ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું તમે જાણો છો એવા યુટયુબરને જેણે માત્ર 1 વર્ષમાં કમાવ્યા 732 કરોડ રુપિયા ???

અત્યારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો જમાનો છે. તેમાંય પાછા યુટયુબર હોવાનો તો એક અલગ જ દરજ્જો છે. જો આપ સફળ યુટયુબર હોવ તો આપની લોકપ્રિયતા સાતમા આસમાને પહોંચી જાય છે. અહીં લોકપ્રિયતાની સાથે સાથે અઢળક નાણાં પણ મળે છે. આજે જાણી લો એક એવા યુટયુબર વિશે જેણે માત્ર 1 વર્ષમાં યુટયુબથી કમાવ્યા 732 કરોડ રુપિયા.
11:48 AM Apr 12, 2025 IST | Hardik Prajapati
અત્યારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો જમાનો છે. તેમાંય પાછા યુટયુબર હોવાનો તો એક અલગ જ દરજ્જો છે. જો આપ સફળ યુટયુબર હોવ તો આપની લોકપ્રિયતા સાતમા આસમાને પહોંચી જાય છે. અહીં લોકપ્રિયતાની સાથે સાથે અઢળક નાણાં પણ મળે છે. આજે જાણી લો એક એવા યુટયુબર વિશે જેણે માત્ર 1 વર્ષમાં યુટયુબથી કમાવ્યા 732 કરોડ રુપિયા.
Mr. Beast YouTube income, Gujarat First,

 

New York: આપે YouTube પરથી કમાણી કરવાના ઘણા ઉદાહરણો સાંભળ્યા હશે. આ ઉપરાંત યુટયુબરની લાઈફસ્ટાઈલ વિશે પણ અવારનવાર સાંભળવા મળે છે કે યુટયુબર મોંઘી ગાડીઓમાં ફરે છે, મોટું ઘર બનાવ્યું છે, વર્લ્ડટૂર કરે છે વગેરે વગેરે. આજે અમે આપને જણાવીશું મિસ્ટર બીસ્ટ નામના યુટયુબર વિશે. આ યુટયુબર લાર્જરધેન લાઈફ જીવે છે અને તેની કમાણી સાંભળીને આપ ચોંકી જશો.

અધધધધ સબ્સ્ક્રાઈબર્સ

મિસ્ટર બીસ્ટ યુટયુબના કારણે આખી દુનિયામાં લોકપ્રિય છે. તેણે ઓનલાઈન એટલા બધા પૈસા કમાવ્યા છે કે તેની પાસે કેટલાક મોટા હોલીવુડ સ્ટાર્સ કરતાં પણ વધુ પૈસા છે. યુટ્યૂબ પર તેના સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા પણ બધી મર્યાદાઓ વટાવી ગઈ છે. યુટયુબ પર મિસ્ટર બીસ્ટના સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 384 મિલિયન એટલે કે લગભગ 38.5 કરોડ છે.

દર મહિને કેટલા વીડિયો અપલોડ કરે છે ?

મિસ્ટર બીસ્ટ અન્ય યુટ્યુબર્સની જેમ દરરોજ વીડિયોઝ અપલોડ કરતો નથી. દર મહિને તે માત્ર 1 થી 3 વીડિયોઝ અપલોડ કરે છે. તેના વીડિયોને સરેરાશ 10 કરોડથી વધુ વ્યૂ મળે છે. ચાહકો તેના વીડિયોની રાહ જૂએ છે. 2 અઠવાડિયા પહેલા તેણે પોતાનો લેટેસ્ટ વીડિયો અપલોડ કર્યો હતો, જેને 88 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચોઃ  Ghibli ટ્રેન્ડના જોખમ અંગે શું કહે છે Quick Heal અને McAfeeના experts? પ્લીઝ બી કેરફુલ....

વાયરલ અને ટ્રેન્ડિંગ ઉપરાંત એડવેન્ચરિયસ વીડિયો

મિસ્ટર બીસ્ટના વીડિયોમાં વાયરલ અને ટ્રેન્ડિંગ વિષયોનો સમાવેશ થતો હોય છે. મિસ્ટર બીસ્ટના ઘણા વીડિયો એડવેન્ચરિયસ પણ હોય છે. ગુફામાં રહેવું હોય કે ઈજિપ્તના પિરામિડમાં સમય વિતાવવો હોય, મિસ્ટર બીસ્ટ સંપૂર્ણપણે અલગ વીડિયો સાથે યુઝર્સની સામે આવે છે અને ધૂમ મચાવે છે. આ જ કારણ છે કે તેના વીડિયો લાંબા સમય સુધી યુટ્યુબ પર રહે છે. લોકો વીડિયો જૂએ છે, જેનાથી મિસ્ટર બીસ્ટને સારી રકમ કમાવવામાં મદદ મળે છે. તે યુઝર્સની કોમેન્ટથી પ્રેરિત થઈને પણ નવા વીડિયોનો વિષય શોધે છે.

ફોર્બ્સ અને સેલિબ્રિટી નેટ વર્થના અહેવાલો

મિસ્ટર બીસ્ટની કમાણી અંગે ફોર્બ્સ અને સેલિબ્રિટી નેટ વર્થના અહેવાલો દર્શાવે છે કે તેમણે ઓનલાઈન કામ કરીને ઘણી સંપત્તિ બનાવી છે. યુટ્યુબથી કમાણી કરવા ઉપરાંત તે અનેક બ્રાન્ડ્સ સાથે પણ કામ કરે છે. જેનાથી તેને સીધી આવક થાય છે. રિપોર્ટ અનુસાર જૂન 2023 થી જૂન 2024 સુધીમાં, તેમણે લગભગ 85 મિલિયન ડોલર એટલે કે લગભગ 372 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમની કુલ સંપત્તિ 1 અબજ ડોલર એટલે કે 8,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે યુટ્યુબ ઉપરાંત તે બીજા ઘણા વ્યવસાય સાથે પણ સંકળાયેલ છે.

શા માટે અત્યારે હાઈલાઈટમાં છે ?

મિસ્ટર બીસ્ટનું નામ તાજેતરમાં હાઈલાઈટમાં આવ્યું હતું કારણ કે, તેણે અમેરિકામાં ટિકટોકનો વ્યવસાય ખરીદવામાં પણ રસ દાખવ્યો હતો. ઉલ્લેખનીય છે કે TikTokને અમેરિકામાં પોતાનો વ્યવસાય વેચવો પડ્યો હતો, પરંતુ કોઈ અંતિમ નિર્ણય ન લેવાને કારણે, TikTokના વેચાણને 75 દિવસનો સમય લંબાવવામાં આવ્યો છે. જો મિસ્ટર બીસ્ટને ટિકટોકના યુએસ બિઝનેસમાં હિસ્સો મળે છે. તો તે તેમના માટે એક મોટી સિદ્ધિ હશે. જો કે તે સંપૂર્ણપણે ચીનના વલણ પર નિર્ભર રહેશે કે તે ટિકટોકના યુએસ વ્યવસાયને વેચે છે કે નહીં. યાદ રાખો કે TikTokની મધર કંપની Bytedance છે.

આ પણ વાંચોઃ  WhatsApp લાવી રહ્યું છે મોટું અપડેટ! Android યુઝર્સને મળશે નવી પ્રાઈવસી ફીચર્સ, હવે કોલિંગ પર વધુ કંટ્રોલ

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSHighest paid YouTuber 2024How much does Mr. Beast earnMr. Beast adventure videosMr. Beast brand partnershipsMr. Beast business venturesMr. Beast earnings 2024Mr. Beast net worthMr. Beast Rs 732 crore incomeMr. Beast TikTok dealMr. Beast video viewsMr. Beast viral videosMr. Beast YouTube incomeMr. Beast YouTube subscribersRichest YouTuber in the worldYouTube millionaire storiesYouTuber lifestyle 2024YouTubers with highest net worthYouTubers with most subscribers
Next Article