2018માં શરૂ થયો હતો સમગ્ર વિવાદ
આ સમગ્ર મામલો વર્ષ 2018 માં શરૂ થયો હતો, જ્યારે યુરોપિયન કમિશન (European Commission) એ Google પર 4.34 અબજ યુરોનો રેકોર્ડ દંડ ફટકાર્યો હતો. કમિશનનો આરોપ હતો કે Googleએ પોતાના Android Operating System નો ઉપયોગ કરીને પોતાના Google Search અને Chrome Browser ને ગેરવાજબી રીતે પ્રોત્સાહન આપ્યું હતું, જેના કારણે અન્ય કંપનીઓ માટે બજારમાં સ્પર્ધા (Competition) કરવી મુશ્કેલ બની ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2022 માં નીચલી અદાલતે દંડની રકમ ઘટાડીને 4.1 અબજ યુરો કરી હતી, પરંતુ દંડને રદ કર્યો નહોતો. હવે EUની સર્વોચ્ચ અદાલતે પણ આ નિર્ણયને યોગ્ય ઠેરવતા Googleની અંતિમ અપીલ નામંજૂર કરી છે.
કોર્ટનો નિર્ણય શું કહે છે?
સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું કે Google અને તેની પેરેન્ટ કંપની Alphabet (આલ્ફાબેટ) દ્વારા કરવામાં આવેલી અપીલમાં કોઈ વાજબી આધાર જોવા મળ્યો નથી. અદાલતના જણાવ્યા અનુસાર, Android સંબંધિત કરારો (Agreements) દ્વારા Googleએ બજારમાં પોતાની મજબૂત સ્થિતિ (Market Dominance) નો ખોટો લાભ લીધો હતો, જેના કારણે સ્પર્ધાત્મક વાતાવરણને નુકસાન પહોંચ્યું હતું.
Google સામે શું હતા આરોપો?
યુરોપિયન કમિશનના જણાવ્યા મુજબ Google એ સ્માર્ટફોન ઉત્પાદકો (Smartphone Manufacturers) સામે એવી શરતો મૂકતી હતી કે જો તેઓ Google Play Store નું લાઇસન્સ મેળવવા માંગતા હોય તો તેમને પોતાના સ્માર્ટફોનમાં Google Search અને Google Chrome પહેલાથી જ ઇન્સ્ટોલ (Pre-install) કરવા ફરજિયાત બનતું હતું. કમિશનનું માનવું હતું કે આ નીતિના કારણે અન્ય Search Engines અને Web Browsers ને સમાન તક મળી નહોતી. પરિણામે Android ઇકોસિસ્ટમમાં Googleનું વર્ચસ્વ વધુ મજબૂત બનતું ગયું અને બજારમાં નિષ્પક્ષ સ્પર્ધાને અસર પહોંચી.
Googleએ શું આપી પ્રતિક્રિયા?
આ ચુકાદા બાદ Googleએ નિરાશા વ્યક્ત કરી છે. કંપનીનું કહેવું છે કે Android એક સંપૂર્ણપણે ખુલ્લું (Open) અને મફત (Free) પ્લેટફોર્મ છે, જેના કારણે મોબાઇલ ઉદ્યોગ (Mobile Industry) માં સ્પર્ધા વધી છે અને હજારો કંપનીઓને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવાની તક મળી છે. કંપનીએ વધુમાં દલીલ કરી હતી કે અદાલતે Androidને ખુલ્લું અને સૌ માટે ઉપલબ્ધ રાખવા પાછળ Google દ્વારા કરવામાં આવેલા મોટા રોકાણ (Investment) ને પૂરતું મહત્વ આપ્યું નથી.
Google માટે કેમ મહત્વપૂર્ણ છે આ ચુકાદો?
તાજેતરના વર્ષોમાં યુરોપિયન યુનિયન સતત મોટી ટેક્નોલોજી કંપનીઓ (Big Tech Companies) સામે કડક વલણ અપનાવી રહ્યું છે. Google સામે માત્ર Android કેસ જ નહીં, પરંતુ Google Shopping અને Online Advertising સંબંધિત અનેક એન્ટીટ્રસ્ટ કેસોમાં પણ અબજો યુરોના દંડ લાદવામાં આવ્યા છે. EUનું માનવું છે કે ડિજિટલ બજારમાં નિષ્પક્ષ સ્પર્ધા જળવાઈ રહે તે માટે મોટી ટેક કંપનીઓ પર કડક નિયંત્રણ રાખવું જરૂરી છે.
કાનૂની લડાઈનો લગભગ આવ્યો અંત
આ તાજેતરના ચુકાદા બાદ Android સંબંધિત Googleની લાંબી કાનૂની લડાઈ લગભગ ખતમ થઈ ગઈ છે. હવે કંપનીને 4.1 અબજ યુરોનો દંડ ચૂકવવો પડશે. નોંધનીય છે કે યુરોપમાં કોઈપણ ટેક્નોલોજી કંપની પર લાદવામાં આવેલા સૌથી મોટા Antitrust Fine પૈકી આ એક ગણાય છે, જે ડિજિટલ માર્કેટમાં સ્પર્ધાના નિયમોને વધુ કડક બનાવવાના EUના અભિગમને દર્શાવે છે.
આ પણ વાંચો : WhatsApp Username : મોડું ન કરતા! ઇન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપ પર પણ બીજા કોઈ તમારું નામ રિઝર્વ કરી લે તે પહેલાં આ કરો