ઉનાળાની ગરમીને મ્હાત આપવા Dyson લાવ્યું પાવરફુલ પોર્ટેબલ ફેન, જાણો શું છે તેની ખાસિયત
બ્રિટિશ કંપની ડાયસને (Dyson) ઉનાળા માટે નવો પોર્ટેબલ ફેન 'HushJet Mini Cool' લોન્ચ કર્યો છે. આ નાનકડો પંખો 65,000 RPMની મોટર સાથે 25 મીટર પ્રતિ સેકન્ડની એરફ્લો સ્પીડ આપે છે. તેને હાથમાં પકડી શકાય અથવા ગળામાં પણ પહેરી શકાય છે. એકવાર ચાર્જ કરવા પર 6 કલાકનું બેકઅપ આપતા આ પ્રીમિયમ ગેજેટની અંદાજિત કિંમત ₹10,000 હોઈ શકે છે.
Advertisement
- Dyson HushJet Mini Cool : ગરમીથી મળશે રાહત
- બ્રિટિશ કંપની ડાયસને રજૂ કર્યો HushJet Mini Cool
- નાનકડો પંખો આપશે 25 મીટર પ્રતિ સેકન્ડની એરફ્લો સ્પીડ
- 65,000 RPM ની પાવરફુલ મોટરથી લેસ છે આ ગેજેટ
- એકવાર ચાર્જ કરવા પર 6 કલાક સુધી ચાલશે બેટરી
- ₹10,000ની આસપાસ હોઈ શકે છે ભારતમાં કિંમત
Dyson HushJet Mini Cool : ઉનાળો દસ્તક આપી રહ્યો છે અને તેની સાથે જ ટેક કંપનીઓ નવા-નવા કુલિંગ ગેજેટ્સ લોન્ચ કરી રહી છે. આ જ ક્રમમાં બ્રિટિશ કંપની Dyson એ તેનો નવો પોર્ટેબલ ફેન ( HushJet Mini Cool રજૂ કર્યો છે. કંપની તેને એક નાનું પરંતુ અત્યંત પાવરફુલ કુલિંગ ડિવાઇસ ગણાવી રહી છે.

