Elon Musk: અમેરિકાની સ્ટ્રાઈક પછી એલોન મસ્કની જાહેરાત, વેનેઝુએલાને આપશે મફત સ્ટારલિંકની સેવા
- Elon Musk એલોન મસ્કનો મોટો દાવ: વેનેઝુએલામાં ફ્રી સ્ટારલિંક
- વેનેઝુએલામાં હવે ફ્રી બ્રોડબેન્ડ, સ્ટારલિંક કરશે કમાલ
- મસ્ક વેનેઝુએલાની સાથે ઊભા, સ્ટારલિંક ની આપશે ફ્રી સેવા
Elon Musk: વેનેઝુએલા (Venezuela) ને લઈને દુનિયાભરમાં ચર્ચા તેજ બની છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો (President Nicolas Maduro) અને તેમની પત્નીની ધરપકડના થોડા કલાકો પછી જ દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. એલોન મસ્કની કંપની સ્ટારલિંક (Starlink) હવે વેનેઝુએલાના લોકોને મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે. આ નિર્ણયને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
વેનેઝુએલામાં મફત સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા શરૂ કરવાનું એલોન મસ્કનું પગલું માત્ર ટેકનોલોજી (Technology) નહીં, પરંતુ માનવતાવાદી દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હાલ આ નિર્ણય વેનેઝુએલાના લાખો લોકોને દુનિયા સાથે જોડવામાં મદદરૂપ બનશે.
આ પણ વાંચો-------Mobile settings: સાયબર ફ્રોડથી સાવધાન, તમારા મોબાઈલમાં માત્ર આ બે સેટિંગ્સ ON રાખો
Elon Musk: મફત ઇન્ટરનેટની જાહેરાત
સ્ટારલિંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social media platforms) X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે. વેનેઝુએલાના લોકોને 3 ફેબ્રુઆરી સુધી મફત બ્રોડબેન્ડ ઇન્ટરનેટ (Broadband Internet) સેવા આપવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ પગલું ત્યાંના લોકોને અવિરત અને વિશ્વસનીય કનેક્ટિવિટી (Connectivity) પૂરી પાડવા માટે લેવામાં આવ્યું છે. એલોન મસ્કે પણ આ પોસ્ટને રી-શેર કરીને વેનેઝુએલાના લોકો પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે.
Elon Musk: સ્ટારલિંક શું છે અને કેવી રીતે કામ કરે છે?
સ્ટારલિંક એક સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા છે. જે પરંપરાગત મોબાઇલ ટાવર અથવા ફાઇબર બ્રોડબેન્ડ પર આધારિત નથી. આ સેવા લો અર્થ ઓર્બિટ (LEO)માં ફરતા હજારો નાના ઉપગ્રહો દ્વારા કાર્ય કરે છે. વપરાશકર્તાના ઘરની છત પર લગાવવામાં આવતી ખાસ ડીશ મારફતે આ ઉપગ્રહો સાથે સીધો સંપર્ક થાય છે. જેના કારણે દૂર દૂર અને નેટવર્ક વિહોણા વિસ્તારોમાં પણ ઝડપી ઇન્ટરનેટ (Internet) ઉપલબ્ધ થાય છે.
ભારત સહિત અન્ય દેશોમાં સ્ટારલિંકની તૈયારી
સ્ટારલિંક હાલમાં વિશ્વના અનેક દેશોમાં પોતાની સેવાઓ આપી રહી છે અને ટૂંક સમયમાં ભારતમાં પણ આ સેવા શરૂ થવાની શક્યતા છે. ખાસ કરીને અવાવરું વિસ્તારોમાં રહેતા લોકો માટે સ્ટારલિંક ગેમચેન્જર (Gamechanger) સાબિત થઈ શકે છે.
રાષ્ટ્રપતિ માદુરો પર ગંભીર આરોપો
ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરી, 2026ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સે (United States) વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલાને અમેરિકન નાગરિકોની સુરક્ષા માટે જરૂરી ગણાવ્યું હતું. માદુરો પર ડ્રગ હેરફેર અને આતંકવાદ સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જે વર્ષ 2020થી ચાલી રહ્યા છે.
આ પણ વાંચો--------Microsoft ના CEO Satya Nadella ની મોટી આગાહી, કહ્યું, 'વર્ષ 2026 AI માટે મહત્વનો ટર્નિંગ પોઇન્ટ'
આ પણ વાંચો--------Geyser Alert: તમારા ઘરમાં લગાવેલું ગીઝર ખતરનાક તો નથી ને?, ના કરો આ ભૂલ


