Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ethiopia Creator : ગરીબ પરિવારના યુવકની કલા જોઇને Instagram નો DM

Ethiopia Creator પર ઇન્સ્ટાગ્રામ ફીદા થયું હોવાનું સામે આવ્યું છે. ઇન્સ્ટાગ્રામે પોતે જ છોકરાના વીડિયો પર કોમેન્ટ કરી, અને સાથે કામ કરવાની ઓફર કરી હતી. ઇન્સ્ટાગ્રામે સત્તાવાર એકાઉન્ટપરથી કાલીબના વીડિયો પર કોમેન્ટ કરીને કહ્યું કે, તેઓ તેને સત્તાવાર પેજ પર ફીચર્ડ કરવા માંગે છે. તેઓએ લખ્યું, "નમસ્તે ! અમે તમને આવતા અઠવાડિયે અમારા એકાઉન્ટ પર તમને દર્શાવવા માંગીએ છીએ.
ethiopia creator   ગરીબ પરિવારના યુવકની કલા જોઇને instagram નો dm
Advertisement
  • Ethiopia Creator પર ઇન્સ્ટાગ્રામ ફીદા થયું
  • ગરીબી વચ્ચે રહેતા યુવકમાં રચનાત્મકતા ભરપૂર
  • ઇન્સ્ટાગ્રામે યુવકને ફીચર કરવા સંદેશો મોકલ્યો

Ethiopia Creator : એક નાનો છોકરો હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચામાં છે. આ 15 વર્ષના છોકરાએ ઇન્સ્ટાગ્રામ (Creator Video) પર એવા વીડિયો (Instagram Video) શેર કર્યા કે, રિલીઝ થતાં જ તે લોકપ્રિય થઈ ગયા, અને ઇન્સ્ટાગ્રામે જ તેને તેમની સાથે કામ કરવાની ઓફર કરી છે (Instagram Collaboration). પરંતુ તે આશ્ચર્યજનક હશે કે, છોકરાએ હજુ સુધી આનો જવાબ આપ્યો નથી. સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવનાર આ છોકરાનું નામ કલીબ (Kaleab) છે, જે ઇન્સ્ટાગ્રામ પર 'કાલુપ્યુટિક્સ' (Kaluputics) નામનું હેન્ડલ ચલાવે છે. કાલિબ આફ્રિકાના ઇથોપિયાનો (Ethiopia) રહેવાસી છે.

Ethiopia Creator, સ્ટાઇલિશ પોશાકથી છવાયો

કાલેબની ખાસિયત એ છે કે, તે પ્લાસ્ટિકની બોટલો, જૂની કોથળીઓ, કચરો અને ફાટેલા કપડાં જેવા ઘરના કચરાનો ઉપયોગ કરીને ખૂબ જ સ્ટાઇલિશ પોશાક બનાવે છે. મોટા ડિઝાઇનરો તેમની સર્જનાત્મકતા જોઈને આશ્ચર્યચકિત થાય છે. લોકો તેના વીડિયોની સાદગીને ખૂબ પસંદ કરી રહ્યા છે. તે પોતાના માટીના ઘરના આંગણામાં લાકડાના નાના પાટિયા પર એટલા આત્મવિશ્વાસથી ચાલે છે, જાણે તે પેરિસ કે ન્યુ યોર્કમાં કોઈ મોટા ફેશન શોનો ભાગ હોય.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Kalu Putik (@kaluputics)

Advertisement

આ પણ વાંચો - IPL 2026 : ચીયર લીડર જોડે મસ્તી કરવાનું પરિણામ આવ્યું 'ગજબ બેઇજ્જતી'

Ethiopia Creator, સત્તાવાર પેજ પર ફીચર્ડ થવાની તક

કલીબની પ્રતિભાએ ઇન્સ્ટાગ્રામને પ્રભાવિત કર્યું છે. લોકો સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ પર ફીચર્ડ થવા માટે ઉત્સુક હોય છે, પરંતુ અહીં, ઇન્સ્ટાગ્રામે પોતે જ છોકરાના વીડિયો પર કોમેન્ટ કરી, અને સાથે કામ કરવાની ઓફર કરી હતી. ઇન્સ્ટાગ્રામે કાલીબના વીડિયો પર કોમેન્ટ કરીને કહ્યું કે, તેઓ તેને સત્તાવાર પેજ પર ફીચર્ડ કરવા માંગે છે. તેઓએ લખ્યું, "નમસ્તે ! અમે તમને આવતા અઠવાડિયે અમારા એકાઉન્ટ પર દર્શાવવા માંગીએ છીએ, કૃપા કરીને તમારા DM મેસેજ ચેક કરો."

20 વીડિયોમાં ઇન્ટરનેટ જીતી લીધું

આશ્ચર્યજનક વાત એ છે કે, વિશ્વભરમાં ખ્યાતિ મેળવવા અને Instagram તરફથી જ આમંત્રણ મળવા છતાં, છોકરાએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. તેણે ન તો કોમેન્ટ જવાબ આપ્યો છે કે, ન તો Instagram નો સંદેશ (DM) જોયો છે. કાલેબની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, ફક્ત 19-20 વિડિઓઝ અપલોડ કરીને, તેણે 1.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવ્યા છે. તેના વિડિઓઝ લાખો લોકોએ જોયા છે.

માહિતી પહોંચાડવા અપીલ

હવે, કાલેબના ચાહકો સોશિયલ મીડિયા પર આ સમાચાર તેમને પહોંચાડવા માટે અપીલ કરી રહ્યા છે. લોકો માને છે કે, કદાચ ઇન્ટરનેટ ઍક્સેસના અભાવે અથવા માહિતીના અભાવે, તે આ વિશાળ ઓફર જોઈ શકતો નથી, જે તેનું જીવન બદલી શકે છે.

આ પણ વાંચો - Research : કેમેરા-બેટરી નહીં, આ ફીચર જોઇને ફોન ખરીદવાનું ચલણ વધ્યું !

Tags :
Advertisement

.

×