EV Toll Tax Policy : શું ઈલેક્ટ્રિક કાર ખરીદવાથી ટોલ નહીં ભરવો પડે? જાણો શું કહે છે સરકારના નિયમો
ઈલેક્ટ્રિક વાહનો ખરીદતી વખતે અનેક લોકો એવું માને છે કે હવે તેમને ક્યારેય ટોલ ટેક્સ ચૂકવવો નહીં પડે. સબસિડી અને ઓછા રોડ ટેક્સની વચ્ચે ટોલ માફીની આ વાતો કેટલી સત્ય છે? શું આખા ભારતમાં આ નિયમ એક સમાન છે કે પછી માત્ર પસંદગીના રાજ્યોમાં જ આ સુવિધા મળે છે? હાઈવે પર નીકળતા પહેલા ઈલેક્ટ્રિક વાહનોના આ છૂપા નિયમો જાણી લેવા ખૂબ જરૂરી છે.
Advertisement
- EV Toll Tax Policy : શું ઈલેક્ટ્રિક ગાડીઓ માટે ટોલ ટેક્સ માફ છે? જાણો સત્ય!
- ઈલેક્ટ્રિક વાહનો માટે આખા ભારતમાં ટોલ ફ્રી હોવાની વાત માત્ર એક ભ્રમ
- માત્ર મહારાષ્ટ્ર રાજ્યમાં જ EV કાર અને બસોને ટોલ ટેક્સમાંથી અપાઈ છે મુક્તિ
- નેશનલ હાઈવે પર ઈલેક્ટ્રિક વાહનોએ ચૂકવવો પડે છે 50 ટકા જેટલો ટોલ ટેક્સ
- માલસામાન વહન કરતા કોમર્શિયલ ઈલેક્ટ્રિક વાહનો માટે ટોલમાં કોઈ રાહત નથી
EV Toll Tax Policy : આજના સમયમાં જ્યારે પણ ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) ની ચર્ચા થાય છે, ત્યારે લોકોમાં એક સામાન્ય ધારણા જોવા મળે છે કે "EV ખરીદી લો, એટલે ટોલ ટેક્સ (Toll Tax) ભરવો નહીં પડે." આ વાત સાંભળવામાં ખૂબ જ આકર્ષક લાગે છે અને ઘણા લોકો આ જ કારણોસર EV તરફ વળી રહ્યા છે. જોકે, હકીકત કંઈક અલગ છે. ભારત સરકાર ચોક્કસપણે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સબસિડી (Subsidy), ઓછા GST દર અને રોડ ટેક્સ (Road Tax) માં રાહત આપી રહી છે, પરંતુ ટોલ ટેક્સના નિયમો થોડા જટિલ છે.

