Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Google Chrome Privacy : યુઝરનું ચોક્કસ લોકેશન હવે મેળવવું મુશ્કેલ

Google Chrome Privacy ને લઇને મોટી અપડેટ સામે આવી છે, અત્યાર સુધી, કોઈ યુઝર્સે વેબસાઇટને સ્થળ અંગેની મંજૂરી આપતાની સાથે જ, વેબસાઇટને ચોક્કસ લોકેશન પ્રાપ્ત થતું હતું. આ ઘણીવાર ગોપનીયતાની ચિંતાઓ ઉભી કરે તેવું હતું, કારણ કે, ઘણી વેબસાઇટ્સ અતિશય સ્થળ સંબંધિત ડેટાને ટ્રેક કરતી હતી. જો કે, નવા અપડેટ સાથે, ક્રોમ યુઝર્સને તેમના હાથમાં વધુ નિયંત્રણ મળશે.
google chrome privacy   યુઝરનું ચોક્કસ લોકેશન હવે મેળવવું મુશ્કેલ
Advertisement
  • Google Chrome Privacy ને લઇને મોટી અપડેટ સામે આવી
  • કંપનીએ યુઝર્સને નજીકનું સ્થળ જણાવવાનો વિકલ્પ આપ્યો
  • યુઝર્સની ગોપનીયતાને ધ્યાને રાખીને મોટું પગલું ભરવામાં આવ્યું

Google Chrome Privacy : મોબાઇલ યુઝર્સની ગોપનીયતાને (Mobile Users Privacy) વધુ મજબૂત બનાવવા માટે, ગૂગલે ક્રોમ બ્રાઉઝરમાં (Google Chrome Browser) એક નવી સુવિધા ઉમેરી છે. આ અપડેટ સાથે, એન્ડ્રોઇડ યુઝર્સ હવે વેબસાઇટ્સથી તેમનું ચોક્કસ સ્થાન છુપાવી શકશે. આનો અર્થ એ છે કે, જ્યારે કોઈ વેબસાઇટ સ્થાન ઍક્સેસ માટે પૂછે છે, ત્યારે યુઝર્સ પાસે તે નક્કી કરવાનો વિકલ્પ હશે કે, તેઓ તેમનું વાસ્તવિક GPS સ્થાન શેર કરવા માંગે છે કે, ફક્ત અંદાજિત સ્થળ.

Google Chrome Privacy, અતિશય ડેટા ટ્રેક કરાતો

અત્યાર સુધી, કોઈ યુઝર્સે વેબસાઇટને સ્થળ અંગેની મંજૂરી આપતાની સાથે જ, વેબસાઇટને ચોક્કસ લોકેશન પ્રાપ્ત થતું હતું. આ ઘણીવાર ગોપનીયતાની ચિંતાઓ ઉભી કરે તેવું હતું, કારણ કે, ઘણી વેબસાઇટ્સ અતિશય સ્થળ સંબંધિત ડેટાને ટ્રેક કરતી હતી. જો કે, નવા અપડેટ સાથે, ક્રોમ યુઝર્સને વધુ નિયંત્રણ મળશે, જેનાથી તેઓ મર્યાદિત રીતે સ્થળ શેર કરી શકશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Keeway V302C : બુલેટને જોરદાર ટક્કર આપવા નવું મોડલ લોન્ચ કરાયું !

Google Chrome Privacy, અંદાજીત સ્થળ શેર કરાશે

ગુગલના મતે, ઘણી વેબસાઇટ્સને ફક્ત સામાન્ય માહિતી માટે સ્થળની જરૂર હોતી નથી. ઉદાહરણ તરીકે, હવામાન, સ્થાનિક સમાચાર અથવા પડોશીની માહિતી પ્રદાન કરતી સાઇટ્સને હંમેશા યુઝર્સના ચોક્કસ સ્થાનની જરૂર હોતી નથી. આવા કિસ્સાઓમાં, વપરાશકર્તાઓ હવે અંદાજિત સ્થાન શેર કરી શકશે. આ વેબસાઇટને ફક્ત વિસ્તાર વિશેની માહિતી પ્રદાન કરશે, પરંતુ ચોક્કસ સ્થાન જાહેર કરશે નહીં.

ચોક્કસ સ્થાન આપવું જરૂરી

જો કે, કંપનીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે કેટલીક સેવાઓ માટે રીઅલ-ટાઇમ અને ચોક્કસ સ્થાન જરૂરી રહેશે. ઉદાહરણ તરીકે, જો કોઈ નેવિગેશનનો ઉપયોગ કરી રહ્યું હોય, ટેક્સી બુક કરી રહ્યું હોય, ફૂડ ડિલિવરીનો ઓર્ડર આપી રહ્યું હોય, અથવા ATM અને ઓફિસ જેવા નજીકના સ્થળો શોધી રહ્યું હોય, તો ચોક્કસ સ્થાન વિકલ્પ ઉપયોગી થશે. આનો અર્થ એ છે કે, યુઝર્સ તેમની જરૂરિયાતોના આધારે કયા સ્થાનો શેર કરવા તે નક્કી કરી શકશે.

માહિતી લીક થવાનું જોખમ

ગૂગલનું કહેવું છે કે, આ નવી સુવિધાનો હેતુ યુઝર્સની ડિજિટલ ગોપનીયતામાં સુધારો કરવાનો છે. આજે ઘણી વેબસાઇટ્સ લોકેશનના ડેટાનો વધુ પડતો ઉપયોગ કરે છે, જે વ્યક્તિગત માહિતી લીક થવાનું જોખમ વધારી શકે છે. નવી અંદાજિત સ્થાન સુવિધાને આ સમસ્યાને ઘટાડવા તરફ એક મુખ્ય પગલું માનવામાં આવે છે.

નવા એપીઆઇ પર કામ ચાલુ

હાલમાં, આ સુવિધા મોબાઇલ યુઝર્સ માટે રજૂ કરવામાં આવી છે, પરંતુ કંપનીએ સંકેત આપ્યો છે કે, ભવિષ્યમાં તે ક્રોમના ડેસ્કટોપ વર્ઝનમાં પણ ઉમેરવામાં આવશે. ગૂગલ ડેવલપર્સ માટે નવા API પર પણ કામ કરી રહ્યું છે જેથી વેબસાઇટ્સને સમજવામાં મદદ મળે કે શું તેમને યુઝર્સના ચોક્કસ સ્થાનની જરૂર છે કે, માત્ર અંદાજિત માહિતી પૂરતી છે.

આ પણ વાંચો - નવું Washing Machine ખરીદતા પહેલા જાણી લો, મહિનાનો વીજળીનો ખર્ચ કેટલો આવશે?

Tags :
Advertisement

.

×