શું તમે Virat Kohli ના Favourite Gadget વિશે જાણો છો ?
- Virat Kohli નું Favourite Gadget WHOOP 4.0 ફિટનેસ ટ્રેકર
- WHOOP 4.0 ફિટનેસ ટ્રેકરની અંદર ખૂબ જ અદ્યતન સેન્સર લગાવેલા હોય છે
- Whoop 4.0 નું અપગ્રેડ વર્ઝન હૂપ 5.0 એમજી તાજેતરમાં લોન્ચ કરાયું
Virat Kohli : આજે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિરાટ હવે ફક્ત ODI ફોર્મેટમાં જ રમશે. 100 થી વધુ ટેસ્ટ મેચ રમનાર કોહલીએ કેપ્ટન તરીકે સૌથી વધુ સદી અને સૌથી વધુ બેવડી સદી ફટકારી છે. જો કે આ સિદ્ધિ મેળવવામાં કોહલીને એક ખાસ ગેજેટે ઘણી મદદ કરી છે. આ ગેજેટ કોહલીનું ફેવરિટ ગેજેટ પણ છે. અમે વાત કરી રહ્યા છીએ WHOOP 4.0 ફિટનેસ ટ્રેકર વિશે.
WHOOP 4.0 ફિટનેસ ટ્રેકર
વિરાટ કોહલીનું મનપસંદ ગેજેટ WHOOP ફિટનેસ ટ્રેકર એક અનોખું હેલ્થ બેન્ડ ગેજેટ છે. આ ગેજેટ તમારી ઊંઘ, હૃદયના ધબકારા, તણાવ વેગેરેને ખૂબ જ સચોટતાથી ટ્રેક કરે છે. કોઈપણ સામાન્ય ટ્રેકર કે સ્માર્ટવોચ પણ આ કામ કરતી હોય છે તો પછી WHOOP 4.0 ફિટનેસ ટ્રેકર અલગ કઈ રીતે છે. હૂપ એક સાદા પટ્ટા જેવું છે અને તેમાં ડિસ્પ્લે નથી. આ કારણે જે તેનો ઉપયોગ કરે છે તે પોતાના કામમાંથી ડિસ્ટર્બ થતો નથી. ભલે તે સરળ હોય પણ તેની અંદર ખૂબ જ અદ્યતન સેન્સર લગાવેલા હોય છે. આવા સારા સેન્સર સામાન્ય ફિટનેસ ટ્રેકર કે સ્માર્ટવોચમાં જોવા મળતા નથી. સારા સેન્સરની મદદથી, તે રમતગમત અથવા આરામ સંબંધિત જે પણ ડેટા એકત્રિત કરે છે તે એકદમ સચોટ હોય છે.
આ પણ વાંચોઃ India-Pakistan War : ભારત સરકારે ઓનલાઈન વોકી-ટોકીના વેચાણ પર લાદ્યો પ્રતિબંધ
24x7 નિરીક્ષણ
WHOOP તમારી વિવિધ પ્રવૃત્તિઓનું 24x7 નિરીક્ષણ કરે છે અને તમને જણાવે છે કે તમારે આરામ કરવો જોઈએ કે કસરત કરવી જોઈએ. વિરાટ કોહલી જેવા ખેલાડીઓ તેને એટલા માટે પહેરે છે કે તેઓ વ્યાવસાયિક સ્તરે તેમની ફિટનેસનું નિરીક્ષણ કરી શકે અને વધુ સારું પ્રદર્શન કરી શકે. વિરાટના સ્તરના ખેલાડીઓ માટે, તેમની ફિટનેસ અને સ્વાસ્થ્ય સંબંધિત ડેટા ખૂબ મહત્વ ધરાવે છે. આગામી મેચોની રણનીતિમાં તેની ફિટનેસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે Virat Kohli ટીમ ઈન્ડિયાના સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક રહ્યો છે.
હૂપ 5.0 એમજી
Whoop 4.0 નું અપગ્રેડ વર્ઝન તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેને હૂપ 5.0 એમજી નામ આપવામાં આવ્યું છે. આ નવા મોડેલના સેન્સર્સને અપગ્રેડ કરવામાં આવ્યા છે અને બેટરી લાઈફમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. વધુમાં, તેમાં મેડિકલ ગ્રેડ લેવલ ECG અને BP રીડિંગની સુવિધા ઉમેરવામાં આવી છે. કંપનીએ આ નવા મોડેલ માટે 14 દિવસની બેટરી લાઈફનો દાવો કર્યો છે. હૂપ 5.0 તેના પાછલા વર્ઝન કરતા 7% નાનું છે. આ કારણે તે વિરાટ અને તેના સ્તરના ખેલાડીઓ માટે વધુ ઉપયોગી બને છે.
આ પણ વાંચોઃ India-Pakistan War : ભારત પાસે સાચે જ છે શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર-S400