ક્યાંક તમારા ઈયરબડ્સ તમને બહેરા તો નથી કરી રહ્યા? અપનાવો આ 60:60 નિયમ!
- ઈયરબડ્સનો વધુ પડતો ઉપયોગ લાવશે બહેરાશ: સાવધાન! (Earbuds Safety 60:60 Rule)
- તેજ અવાજમાં સતત ગીતો સાંભળવાથી 'ટિનિટસ'નું ગંભીર જોખમ
- કાનને સુરક્ષિત રાખવા એક્સપર્ટે આપ્યો '60:60 નિયમ'
- મહત્તમ 60% વોલ્યુમ અને 60 મિનિટથી વધુ ઉપયોગ ટાળવા સલાહ
- કાનમાં સીટી વાગવી કે દુખાવો થવો એ હોઈ શકે છે ખતરાની ઘંટડી
Earbuds Safety 60:60 Rule : આજના ડિજિટલ યુગમાં ઈયરબડ્સ (Earbuds), ઈયરફોન અને હેડફોન આપણી જીવનશૈલીનો અનિવાર્ય ભાગ બની ગયા છે. ઓફિસનું કામ હોય, મ્યુઝિક સાંભળવું હોય કે ગેમિંગ, લોકો કલાકો સુધી આ ગેજેટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત ધીમે ધીમે તમારી સાંભળવાની ક્ષમતા (Hearing Capacity) ને કાયમી નુકસાન પહોંચાડી શકે છે? જો તમે પણ લાંબા સમય સુધી અને તેજ અવાજે ઈયરબડ્સ વાપરો છો, તો '60:60 નિયમ' તમારા માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે.
Earbuds Safety 60:60 Rule : વધુ પડતા ઉપયોગથી વધતું જોખમ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સતત કલાકો સુધી ઈયરફોન કાનમાં ભરાવી રાખવાથી કાનમાં ઈન્ફેક્શન (Ear Infection) નું જોખમ વધી જાય છે. ઘણા લોકોને કાનમાં સતત સીટી કે ઘંટડી વાગતી હોય તેવો અહેસાસ થાય છે, જેને તબીબી ભાષામાં 'ટિનિટસ' (Tinnitus) કહેવામાં આવે છે. આ સમસ્યા મુખ્યત્વે લાંબા સમય સુધી તેજ અવાજમાં ઓડિયો સાંભળવાને કારણે ઉભી થાય છે. જો સમયસર કાળજી ન લેવામાં આવે તો તે સાંભળવાની શક્તિમાં કાયમી ઘટાડો લાવી શકે છે.
શું છે આ 60:60 નિયમ?
કાનને સુરક્ષિત રાખવા માટે વિશ્વભરના ઓડિઓલોજિસ્ટ 60:60 નિયમની સલાહ આપે છે. આ નિયમ મુજબ:
- 60% વોલ્યુમ: તમારા ડિવાઇસનું વોલ્યુમ ક્યારેય પણ તેની મહત્તમ ક્ષમતાના 60 ટકાથી વધુ ન હોવું જોઈએ.
- 60 મિનિટ: ઈયરફોનનો ઉપયોગ એકધારો માત્ર 60 મિનિટ સુધી જ કરવો જોઈએ. એક કલાક પછી કાનને ઓછામાં ઓછો 10 થી 15 મિનિટનો આરામ (Break) આપવો ખૂબ જરૂરી છે.
ટેકનોલોજી પણ આપે છે ચેતવણી
એપલ (Apple) જેવી કંપનીઓ એરપોર્ટ્સ (AirPods) ના યુઝર્સને તેજ અવાજ અંગે સેફ્ટી નોટિફિકેશન પણ મોકલે છે. તમે તમારા ફોનના સેટિંગ્સમાં જઈને 'હેડફોન સેફ્ટી' (Headphone Safety) હેઠળ ડેસિબલ લિમિટ સેટ કરી શકો છો, જેથી અવાજ આપોઆપ નિયંત્રિત રહે. કાનની સુરક્ષા તમારા પોતાના હાથમાં છે. 60:60 નિયમ જેવી નાનકડી સાવધાની તમને ભવિષ્યની મોટી શારીરિક સમસ્યાઓથી બચાવી શકે છે.
આ પણ વાંચો : Gurugram Drone Delivery : હવે ડિલિવરી બોય નહીં, રોબોટ આવશે તમારા ઘરના દરવાજે


