Neuralink Chip જોડે યુવકના 100 સફળ દિવસ, જાણો કેવો રહ્યો અનુભવ !
Neuralink Chip સાથે લકવાગ્રસ્ત દર્દીએ સફળતાપૂર્વક 100 દિવસ વિતાવ્યા છે, નોલેન્ડ આર્બોઘે (Noland Arbaugh) જણાવ્યું કે, સર્જરી દરમિયાન, રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરીને તેમના મગજમાં પાતળા દોરા (Threads) ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. પ્રક્રિયા સરળ હતી, અને તેમને થોડા દિવસોમાં સારું લાગ્યું હતું. એક અઠવાડિયામાં, ઘા રૂઝાઈ ગયો અને સિસ્ટમ શરૂ થઈ હતી. પછી, તેઓ પહેલા કરતાં વધુ માનસિક સક્રિય થયા હતા
Advertisement
- Neuralink Chip સાથે લકવાગ્રસ્ત દર્દીએ સફળતાપૂર્વક 100 દિવસ વિતાવ્યા
- અકસ્માત બાદ પીડિતના મગજમાં થ્રેડ્સ ઇમ્પાલન્ટ કરવામાં આવ્યા હતા
- થ્રેડ્સની મેકબુક જોડે કનેક્ટ કરાયા, હવે હાથના ઉપયોગ વગર ગેમ રમવું શક્ય
Neuralink Chip : એલોન મસ્કની બ્રેઈન ચિપ કંપની, ન્યુરાલિંકના (Elon Musk Company Neuralink Chip) પ્રથમ માનવ દર્દી, નોલેન્ડ આર્બોઘે (Noland Arbaugh) આ ચિપ સાથે 100 દિવસ પૂર્ણ કર્યા છે. પોતાનો અનુભવ શેર કરતા, યુવકે સમજાવ્યું કે, કેવી રીતે ટેકનોલોજીએ તેના જીવનમાં મોટો ફેરફાર લાવ્યો છે. 2016 માં થયેલા અકસ્માત બાદ આર્બોઘ ખભાથી નીચે સુધી લકવાગ્રસ્ત થઈ ગયો હતો. હવે, ચિપ તેને હાથ વિના ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરી રહી છે.

