Facebook And Instagram Down : આજે રવિવાર, 19 જુલાઈ 2026 ના રોજ વિશ્વભરના સોશિયલ મીડિયા યુઝર્સ માટે મુશ્કેલીભર્યો દિવસ રહ્યો છે. મેટા પ્લેટફોર્મ્સની લોકપ્રિય સેવાઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા લાખો વપરાશકર્તાઓ પરેશાન થયા હતા.
Facebook And Instagram Down : આજે સવારે થયુ હતુ ડાઉન
ઉલ્લેખનીય છે કે આઉટેજ ટ્રેકિંગ ટૂલ ‘ડાઉનડિટેક્ટર’ના રિપોર્ટ્સ મુજબ, સવારે 09:30 વાગ્યાની આસપાસ આ સમસ્યા શરૂ થઈ હતી. 10:00 વાગ્યા સુધીમાં દર 15 મિનિટે હજારો ફરિયાદો નોંધાઈ રહી હતી, જે દર્શાવે છે કે આ આઉટેજ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું છે.
કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો?
મીડિયા રિપોર્ટસ અનુસાર મેટા પ્લેટફોર્મ યુઝર્સના જણાવ્યા મુજબ જ્યારે તેઓ વેબ બ્રાઉઝર દ્વારા ફેસબુક ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને "એકાઉન્ટ ટેમ્પોરલી અનએવેલેબલ" જેવી ભૂલ જોવા મળી હતી. આ મેસેજમાં કંપની દ્વારા ટૂંક સમયમાં સમસ્યા ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી. બીજી તરફ, ઇન્સ્ટાગ્રામ વેબ પર નવી સામગ્રી લોડ થવામાં ખૂબ જ ધીમી પ્રક્રિયા જોવા મળી હતી.
જોકે, રાહતની વાત એ છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની મોબાઈલ એપ્લિકેશન્સ અને મેટાની અન્ય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ હાલમાં સામાન્ય રીતે કામ કરી રહી હોય તેવું લાગે છે. કંપની દ્વારા હજુ સુધી આ ટેકનિકલ ખામીના સત્તાવાર કારણો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Fast Charging Battery Technology : આ બેટરી માત્ર 4 મિનિટમાં થશે ફૂલ ચાર્જ, જાણો કેવી રીતે ?