વેનેઝુએલામાં છેલ્લા 100 વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં તાજેતરમાં ઉપરાઉપરી બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 અને 7.5 માપવામાં આવી હતી. સ્થાનિક અહેવાલો અને નિષ્ણાતોના મતે, આ ધરતીકંપ છેલ્લા 100 વર્ષમાં વેનેઝુએલામાં આવેલો સૌથી વિનાશક અને શક્તિશાળી ભૂકંપ છે . આ આપત્તિમાં અનેક બહુમાળી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે અને મોટા પાયે આર્થિક તેમજ જાનમાલનું નુકસાન થયું છે. પરંતુ આ મહાસંકટ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (જૂનું ટ્વિટર) પર યુઝર્સે એક અદભુત અનુભવ શેર કર્યો છે.
નોટિફિકેશન આવ્યું અને લોકો મેદાન તરફ દોડી ગયા
ડેન (@Danpeviv) નામના એક સોશિયલ મીડિયા યુઝરે એક્સ પર પોસ્ટ કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, "મારે ટેકનોલોજી એક્સપર્ટ્સ પાસેથી એ સમજવું છે કે ગૂગલને આંચકા શરૂ થવાની થોડી સેકન્ડ પહેલા જ કેવી રીતે ખબર પડી ગઈ કે ભૂકંપ આવવાનો છે?" ડેનની જેમ જ હજારો એન્ડ્રોઇડ યુઝર્સને વાઇબ્રેશન શરૂ થતાં પહેલા જ સ્ક્રીન પર મોટું લાલ એલર્ટ નોટિફિકેશન જોવા મળ્યું હતું, જેના કારણે તેઓ સમયસર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
એક્સેલરોમીટર સેન્સર અને એન્ડ્રોઇડ નેટવર્ક પાછળનું વિજ્ઞાન
હવે પ્રશ્ન એ થાય છે કે ગૂગલના સર્વરને કેવી રીતે અગાઉથી ખબર પડી જાય છે? આનો જવાબ તમારા જ સ્માર્ટફોનમાં છુપાયેલો છે. આજના સમયના દરેક આધુનિક સ્માર્ટફોનમાં એક ખાસ સેન્સર હોય છે, જેને એક્સેલરોમીટર સેન્સર કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સેન્સરનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે તમે ફોનને આડો કરો છો અને સ્ક્રીન આપોઆપ લેન્ડસ્કેપ મોડમાં ફરી જાય છે. પરંતુ આ સેન્સરની બીજી ક્ષમતા એ છે કે તે ધરતીમાં થતા અત્યંત ઝીણા વાઇબ્રેશન્સ (કંપન) ને પણ ચોક્કસાઈથી માપી શકે છે.
ગૂગલનું એન્ડ્રોઇડ અર્થક્વેક એલર્ટ્સ સિસ્ટમ
જ્યારે કોઈ વિસ્તારમાં ધરતીકંપના પ્રાથમિક તરંગો ઉત્પન્ન થાય છે, ત્યારે સ્માર્ટફોનનું સેન્સર તેને ડિટેક્ટ કરે છે અને તુરંત જ ગૂગલના 'એન્ડ્રોઇડ અર્થક્વેક એલર્ટ્સ સિસ્ટમ' ને એક સિક્રેટ સિગ્નલ મોકલે છે . આ સિગ્નલની સાથે તે વિસ્તારનું અંદાજિત લોકેશન પણ અપડેટ થાય છે. જ્યારે ગૂગલના ક્લાઉડ સર્વર પર એક જ સમયે એક જ વિસ્તારના હજારો ફોનમાંથી આવા સમાન વાઇબ્રેશનના સિગ્નલ મળે છે, ત્યારે સિસ્ટમ સમજી જાય છે કે આ કોઈ સામાન્ય ધ્રુજારી નથી પણ ભૂકંપ છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ એન્ડ્રોઇડ ફોન આ નેટવર્ક સાથે જોડાયેલા હોવાથી તે દુનિયાનું સૌથી મોટું ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્મોગ્રાફ નેટવર્ક બની ગયું છે.
તમારા એન્ડ્રોઇડ અને આઇફોનમાં કેવી રીતે ચાલુ કરશો આ લાઈફ સેવિંગ સેટિંગ
આ આપત્તિજનક સમયમાં પોતાનો જીવ બચાવવા માટે દરેક યુઝરે પોતાના મોબાઇલમાં આ સેફ્ટી ફીચર હંમેશા ઓન રાખવું જોઈએ. આ માટે તમારે તમારા ફોનની સિસ્ટમમાં જઈને સામાન્ય ફેરફાર કરવાનો રહેશે.
એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે સરળ રીત:
1. સૌથી પહેલા તમારા મોબાઈલના Settings (સેટિંગ્સ) માં જાઓ.
2. ઉપર આપેલા સર્ચ બારમાં "Earthquake Alert" લખીને સર્ચ કરો.
3. ઓપ્શન દેખાય એટલે તેના પર ક્લિક કરો અને તપાસો કે તે ચાલુ છે કે બંધ.
4. જો આ સેટિંગ ઓફ હોય, તો તેને તરત જ ON (ચાલુ) કરી દો.
આઇફોન (iOS) યુઝર્સ માટે રીત:
1. તમારા આઇફોનના Settings માં પ્રવેશ કરો.
2. ત્યાં આપેલા Notifications (નોટિફિકેશન) ના ઓપ્શન પર ટેપ કરો.
3. સ્ક્રીનને છેક નીચે સુધી સ્ક્રોલ કરો, જ્યાં તમને Government Alerts (સરકારી એલર્ટ્સ) નો વિભાગ દેખાશે (Mobile Government Alerts Notification).
4. તેની અંદર આપેલા કટોકટી અને ભૂકંપ સંબંધિત તમામ એલર્ટ્સના ઓપ્શનને Toggle ON કરી દો. બસ, આટલું કરવાથી આપત્તિના સમયે તમારો ફોન તમને વહેલા ચેતવી દેશે.
આ પણ વાંચો : Google Earthquake Alert: ગૂગલનું અર્થક્વેક એલર્ટ ફીચર, વેનેઝુએલામાં ભૂકંપ પહેલા જ મળી હતી ચેતવણી!