Air Taxi: દિલ્હી, મુંબઈ અથવા બેંગલુરુમાં જ્યાં જુઓ ત્યા માત્ર દોડતા વાહનો અને ટ્રાફિક (Traffic) જ જોવા મળે છે. પણ હવે એ દિવસ દૂર નથી, જ્યારે લોકોને આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી જશે. આમ એટલા માટે, કારણ કે ભારતમાં એર ટેક્સીનું પરીક્ષણ (Test) શરૂ કરી દેવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યાનું સમાધાન શોધવા માટે એરોસ્પેસ સ્ટાર્ટઅપ સરલા એવિએશન (Aerospace startup Sarla Aviation) એ આકાશ તરફ નજર કરી છે. ઉડતી ટેક્સીઓના સ્વપ્ન સાથે, કંપનીએ તેના પ્રથમ એર ટેક્સી પ્રોગ્રામનું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ (Ground testing) શરૂ કર્યું છે.
![Air Taxi 01_GUJARAT_FIRST]()
અત્યાર સુધી, આકાશમાં ફક્ત વિમાનો અને મોટા એરપોર્ટ સુધી મર્યાદિત હતી. પરંતુ જો બધું યોજના મુજબ ચાલે છે, તો આગામી થોડા વર્ષોમાં, તમે ઓફિસ માટે પણ ઉડાન ભરીને જઈ શકો છો. એટલે કે લોકોને લોકલ રિક્ષાની જેમ જ એર ટેક્સીની સુવિધા મળતી થઈ જશે. બેંગલુરુમાં આવેલી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં (Manufacturing Facility) શરૂ થયેલું આ પરીક્ષણ કંપની માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. કંપનીનો લક્ષ્યાંક છે કે, વર્ષ 2028 સુધીમાં ઈલેક્ટ્રિક એર ટેક્સીની (Electric air taxi) સુવિધા નાગરિકોને મળતી થાય.
Air Taxi: ડિજિટલ ડિઝાઇનથી પરીક્ષણ સુધીની સફર
ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ થવાની સાથે, સરલા એવિએશનનો એર ટેક્સી પ્રોગ્રામ તેના મુખ્ય તબક્કામાં પ્રવેશી ગયો છે. કંપનીના જણાવ્યા મુજબ, આ તબક્કો ડિજિટલ બાબતો અને લેબ-સ્કેલ (Lab-scale) પ્રયોગોથી વાસ્તવિક એરક્રાફ્ટ-સ્કેલ (Aircraft-scale) પરીક્ષણ તરફ આગળ વધવા માટે નિર્ણાયક પગલું છે. આ તે તબક્કો છે જ્યાં કોઈપણ એરક્રાફ્ટ પ્રોગ્રામની એન્જિનિયરિંગ (Engineering) ક્ષમતાઓ અને સિસ્ટમ પરિપક્વતાનું ખરેખર પરીક્ષણ કરવામાં આવે છે.
![Air Taxi 02_GUJARAT_FIRST]()
Air Taxi: ઓછો સમય, ઓછી મૂડી અને મોટી સિદ્ધિ
કંપનીનો દાવો છે કે લગભગ 9 મહિનાના ડેવલોપમેન્ટ વર્ક (Development work) અને વૈશ્વિક સ્તરે આવા કાર્યમાં જે રોકાણ થાય છે, તેના કરતા ઓછા રોકાણથી આ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ દેશના કોઈ પણ એરસ્પેસ કંપનીઓએ કરેલી કામગીરીમાં સૌથી મહત્વ બનાવે છે.
Air Taxi:SYL-X1 ડેમોન્સ્ટ્રેટર
હાલ કંપની દ્વારા SYL-X1 ફંક્શનલ સબ સ્કેલ એરક્રાફ્ટનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે માળખાકીય વર્તણૂક, પ્રોપલ્શન ઇન્ટિગ્રેશન (Propulsion Integration) અને સિસ્ટમ-લેવલ સેફ્ટી આર્કિટેક્ચરને (System-level safety architecture) પરખવાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યું છે. આ કોઈ શૈક્ષણિક પ્રોટોટાઇપ (Educational prototype) કે નાનું RC-સ્કેલ પ્લેટફોર્મ નથી. પરંતુ તેને શરૂઆતથી જ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. 15-મીટર લાંબી પાંખો સાથે ભવિષ્યના પૂર્ણ-સ્કેલ એરક્રાફ્ટ માટે પાયો બનાવશે.
એન્જિનિયરિંગ અને વૈશ્વિક ધોરણોનું ઉદાહરણ
સરલા એવિએશનના સહ-સ્થાપક અને મુખ્ય ટેકનિકલ અધિકારી રાકેશ ગાંવકર (Rakesh Gaonkar) ના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ વૈશ્વિક અનુભવ ધરાવતા ભારતીય ઈજનેરોની ધીરજ અને મહેનત વગર શક્ય નહોતી. અધિકારીએ કહ્યું, કંપનીનું લક્ષ્ય ઝડપી નિર્માણ નહીં પણ, મજબૂત અને લાંબા સમય સુધી લોકોને સેવા આપી શકે તેવી સિસ્ટમ બનાવવાનું ટાર્ગેટ હતું.
ભંડોળ અને રાષ્ટ્રીય પ્રદર્શન સાથે મજબૂત પાયો
સરલા એવિએશને ભારત મોબિલિટી (Mobility) જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પ્રદર્શન માટે પૂર્ણ-સ્તરીય સ્ટેટિક એરક્રાફ્ટ પણ બનાવ્યું છે. કંપનીએ કુલ 13 મિલિયનનું ભંડોળ પણ એકત્ર કર્યું છે. જે તેની લાંબા ગાળાની અમલીકરણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે. જે આગામી વર્ષોમાં વિકાસને વેગ આપવામાં મદદ કરશે.
ટ્રાફિકમાંથી મુક્તિ અપાવશે એર ટેક્સી
સરલા એવિએશનનો મુખ્ય કાર્યક્રમ 6 સીટર ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સી (Electric flying taxi)છે. જે બેંગલુરુ, મુંબઈ, દિલ્હી અને પુણે જેવા ખૂબ જ ભીડભાડવાળા શહેરોમાં મુસાફરીનો સમય ઘટાડવાના ધ્યેય સાથે ડિઝાઈન કરવામાં આવી છે. નોંધનીય છે કે 2024 માં, બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સીઓ રજૂ કરવા માટે સરલા એવિએશન સાથે ભાગીદારી કરી હતી.
આ પણ વાંચો--- ઉત્તર પ્રદેશના Bulandshahr Highway Gangrape Case માં કોર્ટનો મોટો ચુકાદો, તમામ પાંચ આરોપીઓને આજીવન કેદની સજા
આ પણ વાંચો--- Pune Fire News : મંદિરમાં ગુલાલ ઉડાડતા જ લાગી ભયાનક આગ, નેતાઓ સહિત 16 થી વધુ લોકો દાઝ્યાં