Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગૂગલને પ્લે સ્ટોર નીતિ ઉલ્લંઘના દંડમાં 700 કરોડની રાહત અપાઈ

NCLATએ CCI દ્વારા ગૂગલ પર લાદવામાં આવેલ દંડ રૂ. 936 કરોડથી ઘટાડીને રૂ. 216 કરોડ કર્યો છે. CCIએ ગૂગલ પર પ્લે સ્ટોર નીતિઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. NCLATએ ગૂગલને બાકીની દંડની રકમ 30 દિવસની અંદર જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
ગૂગલને પ્લે સ્ટોર નીતિ ઉલ્લંઘના દંડમાં 700 કરોડની રાહત અપાઈ
Advertisement
  • NCLATએ દંડની રકમ રૂ. 936 કરોડથી ઘટાડીને રૂ. 216 કરોડ કરાઈ
  • CCIના ગુગલ વિરુદ્ધના આદેશમાં કોઈ ફેરફાર કર્યો નથી
  • ગૂગલને દંડની રકમ જમા કરાવવા 30 દિવસનો સમય અપાયો

New Delhi: ગૂગલ વિશ્વની અગ્રણી ટેક કંપની છે. ગૂગલને વ્યાપારિક પ્રથાઓનું ઉલ્લંઘન કરવા બદલ 936 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગૂગલને આ દંડમાં મોટી છૂટ આપવામાં આવી છે. હવે NCLATએ CCI દ્વારા ગૂગલ પર લાદવામાં આવેલ દંડ રૂ. 936 કરોડથી ઘટાડીને રૂ. 216 કરોડ કર્યો છે.

CCIના ગુગલ વિરુદ્ધના આદેશમાં કોઈ ફેરફાર કર્યો નથી

નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ તેના નિર્ણયમાં ગૂગલનો દંડ રૂ. 936 કરોડથી ઘટાડીને રૂ. 216 કરોડ કર્યો છે. જોકે, NCLAT એ ગુગલને આપવામાં આવેલી સજાને સમર્થન આપ્યું છે. આનો અર્થ એ થયો કે આ નિર્ણયથી કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના ગુગલ વિરુદ્ધના આદેશમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ દંડની રકમ ખૂબ વધારે હોવાનું કહીને ઘટાડી દેવામાં આવી છે..

Advertisement

આ પણ વાંચોઃ  Instagram પર રીલ્સ ચાલશે 2X સ્પીડથી, યુઝર્સની ડીમાન્ડ પર લોન્ચ કરાયું ન્યૂ ફીચર

Advertisement

30 દિવસનો સમય અપાયો

NCLAT ની બે સભ્યોની બેન્ચ, જેમાં ન્યાયાધીશ અશોક ભૂષણ અને ટેકનિકલ સભ્ય બરુણ મિત્રાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, ગૂગલે તેની મજબૂત સ્થિતિનો દુરુપયોગ કર્યો છે, જે નિયમોની વિરુદ્ધ છે. NCLATના મતે, ગૂગલે આ અપીલમાં દંડના 10 ટકા રકમ પહેલાથી જ જમા કરાવી દીધી છે. આવી સ્થિતિમાં, બાકીની બાકી રકમ 30 દિવસની અંદર જમા કરાવવાની રહેશે.

ગુગલે CCIના આદેશને પડકાર્યો

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં, CCI એ પ્લે સ્ટોર નીતિનો દુરુપયોગ કરવા બદલ ગૂગલ પર 936.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ નિર્ણયને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અને ગૂગલ દ્વારા NCLATમાં પડકારવામાં આવ્યો હતો. જે CCI ઓર્ડર પર અપીલ અધિકારક્ષેત્ર ધરાવે છે. દંડની સાથે, CCI એ ટેક જાયન્ટને અન્યાયી વ્યવસાયિક પ્રથાઓ બંધ કરવા અને નિર્ધારિત સમયમર્યાદામાં સ્પર્ધા વિરોધી ચિંતાઓને દૂર કરવા માટે સુધારાત્મક પગલાં અમલમાં મૂકવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ  X Sold: એલન મસ્કે 44 બિલિયન$માં ખરીદેલ ટ્વીટર(X) 33 બિલિયન$માં વેચી દીધું, વાંચો શા માટે કર્યો ખોટનો સોદો ???

Tags :
Advertisement

.

×