Elon Musk Andrej Karpathy: ટેસ્લાના પૂર્વ AI ડાયરેક્ટર X સામે ભડક્યા, "20 વર્ષમાં આ પ્લેટફોર્મને આટલું ઝેરી ક્યારેય નથી જોયું"
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના અલ્ગોરિધમ અને તેના પર વધતી નકારાત્મકતાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. એલોન મસ્કના જૂના સાથી અને જાણીતા ટેક એક્સપર્ટ આન્દ્રે કારપેથીએ પ્લેટફોર્મ પર થતા બિનજરૂરી ટ્રોલિંગથી પરેશાન થઈને X ને સંપૂર્ણપણે ઝેરી (Toxic) જાહેર કર્યું છે. આ ગંભીર આક્ષેપ બાદ ખુદ એલોન મસ્કે પણ સ્વીકાર્યું છે કે સિસ્ટમમાં તાત્કાલિક મોટા ફેરફારો કરવાની જરૂર છે.
Advertisement
Elon Musk Andrej Karpathy: ટેસ્લાના પૂર્વ AI ડાયરેક્ટર આન્દ્રે કારપેથીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) ની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. એન્થ્રોપિક કંપનીના એક નવા ફીચરના વખાણ કર્યા બાદ X પર યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. આ વિવાદથી કંટાળીને કારપેથીએ આ પ્લેટફોર્મને અત્યંત ટોક્સિક ગણાવ્યું છે. આ ટીકા બાદ એલોન મસ્કે પણ ટિપ્પણી કરીને અલ્ગોરિધમ બદલવાની વાત સ્વીકારી છે.

