Google ની મહિલા કર્મી Bengaluru અને New York ઓફિસ વચ્ચેનો તફાવત જણાવીને છવાઇ
- સામાન્ય માણસો સુધી ભાગ્યે જ પહોંચે તેવી માહિતી ગુગલના કર્મચારીએ આપી
- ગુગલની બેંગલુરૂ અને ન્યુયોર્કની ઓફિસનો રસપ્રદ તફાવત જણાવ્યો
- જો કે, તફાવત વચ્ચે કેટલાક મુદ્દાઓ પર ગુગલની તમામ ઓફિસોમાં એકધારૂ કામ થાય છે
Google Female Employee Compare Bengaluru And New York Office : હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર Google ના ઓફિસ કલ્ચર વિશેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, દીક્ષા અગ્રવાલ નામની એક યુવતિ Google ની Bengaluru ઓફિસ અને New York ઓફિસ વચ્ચેના તફાવતોનું રસપ્રદ રીતે વર્ણન કરે છે. તેણીનું કહેવું છે કે, બંને સ્થળોએ કામ ખૂબ જ ગંભીરતા અને પ્રોડક્ટિવિટી સાથે કરવામાં આવે છે, પરંતુ બંને જગ્યાઓનું વાતાવરણ એકદમ અલગ છે.
View this post on Instagram
દારૂ અને પાલતુ શ્વાનને મંજૂરી
દીક્ષાના મતે, ગૂગલની બેંગલુરુ ઓફિસ વધુ ઉર્જાવાન અને ટીમ-કેન્દ્રિત લાગે છે, અહીં ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ એકબીજા સાથે કામ કરવાનો આનંદ માણે છે. બીજી તરફ, ન્યૂ યોર્ક ઓફિસમાં વધુ વ્યક્તિગત-કેન્દ્રિત વાતાવરણ છે. તેણીએ વીડિયોમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, ન્યૂ યોર્ક ઓફિસમાં દારૂ અને પાલતું શ્વાનને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બેંગલુરુ ઓફિસમાં આવું થતું નથી. આ વાતે સોશિયલ મીડિયા યુઝર્સને સૌથી વધુ આશ્ચર્યચકિત કરી દીધા છે.
આ પણ વાંચો -------- mParivahan એપની નકલી APK લિંક વાયરલ, સાયબર એક્સપર્ટે ચેતવ્યા
ખુલ્લેઆમ વિચારવાની તક બધે સરખી
જો કે, દીક્ષાએ સ્પષ્ટતા કરી કે, આ તફાવતો હોવા છતાં, ગૂગલનું વર્ક કલ્ચર દરેક જગ્યાએ સમાન લાગે છે. તેણીએ કહ્યું કે, દરેક ઓફિસ મોટા સપના જોવાની, નવા વિચારો પર વિશ્વાસ કરવાની, અને ખુલ્લેઆમ વિચારવાની તક આપે છે. વિડિઓના અંતે, તેણીએ કહ્યું, "ગુગલ દરેક શહેરમાં અલગ છે, પરંતુ લાગણી દરેક જગ્યાએ સમાન છે."
વર્ક કલ્ચર સમજવું મહત્વનું
આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ મળ્યા છે. લોકો આને એક માહિતીસભર રીલ સમજી રહ્યા છે, અને સાથોસાથ પોતાના પણ અનુભવો શેર કરી રહ્યા છે. અગાઉ, એક ભારતીય મહિલાએ ભારત અને જાપાન વર્ક કલ્ચર વિશે એક વિડિઓ શેર કર્યો હતો, જેમાં તેણીને અનેક જગ્યાઓ પર મીડિયાની હેડલાઇન્સમાં સ્થાન મળ્યું હતું. આજના વૈશ્વિક વર્લ્ડ કલ્ચરમાં એક જ કંપની વિવિધ દેશોમાં કેવી રીતે કાર્ય કરે છે, તે સમજવું મહત્વપૂર્ણ અને રસપ્રદ છે.
આ પણ વાંચો ---------- YouTube Parental Control : માતા-પિતાની બાળક પર રહેશે ડિજિટલ નજર, જાણો કેવી રીતે


