Social Media Ban : Gabon માં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોક !
- Social Media Ban, ગેબોન સરકારનો મોટો નિર્ણય
- મામલો રાષ્ટ્રીય સુરક્ષા સુધી પહોંચતા એપ બેન કરાઇ
- મીડિયા નિયમનકારે સમગ્ર માહિતી વાતચીતમાં આવી
Social Media Ban : તમે ઓસ્ટ્રેલિયાથી ફ્રાન્સ સુધી બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ વિશે સાંભળ્યું હશે. પરંતુ હવે, મધ્ય આફ્રિકાના એક દેશે દેશના દરેક માટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકીનેસ તેને તાત્કાલિક અસરથી તે કરવાનો નિર્ણય લીધો છે. આ દેશનું નામ ગેબોન છે. ગેબોનના મીડિયા નિયમનકારે મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ "આગામી સૂચના સુધી" બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. સરકારનો આ નિર્ણય ઓનલાઈન પોસ્ટ કરાયેલી સામગ્રીને કારણે હતો, જે સમાજમાં સંઘર્ષ અને વિભાજનને ઉશ્કેરે છે.
આ પણ વાંચો ------- Jio, Airtel અને VIની ઉડી ઊંઘ, AI દ્વારા નંબર બ્લોક કરવાના નિર્ણયથી કેમ ડરી રહી છે કંપનીઓ?
Social Media Ban, તાત્કાલિક સ્થગિત કરાયું
સમાચાર એજન્સી ના અહેવાલ મુજબ, ગેબોનમાં કોમ્યુનિકેશન્સ માટે ઉચ્ચ સત્તામંડળે "માનવની ગરિમા, જાહેર નૈતિકતા, નાગરિકોનું સન્માન, સામાજિક એકતા, પ્રજાસત્તાક સંસ્થાઓની સ્થિરતા અને રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડતા કન્ટેન્ટના કારણે "આગામી સૂચના સુધી ગેબોનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તાત્કાલિક સ્થગિત" કરવાનો નિર્ણય લીધો છે. આ માહિતી મીડિયા નિયમનકારના પ્રવક્તા જીન-ક્લાઉડ મેન્ડોમે એક ટેલિવિઝનના નિવેદનમાં આપી હતી.
Social Media Ban, રાજધાનીમાં દેશની અડધી વસ્તી રહે
ગેબોનને સત્તાવાર રીતે ગેબોન પ્રજાસત્તાક તરીકે ઓળખવામાં આવે છે. આ મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો ખનિજથી સમૃદ્ધ દેશ છે. તે તેની કુદરતી સુંદરતા, ગાઢ વરસાદી જંગલો અને તેલના ભંડાર માટે જાણીતો છે. તેની રાજધાની લિબ્રેવિલે છે, જ્યાં દેશની લગભગ અડધી વસ્તી રહે છે. ગેબોન હાલમાં એક મોટા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. 2023માં થયેલા લશ્કરી બળવાથી બોંગો પરિવારના 56 વર્ષના શાસનનો અંત આવ્યો, જેના કારણે જનરલ બ્રિસ ઓલિંગુઈ ન્ગુમા સત્તા પર આવ્યા હતા. ન્ગુમા એપ્રિલ 2025માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે જંગ જીત્યા, આ પગલાને બંધારણીય વ્યવસ્થાની પુનઃસ્થાપના તરીકે જોવામાં આવે છે.
દેશની ચોંકાવનારી ખાસીયત
એક હકીકત એવી પણ છે કે, દેશનો લગભગ 85-88% ભાગ ગાઢ વરસાદી જંગલોથી ઢંકાયેલો છે. તે વિશ્વના દુર્લભ દેશોમાંનો એક છે, જે તેના ઉત્સર્જન કરતાં વધુ કાર્બન શોષી લે છે. આનો અર્થ એ છે કે, દેશને કાર્બન-નેગેટિવ માનવામાં આવે છે.
આ પણ વાંચો ------- Galgotias University Robot: રોબોટ વિવાદ બાદ ગેલગોટિયા યુનિવર્સિટીને AI સમિટમાંથી હાંકી કાઢવામાં આવી !


