Fake WhatsApp ના સેંકડો યુઝર્સના ડેટા લીક થતા ચકચાર, જાણો કોની ભૂલ !
- Fake WhatsApp, નો ગંભીર કિસ્સો સામે આવ્યો છે
- ઓરિજિનલ જેવી દેખાતી નકલી એપ ડાઉનલોડ કરીને યુઝર્સ છેતરાયા
- મોબાઇલ કંપનીએ યુઝર્સને ચેતવણી આપીને એપ ડિલીટ કરાવી
- યુઝર્સ થાપ ખાઇ જતા આખરે ભોગવવું પડ્યું
Fake WhatsApp : વોટ્સએપે તાજેતરમાં એક મોટી સુરક્ષા સંબંધિત ચેતવણી (Cyber Safety Alert) જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, લગભગ 200 યુઝર્સે ભૂલથી નકલી વોટ્સએપ એપ ડાઉનલોડ (Fake WhatsApp Download) કરી હતી. આ નકલી એપમાં ખતરનાક સ્પાયવેર (Spyware Attack) હતું, જે યુઝર્સની અંગત માહિતી ચોરી શકવા સક્ષમ હતું. આ મામલો મુખ્યત્વે આઇફોન યુઝર્સની ચિંતા સાથે સંકળાયેલ છે, અને ઇટાલિયન કંપની, SIO, ને સ્પાયવેરના ડેવલપર તરીકે ઓળખવામાં આવી છે.
Fake WhatsApp, નબળાઇ શોધી કાઢી
રિપોર્ટ અનુસાર, ઘણા લોકોને નકલી એપ ડાઉનલોડ કરવા માટે છેતરવામાં આવ્યા હતા, જે ઓરિજિનલ વોટ્સએપ જેવી જ દેખાતી હતી. આ એપ ઓરિજિનલ એપ જોડે એટલી મળતી આવતી હતી કે, યુઝર્સ તેને ખોટી સમજવામાં થાપ ખાઇ ગયા હતા. યુઝર્સે તેને ઇન્સ્ટોલ કરતાની સાથે જ તેમના ડેટા જોડે ચેડા થઇ ગયા હતા. જો કે, વોટ્સએપની સુરક્ષા ટીમે સમયસર આ નબળાઇ શોધી કાઢી હતી. અને તાત્કાલિક અસરગ્રસ્ત યુઝર્સને ચેતવણી આપી હતી.
આ પણ વાંચો ----------- Ghost Mode : Instagram માં નવું ફીચર ઉમેરાશે, સ્ટોરી જોવા છતાં નામ ગુપ્ત રહેશે !
Fake WhatsApp, સત્તાવાર એપ ડાઉનલોડ કરવા સલાહ
વોટ્સએપે બધા અસરગ્રસ્ત યુઝર્સને તેમના એકાઉન્ટમાંથી લોગ આઉટ કર્યા હતા, અને તેમને ધમકીની જાણ કરી હતી. તેમને નકલી એપ તાત્કાલિક ડિલીટ કરવાની અને ફક્ત સત્તાવાર વોટ્સએપ એપ ડાઉનલોડ કરવાની પણ સલાહ આપવામાં આવી હતી. આ સાથે કંપનીએ એમ પણ કહ્યું હતું કે તેણે સ્પાયવેર બનાવનાર કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
સાયબર હુમલાઓની તિવ્રતા વધી
આ પહેલીવાર નથી જ્યારે વોટ્સએપ યુઝર્સને આ પ્રકારના સ્પાયવેર દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હોય. ગયા વર્ષે, લગભગ 90 યુઝર્સને આ જ પ્રકારકના હુમલાઓ વિશે ચેતવણી આપવામાં આવી હતી. તે સમયે, પત્રકારો અને કાર્યકરોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, સાયબર હુમલાઓ વધુ અસરકારક અને ખતરનાક બની રહ્યા છે.
લોકોએ સતર્ક રહેવું જરૂરી
WhatsApp યુઝર્સને હંમેશા એપ સ્ટોર, અથવા પ્લે સ્ટોર જેવા સત્તાવાર સ્ત્રોતોમાંથી એપ્લીકેશનને જ ડાઉનલોડ કરવાની સલાહ આપે છે. WhatsApp યુઝર્સને અદ્યતન સુરક્ષા સેટિંગ્સ પણ આપે છે, જે તેમને તમારા એકાઉન્ટને વધુ સુરક્ષિત રાખવા માટે સક્ષમ બનાવે છે. આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે, જેમને ડર છે કે તેઓ સાયબર હુમલાનો ભોગ બની શકે છે. તે તમારા એકાઉન્ટની ગોપનીયતા અને સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે. આજના સમયમાં, ઓનલાઈન છેતરપિંડી અને સાયબર હુમલાઓ ઝડપથી વધી રહ્યા છે. તેથી, લોકોએ સતર્ક રહેવું જોઇએ, અને કોઈપણ અજાણી એપ અથવા લિંક્સ પર વિશ્વાસ ન કરવો મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો ----------- Google Photos Settings : મોબાઈલ મેમરી ફૂલ? ગૂગલ ફોટોઝની આ 'સાત' વાત જાણી લો


