EV Safety Tips in Sum:ઉનાળામાં EV સ્કૂટરની જાળવણીની ટિપ્સ
EV Safety Tips in Summer : ગુજરાતની ગરમીમાં તમારા ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરીને કેવી રીતે સુરક્ષિત રાખવી? જાણો ચાર્જિંગ અને પાર્કિંગની મહત્વની ટિપ્સ જેથી ઓવરહીટિંગની સમસ્યા ન થાય.
ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) નો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ મોટાભાગના લોકોને એ વાતની ઓછી જાણકારી હોય છે કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે પણ ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરી રહ્યા છો, તો નીચે મુજબની ટિપ્સ અપનાવીને તમે કોઈ પણ પરેશાની વગર સવારી કરી શકો છો.
EV Safety Tips in Summer : ગુજરાતમાં ગરમીનો પારો અને સ્કૂટરની સુરક્ષા
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ, રાજકોટ અને કચ્છ જેવા વિસ્તારોમાં તાપમાન ઘણું ઊંચું જાય છે. જ્યારે ગરમી ૪૦ ડિગ્રીને પાર કરી જાય ત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર વાપરતી વખતે (EV Safety Tips in Summer) કેટલીક સાવચેતી રાખવી અનિવાર્ય બની જાય છે.
EV Safety Tips in Summer : બેદરકારી ન રાખો
ઉત્પાદકો ભલે ઇલેક્ટ્રિક સ્કૂટર(Electric Scooter) બનાવતી વખતે સુરક્ષાના અનેક સ્તરોનું ધ્યાન રાખતા હોય, પરંતુ ખરીદ્યા પછી તેની જાળવણીની જવાબદારી ગ્રાહકની રહે છે. જો તમે બેદરકારી રાખો છો, તો ઇલેક્ટ્રિક સ્કૂટરની સફર તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
તમારે પ્રયત્ન કરવો જોઈએ કે મુસાફરી કરીને જ્યારે તમે ઘરે કે ઓફિસ પહોંચો, ત્યારે સ્કૂટરને તરત જ ચાર્જિંગમાં ન લગાવો. કારણ કે સફર દરમિયાન બેટરી વપરાતી હોવાથી તેનું તાપમાન પહેલેથી જ વધી ગયું હોય છે. જો ગરમ બેટરીને તરત જ ચાર્જિંગ પર મૂકવામાં આવે તો તે વધુ ગરમ થઈ શકે છે, જેનાથી તેની ક્ષમતા ઘટે છે અને ઓવરહીટિંગને કારણે આગ લાગવાની દુર્ઘટના પણ બની શકે છે. સ્કૂટરને થોડીવાર ઠંડું પડવા દો અને પછી જ ચાર્જ કરો.
ઓવરચાર્જિંગ ટાળો
ઇલેક્ટ્રિક સ્કૂટરને ક્યારેય ઓવરચાર્જ ન કરવું જોઈએ. આનાથી બેટરીના આયુષ્ય પર તો ખરાબ અસર પડે જ છે, સાથે સાથે જોખમ પણ વધે છે. ઘણીવાર ઓવરચાર્જિંગના કારણે બેટરી ફૂલી જવી કે આગ લાગવી જેવી ઘટનાઓ બનતી હોય છે.
ગુજરાતના ઘણા શહેરોમાં બપોરના સમયે તાપમાન ૪૫ થી ૪૮ ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી અતિશય ગરમીમાં ઇલેક્ટ્રિક સ્કૂટર પર લાંબી સફર કરવાનું ટાળવું હિતાવહ છે. જો જરૂર હોય તો સવારના અથવા સાંજના સમયે મુસાફરી કરવાનું આયોજન કરો.
તમારા સ્કૂટરને ક્યારેય સીધા સૂર્યપ્રકાશમાં પાર્ક ન કરો. ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન વધુ હોય ત્યારે સીધો તડકો સ્કૂટરની બેટરી અને બોડીની ક્ષમતા પર ખરાબ અસર કરે છે. સ્કૂટરને હંમેશા કોઈ ઝાડ નીચે, છાંયડામાં અથવા કવર્ડ પાર્કિંગમાં જ ઊભું રાખવું જોઈએ.
આ પણ વાંચો : તમારી કાર ભઠ્ઠી જેવી તપે છે? આ 5 ટિપ્સ અપનાવો અને ગરમીને કાયમ માટે Bye-Bye કહો!


