FBI hack: અમેરિકી સુરક્ષા એજન્સીમાં હડકંપ, FBI ડાયરેક્ટર કાશ પટેલનું ઇમેઇલ એકાઉન્ટ હેક, ઇરાની હેકર્સનો દસ્તાવેજો લીક કરવાનો દાવો
દુનિયાની સૌથી શક્તિશાળી ગણાતી અમેરિકી ગુપ્તચર એજન્સી (Intelligence Agency) એફબીઆઈ (FBI) ના ડાયરેક્ટર કાશ પટેલ એક મોટા સાયબર હુમલાનો શિકાર બન્યા છે. ઇરાન સાથે જોડાયેલા 'હન્દાલા હેક' (Handala Hack) નામના હેકર ગ્રુપ (Hacker Group) એ તેમનું વ્યક્તિગત ઇમેઇલ એકાઉન્ટ હેક (Hacked) કરી ખાનગી તસવીરો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો (Documents) લીક કર્યા હોવાનો દાવો કર્યો છે. આ સનસનીખેજ ઘટનાએ અમેરિકાની સાયબર સુરક્ષા (Cyber Security) વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
Advertisement
- FBI hack: અમેરિકાની સૌથી પાવરફુલ એજન્સીમાં ગાબડું!
- FBI ડાયરેક્ટર કાશ પટેલનું ઇમેઇલ હેક
- ઇરાની હેકર્સનો દસ્તાવેજો લીક કરવાનો દાવો
- FBI ચીફ કાશ પટેલના પર્સનલ ફોટા અને સિક્રેટ ડોક્યુમેન્ટ્સ ઓનલાઇન વાયરલ!
- દુનિયાની સૌથી મોટી સુરક્ષા એજન્સીના વડા જ સુરક્ષિત નથી?
- કાશ પટેલનું એકાઉન્ટ હેક થતા અમેરિકામાં હડકંપ
- FBI ડાયરેક્ટરના 9 વર્ષના ઇમેઇલ્સ અને ખાનગી ડેટા પર કર્યો કબજો
FBI hack: અમેરિકાની સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સી (Intelligence Agency) ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના ડાયરેક્ટર કાશ પટેલ એક મોટા સાયબર હુમલાનો ભોગ બન્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઇરાન સાથે જોડાયેલા એક હેકર ગ્રુપ (Hacker Group) એ દાવો કર્યો છે કે, તેમણે કાશ પટેલનું પર્સનલ ઇમેઇલ એકાઉન્ટ હેક (Hacked) કરી લીધું છે. આ ઘટના બાદ અમેરિકી સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. હેકર્સે કાશ પટેલના ખાનગી ફોટા અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો (Documents) પણ ઓનલાઇન લીક કર્યા હોવાનું કહેવાય છે.

