Cloud Fraud Defense : ઓનલાઇન ઠગાઇ સામે Google નું નવું હથિયાર
- Cloud Fraud Defense ઠગાઇ સામે લડત આપશે
- કંપનીએ નવું ફીચર લાઇવ કરીને સુરક્ષા વધારી હોવાનો દાવો
- લોકોની ગોપનિયતા અંગે એક્સપર્ટ દ્વારા અવાજ ઉઠાવાયો
Cloud Fraud Defense : ઇન્ટરનેટ પર વધી રહેલા ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) અને નકલી ટ્રાફિકને (Boat Traffic) રોકવા માટે ગૂગલે એક નવી સુરક્ષા સિસ્ટમ શરૂ કરી છે. કંપની ધીમે ધીમે જૂની કેપ્ચા સિસ્ટમને નવી ક્લાઉડ ફ્રોડ ડિફેન્સ સિસ્ટમથી બદલી રહી છે. ગૂગલનું કહેવું છે કે ,આનાથી વેબસાઇટની સુરક્ષા મજબૂત થશે, અને સાચા યુઝર્સને ઓછી મુશ્કેલી પડશે. આ સુવિધા કેટલીક વેબસાઇટ્સ પર પહેલાથી જ શરૂ થઈ ગઈ છે, અને આગામી સમયમાં તેનો ઉપયોગ વધુ વધી શકે છે.
Cloud Fraud Defense, ફોનથી કોડ સ્કેન કરવો પડશે
ગૂગલ ક્લાઉડ ફ્રોડ ડિફેન્સ એક એવી સિસ્ટમ છે, જે વેબસાઇટ્સ પર શંકાસ્પદ પ્રવૃત્તિને ઓળખે છે. જો સિસ્ટમને કોઈ યુઝરની પ્રવૃત્તિ પર શંકા હોય, તો સ્ક્રીન પર એક QR કોડ પ્રદર્શિત થશે આ પછી યુઝરે તેને પોતાના એન્ડ્રોઇડ ફોનથી સ્કેન કરવાનું રહેશે. આ પદ્ધતિ જૂની તસ્વીર પસંદ કરવા કરતાં અલગ છે. કંપનીનું કહેવું છે કે, આનાથી નકલી એકાઉન્ટ્સ અને ઓટોમેટેડ બોટ્સને રોકવામાં વધુ મદદ મળશે.
આ પણ વાંચો - AC Error Codes : એસીના ડિજિટલ કોડ્સ સમજો અને છેતરામણીથી બચો
Cloud Fraud Defense, ખોટું કામ તુરંત પકડાશે
નવી સિસ્ટમમાં, યુઝરને ગૂગલ પ્લે સાથેના એન્ડ્રોઇડ ફોનની જરૂર પડશે. QR કોડ સ્કેન કર્યા પછી, સિસ્ટમ ફોનની પ્રમાણિકતા તપાસશે. જો ઉપકરણ સલામત અને યોગ્ય જણાય તો જ વેબસાઇટનો ઍક્સેસ આપવામાં આવશે. પહેલા, યુઝર માનવ છે, તે સાબિત કરવા માટે ફોટા પસંદ કરવાના હતા, પરંતુ હવે આ બીજી રીતે કરવામાં આવશે. આનાથી છેતરપિંડીભરી પ્રવૃત્તિઓ શોધવાનું સરળ બનશે, અને લોકોને વારંવાર મુશ્કેલ પરીક્ષણો ઉકેલવા પડશે નહીં.
લોકોની ઓનલાઈન સ્વતંત્રતા પર અસર પડશે
ઘણા લોકોએ આ નવી સિસ્ટમ વિશે ચિંતા વ્યક્ત કરી છે, ખાસ કરીને એવા યુઝર્સ કે, જેઓ એન્ડ્રોઇડ સિસ્ટમનો ઉપયોગ કરે છે જેમાં ગૂગલ સેવાઓ શામેલ નથી. આવા લોકોને વેબસાઇટનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેટલાક ડેવલપર્સ અને ગોપનીયતાના હિમાયતીઓ કહે છે કે, આનાથી લોકોની ઓનલાઈન સ્વતંત્રતા પર અસર પડશે. જોકે, Google દાવો કરે છે કે વપરાશકર્તાઓનો ડેટા સુરક્ષિત રહેશે. આવનારા સમયમાં આ ટેકનોલોજી વિશે ચર્ચા વધુ વધી શકે છે.
આ પણ વાંચો - Google Chrome Privacy : યુઝરનું ચોક્કસ લોકેશન હવે મેળવવું મુશ્કેલ


