Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Elon Muskબદલ્યું પોતાનું નામ, X પર બન્યા Kekius Maximus, જાણો શું છે તેનો અર્થ

Elon Muskનું નવું નામ જાણીને ચોંકી જશો X એકાઉન્ટનું નામ બદલી Kekius Maximu સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો Elon Musk :ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્કે (Elon Musk)સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના એકાઉન્ટનું નામ બદલીને 'Kekius...
elon muskબદલ્યું પોતાનું નામ  x પર બન્યા kekius maximus  જાણો શું છે તેનો અર્થ
Advertisement
  • Elon Muskનું નવું નામ જાણીને ચોંકી જશો
  • X એકાઉન્ટનું નામ બદલી Kekius Maximu
  • સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો

Elon Musk :ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્કે (Elon Musk)સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના એકાઉન્ટનું નામ બદલીને 'Kekius Maximus' કર્યું છે. તેણે તેનું પ્રોફાઈલ પિક્ચર બદલીને 'પેપે ધ ફ્રોગ' મેમ કર્યું, જેમાં પેપે વીડિયો ગેમ રમતા જોવા મળે છે. આ બદલાવ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. મસ્કની આ પ્રવૃત્તિ ક્રિપ્ટો માર્કેટમાં તેની ઊંડી રુચિ દર્શાવે છે.

Keckius Maximus શું છે?

Keckius એ એક નવી ક્રિપ્ટોકરન્સી છે જેણે તાજેતરમાં $0.005667 ની કિંમતે 497.56 ટકાનો વધારો કર્યો છે. તેનું 24-કલાકનું ટ્રેડિંગ વોલ્યુમ $27.3 લાખ (અંદાજે રૂ. 23.36 કરોડ) હતું, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. આ ક્રિપ્ટો 17 ડિસેમ્બર, 2024ના તેના સૌથી નીચા સ્તરથી 815.30 ટકા વધ્યો છે. જો કે, તે હજુ પણ તેની સર્વકાલીન ઉચ્ચતમ 24.30 ટકા નીચે છે.

Advertisement

Advertisement

કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી

મસ્કનું નામ અને નવો ફોટો ક્રિપ્ટો માર્કેટમાં તેની હાજરીનો સંકેત આપી શકે છે. વધુમાં મસ્કએ X પર નકલી એકાઉન્ટ્સ અને હેરફેરની વ્યૂહરચના સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે તાજેતરમાં ખોટો પ્રચાર અને કૌભાંડ ફેલાવતા ખાતાઓ સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે. ક્રિપ્ટો માર્કેટમાં પારદર્શિતા અને વિશ્વાસ જાળવવા માટે તેમનું પગલું મહત્વપૂર્ણ છે.

મસ્કે પહેલા પણ પોતાનું નામ બદલ્યું હતું

મસ્ક પહેલા પણ પોતાના X એકાઉન્ટનું નામ બદલી ચૂક્યો છે. 26 જાન્યુઆરી, 2023 ના રોજ, તેણે પોતાને 'મિસ્ટર ટ્વિટ' કહ્યા અને મજાકમાં લખ્યું કે તે હવે તેને બદલી શકશે નહીં. આ પહેલા પણ તેણે પોતાનું નામ 'નોટિયસ મેક્સિમસ' રાખ્યું હતું, પરંતુ ટૂંક સમયમાં તે મૂળ નામ પર પાછો ફર્યો. મસ્કની આ સ્ટાઈલ તેના ફોલોઅર્સમાં ચર્ચાનો વિષય બની રહી છે, જે તેની સોશિયલ મીડિયા સ્ટ્રેટેજીનો એક ભાગ હોવાનું જણાય છે.

Tags :
Advertisement

.

×