Good News For Pixel Lovers : ટૂંક સમયમાં Google આપશે સરપ્રાઇઝ
- Good News For Pixel Lovers, મોબાઇલ જગતની સૌથી મોટી ખબર
- ગુગલ કંપની સસ્તો અને સુવિધાસભર ફોન ટૂંક સમયમાં લાવશે
- અન્ય કંપનીઓના ડિવાઇસ લોન્ચ પહેલા ગુગલને તારીખ જાહેર કરી
Good News For Pixel Lovers : ગુગલે 5 ફેબ્રુઆરીએ નવા Pixel 10 Series ના સ્માર્ટફોનને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એઆઈ-સંચાલિત Google Pixel 10 A હેન્ડસેટ 18 ફેબ્રુઆરીએ લોન્ચ થનાર છે. લોકપ્રિય એ-સિરીઝના સ્માર્ટફોન સાથે, યુઝર્સને વધુ સસ્તા ભાવે અદ્યતન AI ફંક્શન્સ મળશે. ટેક જાયન્ટે યુટ્યુબ વિડિઓમાં આ જાહેરાત કરી છે. નવા ગુગલ ફોનની જાહેરાતથી ઘણા યુઝર્સ આશ્ચર્યચકિત થયા છે.
ડ્યુઅલ કેમેરા મળશે (Good News For Pixel Lovers)
નવા પિક્સેલ ફોનનું આ ટૂંકું ટીઝર Google Pixel 10 A ની ડિઝાઇનની પુષ્ટિ કરે છે. આગામી Google Pixel 10 A હાલના પિક્સેલ 9 A જેવું જ હશે. જો કે, ફોનમાં પાછળના ભાગમાં ફ્લેટ ડ્યુઅલ-કેમેરા સેટઅપ હશે. ગયા વર્ષના મોડેલમાં ગોળી આકારનો કેમેરા કટઆઉટ હતો. ગુગલે હજુ સુધી Google Pixel 10 A ના હાર્ડવેર અંગે ખુલાસીને વિગતો શેર કરી નથી.
View this post on Instagram
વેચાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત (Good News For Pixel Lovers)
નોંધનીય છે કે, ગુગલ લાંબા સમયથી ઓછી કિંમતના પિક્સેલ સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યું છે. અને હવે, કંપની નવા Google Pixel 10 A સાથે ભારત, જાપાન અને યુએસમાં વેચાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ નવો ફોન Pixel 10 શ્રેણીમાં એક એન્ટ્રી-લેવલ ડિવાઇસ હશે.
આ પણ વાંચો ------ WhatsApp Premium Plan : પૈસા ખર્ચનાર યુઝર્સને વધુ સુવિધાઓ મળશે
આ ખાસ સુવિધાઓ મળશે
બજેટ ફોનની Pixel-A શ્રેણી Google માટે મહત્વપૂર્ણ રહી છે, જે ઝડપથી વિકસતા Pixel ઇકોસિસ્ટમમાં નવા ગ્રાહકોને આકર્ષવામાં કંપનીને મદદ કરે છે. આ ડિવાઇસ Gemini ના ફિચર્સને સપોર્ટ આપશે. આ સસ્તા Google ફોન Gemini Live અને Circle to Search જેવી સુવિધાઓ પણ આપનાર છે. (Good News For Pixel Lovers)
અત્યાર સુધીના ફોનના વિકલ્પ અને કિંમતો
Pixel 10 શ્રેણીમાં હાલનો Pixel 10 ભારતમાં રૂ. 74,999 થી શરૂ થાય છે, જ્યારે વધુ શક્તિશાળી Pixel 10 Pro પરૂ 109,999 થી શરૂ થાય છે, અને ફોલ્ડેબલ Pixel 10 Pro Fold રૂ. 172,999 થી શરૂ થાય છે. Pixel 10 A ભારતમાં Google ના હિસ્સામાં વધારો કરે તેવી અપેક્ષા છે, કારણ કે, ગ્રાહકો ઓછી કિંમતે પ્રીમિયમ સ્માર્ટફોનનો અનુભવ ઇચ્છે છે. Pixel સ્માર્ટફોનમાં Google ની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેવાઓ અને સબ્સ્ક્રિપ્શન સેવાઓ પણ મળનાર છે. (Good News For Pixel Lovers)
આ કંપનીઓ પણ મેદાનમાં છે
એ નોંધવું રહ્યું કે, Pixel 10a Samsung ની Galaxy S26 સિરીઝના લોન્ચ પહેલાં બજારમાં આવશે. Apple ટૂંક સમયમાં iPhone 17 A સ્માર્ટફોન પણ લોન્ચ કરે તેવી અપેક્ષા છે. સામાન્ય રીતે iPhones માર્ચમાં લોન્ચ થાય છે. (Good News For Pixel Lovers)
આ પણ વાંચો ----- Solar Flare : સૂર્યના 'ગુસ્સા' ને લઇને ISRO ની મોટી ચેતવણી, જાણો શું કહ્યું


