ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Elon Musk : આખા ભારતમાં ચાલશે એલન મસ્કનું સેટેલાઈટ ઈન્ટરનેટ! સ્ટારલિંકને સરકારની લીલી ઝંડી

India space approval : ભારતમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટના (India space approval)ક્ષેત્રમાં એક મોટી શરૂઆત થવાની છે. એલોન મસ્કની કંપની સ્ટારલિંકને (Elon Musk satellite internet) આખરે ભારતમાં કોમર્શિયલ લોન્ચ માટે અંતિમ નિયમનકારી મંજૂરી મળી ગઈ છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતના અવકાશ...
10:37 PM Jul 09, 2025 IST | Hiren Dave
India space approval : ભારતમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટના (India space approval)ક્ષેત્રમાં એક મોટી શરૂઆત થવાની છે. એલોન મસ્કની કંપની સ્ટારલિંકને (Elon Musk satellite internet) આખરે ભારતમાં કોમર્શિયલ લોન્ચ માટે અંતિમ નિયમનકારી મંજૂરી મળી ગઈ છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતના અવકાશ...
Starlink gets INSPAce license

India space approval : ભારતમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટના (India space approval)ક્ષેત્રમાં એક મોટી શરૂઆત થવાની છે. એલોન મસ્કની કંપની સ્ટારલિંકને (Elon Musk satellite internet) આખરે ભારતમાં કોમર્શિયલ લોન્ચ માટે અંતિમ નિયમનકારી મંજૂરી મળી ગઈ છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતના અવકાશ વિભાગે હવે સ્ટારલિંકને મંજૂરી આપી દીધી છે, જે આ અમેરિકન સેટેલાઇટ બ્રોડબેન્ડ કંપની માટે છેલ્લો અવરોધ હતો

ટેલિકોમ મંત્રાલય તરફથી લાઇસન્સ મળ્યું

સ્ટારલિંક 2022 થી ભારતમાં તેની સેવાઓ શરૂ કરવા માટે લાઇસન્સની (Starlink India launch)રાહ જોઈ રહી હતી. ગયા મહિને જ, કંપનીને ભારતના ટેલિકોમ મંત્રાલય તરફથી એક મહત્વપૂર્ણ લાઇસન્સ (license)મળ્યું હતું, પરંતુ તેને શરૂ કરવા માટે અવકાશ વિભાગની મંજૂરી બાકી હતી, જે હવે મળી ગઈ છે.સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે મંજૂરી મેળવનારી ત્રીજી કંપની બની છે. અગાઉ, ભારત સરકારે રિલાયન્સ જિયો અને વનવેબ (યુટેલસેટ) ને મંજૂરી આપી હતી. હવે સ્ટારલિંકના આગમન સાથે, આ ક્ષેત્રમાં સ્પર્ધા વધુ તીવ્ર બનવાની અપેક્ષા છે.

આ પણ  વાંચો -કરોડો Gmail યુઝર્સ માટે આવ્યા Good News, હવે જલ્દી નહીં ભરાય તમારું ઇનબોક્સ

આગળ ઘણા પડકારો છે

જોકે નિયમનકારી મંજૂરી મળી ગઈ છે, સ્ટારલિંકને હવે કેટલાક વધુ જરૂરી પગલાં લેવા પડશે. સરકાર તરફથી સ્પેક્ટ્રમ ફાળવણી સુનિશ્ચિત કર્યા પછી, કંપનીએ ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે બેઝ સ્ટેશન વગેરે તૈયાર કરવા પડશે. ઉપરાંત, પરીક્ષણ અને સુરક્ષા પરીક્ષણો દ્વારા, તેણે સાબિત કરવું પડશે કે તે ભારતના સુરક્ષા ધોરણોને પૂર્ણ કરે છે કે નહીં.

આ પણ  વાંચો -Youtube એ પોલીસીમાં કર્યો ફેરફાર, હવે આવા વિડીયો અપલોડ કરવા પર કમાણી થશે નહીં

સ્પેક્ટ્રમ વિવાદમાં મસ્કની જીત

નોંધનીય છે કે એલોન મસ્કની કંપની સ્ટારલિંક અને મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો વચ્ચે સેટેલાઇટ સ્પેક્ટ્રમ અંગે લાંબી ચર્ચા ચાલી હતી. જિયો ઇચ્છતું હતું કે આ સ્પેક્ટ્રમ હરાજી દ્વારા આપવામાં આવે, જ્યારે મસ્કે દલીલ કરી હતી કે તે ફાળવણી દ્વારા હોવું જોઈએ. આખરે, ભારત સરકારે સ્ટારલિંકની તરફેણમાં નિર્ણય લીધો, જેનાથી કંપનીનો માર્ગ સરળ બન્યો.

બ્રોડબેન્ડ સુવિધા હજુ પણ ઉપલબ્ધ નથી

હવે જ્યારે નિયમનકારી મંજૂરી મળી ગઈ છે, ત્યારે સ્ટારલિંક ભારતમાં તેની સેવાઓ શરૂ કરવાની ખૂબ નજીક છે. આનો સીધો ફાયદો તે દૂરના અને ગ્રામીણ વિસ્તારોને થશે જ્યાં કાયમી બ્રોડબેન્ડ સુવિધા હજુ પણ ઉપલબ્ધ નથી. એલોન મસ્કની આ પહેલ ભારતને ડિજિટલી વધુ મજબૂત બનાવી શકે છે.

Tags :
elon muskStarlinkStarlink BroadbandStarlink gets INSPAce license to start satellite services in India wait for spectrum allocationStarlink internetStarlink Satellite ServiceStarlink service
Next Article