WhatsApp યૂઝર્સ માટે ખુશખબર! નવા અપડેટમાં આવશે કમાલનું ફીચર
- WhatsApp યૂઝર્સ માટે ખુશખબર
- નવા અપડેટમાં આવશે કમાલનું ફીચર
- ફોટો એટેચ કરવાની સુવિધા આપી શકે છે
WhatsApp Polls Feature: ઈન્સેટેંટ મેસેજિગ એપ WhatsApp સમય સમય પર યૂઝર્સની સુવિધા માટે નવા નવા ફીચર્સ લાવતું રહે છે, જે તેમને ખુબ જ કામ આવે છે. અહેવાલો મુજબ વોટ્સએપ પોતાની ચેનલ્સ માટે એક નવું ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે. હવે તમે ચેનલ્સ પર પુછવામાં આવતા સવાલોના જવાબમાં માત્ર ટેક્સ્ટ જ નહીં, પરંતુ ફોટા પણ જોડી શકશે. વોટ્સએપે 2022માં પહેલીવાર પોલ્સ ફીચરને રજૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી કંપની આ ફીચરને સતત અપગ્રેટ કરી રહી છે. હવે આ ફીચરમાં ફોટો એટેચ કરવાની સુવિધા પણ આપી શકે છે. યૂઝર્સ માટે આ ફીચર ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચલો જાણીએ તેના વિશે...
શું છે આ નવું ફીચર?
WABetaInfo ના રિપોર્ટ મુજબ વોટ્સએપ એક એવા ફીચરને ડેવલોપ કરી રહ્યું છે જેમાં યૂઝર્સને પોલ્સમાં ઓપ્શન્સમાં ફોટો જોડવાની સુવિધા આપશે. આ નવું ફીચર આવ્યા બાદ તમે ચેનલ પર પોલ કરતી વખતે દરેક ઓપ્શન્સની સાથે એક ફોટો પણ જોડી શકશો. તેનાથી પોલમાં સામેલ થનાર લોકોને ઓપ્શન્સને સમજવમાં વધુ સરળતા રહેશે. સાથે જ જવાબ આપવામાં સરળતા રહેશે.
આ પણ વાંચો-AI ના કારણે ખતમ થશે આ બધી નોકરીઓ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ક્યારે થશે ફાયદાકારક?
આ ફીચરનો સૌથી વધુ ફાયદો તે ચેનલ્સને થઈ શકે છે, જે આર્ટ, ડિઝાઈન કે ફૂડ સાથે જોડાયેલા હોય. આ ચેનલ્સ પર ટેક્સ્ટના બદલે ફોટાથી ઓપ્શન્સને સમજવામાં વધુ સરળ હોઈ શકે છે. નવા ફીચરથી વિઝુઅલ એક્સપીરિયન્સ સારો થઈ શકે છે. અત્યારે આ ફીચર માત્ર ચેનલ્સ માટે જ ઉપલબ્ધ થશે. તેનાથી ગ્રુપ ચેટ્સ અને ઈન્ડિવિઝુઅલ ચેટ્સમાં આવવામાં થોડો સમય લાગી શકે છે.
આ પણ વાંચો-Technolgy: રૂ.10 હજારથી ઓછી કિંમતમાં મળશે આ 50 MP કેમેરાનો 5G સ્માર્ટફોન
ક્યારે આવશે આ ફીચર
રિપોર્ટ અનુસાર, હાલ આ ફીચર ડેવલોપમેન્ટ ફેજમાં છે. તમામ યૂઝર્સ માટે તેણે ક્યારે રોલઆઉટ કરવામાં આવશે તેના વિશે અત્યારે કોઈ જાણકારી મળી શકી નથી. આ ફીચરને ભવિષ્યમાં સામેલ થનાર અપડેટ્સમાં જાહેર કરવામાં આવી શકે છે.