈ ગ્રાહક પોતાની જૂની BS-VI કે તેથી જૂની ગાડી સ્ક્રેપ (Scrap) માં આપીને નવી EV ખરીદે છે, તો તેને અલગથી બોનસ મળશે. ટુ-વ્હીલર પર ₹10,000, થ્રી-વ્હીલર પર ₹25,000 અને કોમર્શિયલ ટ્રક પર ₹50,000 સુધીનું વધારાનું પ્રોત્સાહન મળશે. આ તમામ રકમ PM E-DRIVE યોજના હેઠળ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે. હાઇબ્રિડ કાર (Hybrid Cars) માટે ટેક્સમાં 50% ની છૂટની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Chakshu Portal પર શંકાસ્પદ ફોન નંબર નોંધાવો, તંત્ર તુરંત કરશે કાર્યવાહી

Tags :
Advertisement

.

×