Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Twitter Down : X ની સેવા ખોરવાતા રોષ, યુઝરે લખ્યું, '2024 ચાલે છે કે શું..!'

Twitter Down સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ બન્યું છે, ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ, ઘણા લોકોએ અહેવાલ આપ્યો હતો કે, આઉટેજ કામચલાઉ (Temporary Outrage) ધોરણે હતું, અને સેવાઓ ગણતરીના સમયમાં જ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. ફરિયાદોની સંખ્યા પણ ઘટીને 2,700 થી 2,800 ની વચ્ચે થઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકો એપ્લિકેશનમાં સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા હતા, તેવું જાણવા મળી રહ્યું છે.
twitter down   x ની સેવા ખોરવાતા રોષ  યુઝરે લખ્યું   2024 ચાલે છે કે શું
Advertisement
  • Twitter Down સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ બન્યું
  • આજે સવારે ગણતરીના સમય માટે ટ્વિટર-એક્સ ખોરવાયું
  • ડાઉન ડિટેક્ટરના અહેવાલમાં વિગતો સામે આવી છે
  • લોકોએ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાઓ આપી રોષ ઠાલવ્યો

Twitter Down : એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Elon Musk Owned Social Media Platform), ટ્વિટર ડાઉન (Twitter / X Down) થઈ ગયું છે, જેના કારણે હજારો એક્ટિવ યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ડાઉનડિટેક્ટરના (Down Detector Reports) જણાવ્યા મુજબ, ભારતીય સમય મુજબ 17 એપ્રિલે સવારે 11:00 વાગ્યા સુધીમાં 5,000 થી વધુ ટ્વીટર યુઝર્સે સમસ્યાઓની જાણ કરી હતી. મોટાભાગના લોકોએ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે સમસ્યાઓની જાણ કરી હતી. આઉટેજનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, અને કંપની તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

Twitter Down, આ સમસ્યાઓ સામે આવી

ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ, ઘણા લોકોએ અહેવાલ આપ્યો હતો કે, આઉટેજ કામચલાઉ (Temporary Outrage) ધોરણે હતું, અને સેવાઓ ગણતરીના સમયમાં જ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. ફરિયાદોની સંખ્યા પણ ઘટીને 2,700 થી 2,800 ની વચ્ચે થઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકો એપ્લિકેશનમાં સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા હતા, જ્યારે કેટલાકે તેમના ફીડ અથવા સમયરેખામાં સમસ્યાઓની જાણ કરી હતી, અને કેટલાકે વેબસાઇટમાં સમસ્યાઓની જાણ કરી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો ----------- અંતિમ સમયની ગણતરી શરૂ? NASA ના સુપરકોમ્પ્યુટરે પૃથ્વીના વિનાશની તારીખ જાહેર કરી!

Twitter Down, એલોન મસ્કને દોષ આપો

ટ્વીટર-એક્સના એક્ટિવ યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, અને સાથો સાથ એલોન મસ્ક પર કટાક્ષ કર્યો છે. એક યુઝરે લખ્યું કે, "ટ્વિટર ડાઉન છે, અને એવું લાગે છે કે 2024 ચાલી રહ્યું છે." બીજા યુઝરે લખ્યું કે, "ટ્વિટર મારા માટે થોડા સમય માટે ડાઉન હતું. જો તમે મારી ટ્વિટ પાંચ વખત પોસ્ટ કરેલી જુઓ છો, તો એલોન મસ્કને દોષ આપો." ત્રીજાએ કહ્યું કે, "હે ભગવાન, શું ટ્વિટર થોડી મિનિટો માટે ડાઉન હતું?"

બગ અથવા હુમલા જવાબદાર

જો કે, અગાઉની સરખામણીએ હાલના સમયમાં ટ્વીટર-એક્સ ઓછા સમય માટે જ બંધ રહે છે, અગાઉ આ ઘટનાઓ કલાકો અને કેટલીક વખત તો દિવસો સુધી અનુભવાતી હોવાનું એક્ટિવ યુઝર્સનું કહેવું છે, અગાઉ સામે આવેલા કિસ્સાઓમાં નવો બગ અથવા તો મોટા સાયબર હુમલાઓ આ ઘટના પાછળ હોવાનું અનુમાન સામે આવતું હતું.

આ પણ વાંચો ----------- TEE-01B Satellite : ઇઝરાયલ-અમેરિકા સામેના યુદ્ધમાં ઇરાનનું 'ચાઇનીઝ' બ્રહ્માસ્ત્ર

Tags :
Advertisement

.

×